(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપ ઓથેન્ટિકેટર વધુ સલામત

સામાન્ય રીતે આપણે વિવિધ સર્વિસમાં ઓનલાઇન એકાઉન્ટને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરતા હોઇએ છીએ.

આ પદ્ધતિમાં કેટલાંક પ્રારંભિક સેટિંગ કર્યા પછી જ્યારે પણ આપણે એ સર્વિસમાં લોગ-ઇન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણો પાસવર્ડ આપવા ઉપરાંત જુદી જુદી રીતે પોતાના મોબાઇલમાં વનટાઇમ પાસવર્ડ મેળવી શકીએ છીએ. તે આપીએ તો જ એકાઉન્ટમાં  લોગ-ઇન થઈ શકાય છે.

આ પદ્ધતિને કારણે આપણો પાસવર્ડ ચોરાય તો પણ બીજી વ્યક્તિ માટે આપણા એકાઉન્ટમાં ઘૂસવું મુશ્કેલ બને છે. કારણ કે તેને આપણો બીજો વનટાઇમ પાસવર્ડ મળી શકતો નથી. આવો ઓટીપી આપણે એસએમએસ કે વોઇસકોલ દ્વારા મેળવી શકીએ છીએ. એ સિવાય રજિસ્ટર્ડ ફોનમાં ‘તમે લોગ-ઇન કરવા માગો છો?’ એવો સવાલ મેળવી શકીએ છીએ. આ સવાલના જવાબમાં હા કહીએ તો જ લોગ-ઇન થઈ શકાય.

એ ઉપરાંત ઓથેન્ટિકેટર એપ પણ હોય છે જેમાં નિશ્ચિત ટૂંકી સમયમર્યાદા માટે ઓટીપી જનરેટ થતો હોય છે. હવે માઇક્રોસોફ્ટના ડિરેકટર ઓફ આઇડેન્ટિટિ સિક્યોરિટીએ પણ ભલામણ કરી છે કે જ્યારે પણ યૂઝર ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરે ત્યારે તેમણે એસએમએસ કે વોઇસકોલવાળો વિકલ્પ ટાળવો જોઇએ. તેમના મતે ટેલિફોન નેટવર્ક આધારિત આ પદ્ધતિઓમાં મોકલવામાં આવતા ઓટીપી સહેલાઇથી આંતરી શકાય છે. ઓથેન્ટિકેટર એપ તરીકે ગૂગલ અને માઇક્રોસોફ્ટ બંને સારા વિકલ્પ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!