માઇક્રોસોફ્ટનો પુસ્તકની જેમ વચ્ચે મિજાગરાથી જોડેલા બે સ્ક્રીનવાળો સરફેસ ડ્યુઓ સ્માર્ટફોન આખરે લોન્ચ થઈ ગયો છે. પણ હાલમાં કિંમત ઘણી આકરી છે – આશરે એક લાખ રૂપિયા! ભારતમાં હવે લોન્ચ થશે.
ગૂગલ સર્ચ એન્જિનમાં નોકરી પણ સર્ચ કરી શકાય છે એ વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ. ગૂગલે વર્ષ ૨૦૧૮માં બાંગ્લાદેશમાં નોકરી માટેની અલગ એપ પ્રાયોગિક ધોરણે લોન્ચ કરી હતી. એ પછી ‘કોરમો જોબ્સ’ નામે તે ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવી હતી. હવે આ એપ આ જ નામથી ગૂગલ પે એપમાં એક વધારાની સગવડ તરીકે લોન્ચ કરવામાં આવી રહી છે.
પોતાની કારમાં ઇન્ફોટેઇનમેન્ટ સ્ક્રીન અને એન્ડ્રોઇડ ઓટોની સગવડ ધરાવતા લોકો માટે એક ખુશખબર છે. અત્યાર સુધી કારમાં એન્ડ્રોઇડ ઓટોનો પૂરો લાભ લેવા માટે આપણા ફોનને યુએસબી કેબલથી કાર સાથે કનેક્ટ કરવો પડતો હતો, પરંતુ એન્ડ્રોઇડના ૧૧મા વર્ઝનથી વાયરલેસ રીતે એન્ડ્રોઇડ ઓટો સાથે ફોનને કનેક્ટ કરી શકાશે.

