(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડોમેઇન ઈ-મેઇલ એટલે શું?

ઈ-મેઇલના મુખ્ય બે પ્રકાર છે, આપણે લગભગ દરરોજ આ બંને પ્રકારના ઇ-મેઇલનો ઉપયોગ કરતા હોવા છતાં તેમાંનો ફેરફાર જલદી આપણી નજરે ચઢતો નથી. પહેલો પ્રકાર ફ્રી ઇ-મેઇલ સર્વિસ છે અને બીજો પ્રકાર ડોમેઇન ઇ-મેઇલ છે. વાસ્તવમાં ફ્રી ઇમેઇલ પણ  ડોમેઇન ઇ-મેઇલ જ છે. કઈ રીતે એ સમજીએ.

કોઈ પણ ઇ-મેઇલ એડ્રેસના મુખ્ય ત્રણ ભાગ હોય છે. એટ (@) નિશાની પહેલાંનો ભાગ ‘લોકલ પાર્ટ’ કહેવાય છે. એટ નિશાની પછીનો ભાગ ‘ડોમેઇન’ કહેવાય છે અને એટ નિશાની લોકલ પાર્ટ અને ડોમેઇનને જોડે છે.

આપણે જીમેઇલ જેવી ફ્રી ઈ-મેઇલ સર્વિસમાં cybersafar@gmail.com જેવા ઈ-મેઇલ એડ્રેસનો ઉપયોગ કરતા હોઈએ તો તે, જીમેઇલ.કોમ ડોમેઇન પર હોસ્ટ થયેલ છે એમ કહેવાય. જ્યારે support@cybersafa.com જેવા ઈ-મેઇલ એડ્રેસનો ઉપયોગ કરીએ તો તે cybersafa.com ડોમેઇન પર હોસ્ટ થયેલું ઈ-મેઇલ એડ્રેસ છે એમ કહી શકાય.

વાસ્તવમાં સમગ્ર ઇન્ટરનેટનો ઉપયોગ ડોમેઇનથી સરળ બને છે. આપણે બ્રાઉઝરમાં duplics.cybersafar.in લખીએ ત્યારે આપણું બ્રાઉઝર ફક્ત આંકડાનું બનેલું અટપટું આઇપી એડ્રેસ ધરાવતા સર્વર સુધી પહોંચીને ત્યાંથી સાયબરસફર.કોમ વેબસાઇટનો ડેટા ખેંચી લાવે છે અને આપણને બતાવે છે. આમ duplics.cybersafar.in ડોમેઇન એ અટપટા આઇપી એડ્રેસનું સરળ સ્વરૂપ છે.

વેબસાઇટની જેમ જ ઇ-મેઇલ પણ ડોમેઇન આધારિત હોય છે. જીમેઇલ કે યાહૂ જેવી ફ્રી સર્વિસમાં ઇ-મેઇલ જીમેઇલ કે યાહૂના ડોમેઇન પર સચવાયેલા રહે છે. જ્યારે આપણે પોતાનું ડોમેઇન ખરીદીએ ત્યારે આપણને આપણા ડોમેઇન અનુસાર ઇ-મેઇલનો ઉપયોગ કરવાની સગવડ મળે છે.

આમ કંપનીના નામનું ઇ-મેઇલ એડ્રેસ મેળવવા માટે આપણે પહેલાં એક ડોમેઇન નેમ ખરીદવું પડે અને પછી એ ડોમેઇન પર આપણા ઇ-મેઇલ સાચવવા માટે હોસ્ટિંગ સર્વિસ ખરીદવી પડે. સામાન્ય શબ્દોમાં ડોમેઇન નેમ એટલે આપણા ઘરની નેમપ્લેટ અને હોસ્ટિંગ એટલે આખે આખું ઘર (જે સામાન્ય રીતે હંમેશ માટે ખરીદી લેવાને બદલે વાર્ષિક ભાડા પટ્ટે મેળવવામાં આવે છે).

ડોમેઇન અને હોસ્ટિંગ અલગ અલગ કંપની પાસેથી આપણે ખરીદી શકીએ છીએ. હોસ્ટિંગ સર્વિસ આપતી કંપની મોટા ભાગે હોસ્ટિંગ સ્પેસની સાથોસાથ ઇ-મેઇલની ફ્રી સુવિધા પણ આપતી હોય છે. મોટા ભાગે કોઈ પણ કંપની પોતાનું ડોમેઇન ખરીદ્યા પછી હોસ્ટિંગ સર્વિસ મેળવે અને તેના પર આખી વેબસાઇટ બનાવે તેમજ કંપનીના જુદા જુદા વિભાગ કે હોદ્દા અનુસાર કંપનીના ડોમેઇન એડ્રેસ સાથેના ઇ-મેઇલ એડ્રેસ બનાવે છે. જોકે વેબસાઇટ વિના પણ ફક્ત ડોમેઇન અને હોસ્ટિંગની મદદથી કંપનીના એડ્રેસવાળું ઇ-મેઇલ એડ્રેસ મેળવી શકાય છે.

હવે એક મજાની વાત. ‘સાયબરસફર’ સાથે સંપર્ક માટે તમે જે support@duplics.cybersafar.in કે editor@cybersar.com ઇ-મેઇલ એડ્રેસનો ઉપયોગ કરો છો તે પહેલી નજરે કંપની ડોમેઇન એડ્રેસ લાગે પરંતુ વાસ્તવમાં તે જીમેઇલ એડ્રેસ જ છે. ગૂંચવાયા? ડોમેઇન અને હોસ્ટિંગ સર્વિસ આપતી કંપની જુદા પ્રકારની ઇ-મેઇલ સર્વિસ આપતી હોય છે અને સામાન્ય રીતે તેમાં આપણને ફ્રી જીમેઇલ સર્વિસમાં મળતી વિસ્તૃત સુવિધાઓ મળતી નથી.

બીજી તરફ ગૂગલ કંપની ફ્રી જીમેઇલની સાથોસાથ ‘જીસ્યૂટ’  (હવે ‘વર્કસ્પેસ’)નામે એક પેઇડ સર્વિસ પણ ચલાવે છે (જે શરૂઆતમાં લાંબા સમય સુધી ફ્રી હતી) જેમાં આપણા ડોમેઇન એટલે કે duplics.cybersafar.in પર ગૂગલની જીમેઇલ, કેલેન્ડર, ડ્રાઇવ વગેરે સર્વિસનો ઉપયોગ કરવાની સગવડ આપે છે.  તમે તમારી કંપની માટે આ રીતે જીસ્યૂટની પેઇડ સર્વિસનો લાભ લઈ શકો છો (જેમાં દરેક યૂઝર દીઠ વાર્ષિક નિશ્ચિત ફી હોય છે અથવા હોસ્ટિંગ સર્વિસ તરફથી મળતી સર્વિસનો લાભ લઈ શકો છો. જીસ્યૂટ વિશે વધુ જાણવા માટે જુઓ https://gsuite.google.co.in.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!