(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પેપરમોડેલ્સની મસ્તીભરી દુનિયા

સામાન્ય રીતે, વેકેશન પડતાં જ છોકરાં (નાનાં હોય કે મોટાં) ટીવી અને કમ્પ્યૂટર સામે ચીટકી જાય અને મા-બાપ થોડો સમય તો એ ચલાવી લે, પણ પછી એમને વાંધો પડે એ સ્વાભાવિક છે.

કિડ્ઝની ચેનલ પર વારંવાર જોવા મળતી પેલી જાહેરખબરમાં કહે છે તેમ ‘હટા ટીવી, હટા કમ્પ્યૂટર, દમ હૈ તો બાહર નીકલ’ વારંવાર બાળકોને કહેવું પડે તો વળી નવો પ્રોબ્લેમ થાય – ઘર બહાર જવું ક્યાં? અને કેટલીક વાર? બંગલો દરેક પાસે હોય નહીં અને દરેક એપાર્ટમેન્ટમાં કારનો એટલો ખડકલો થઈ પડ્યો છે કે બાળકો માટે મોટું મજાનું આંગણું તો હવે સપનું થઈ પડ્યું છે.

તો કરવું શું? જવાબ સિમ્પલ છે – ઘરે બેસીને કાગળના વાઘ કરવા! બસ થોડી જ વાર માટે કમ્પ્યૂટર અને નેટ કનેક્શન ઓન કરો, એક એવી મજાની  સાઇટ પર પહોંચી જાવ, જ્યાં તમારાં આવતાં બે-ત્રણ વેકેશન ઓછાં પડે એવો ખજાનો ભર્યો છે.

http://papertoys.com આ સાઇટ પર અનેક પ્રકારનાં પેપરટોય્ઝ કે મોડેલ બનાવવાની સરળ રીત આપી છે.

જેમ કે અહીં તમને સાદી પાર્ટી હેટ કે પેપર ડોલથી શરૂ કરીને તાજમહાલ, વ્હાઇટ હાઉસ, એફિલ ટાવર, એમ. એસ. ધોની ફેમ હમ્મર કાર, વ્હાઇટ હાઉસ, બિલ ગેટ્સનું હાઉસ, હેલિકોપ્ટર, બિગ બેન, સાન્તા, સ્પેસ શટલ, રેસિંગ કાર અને સિડનીનું ઓપેરા હાઉસ સુધીનાં મોડેલ બનાવવાની સામગ્રી મળી જશે.

સામગ્રીમાં ખાસ કંઈ છે જ નહીં. આ દરેક મોડેલ માટે સાદા એ-૪ સાઇઝના પેપર પર મોડેલના કટ-આઉટ આપવામાં આવ્યા છે. તમે એ પેજ પર પહોંચીને આખા પેજની ઇમેજ, ઘરમાં પ્રિન્ટર હોય તો સીધી પ્રિન્ટ કરી લો અથવા કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરી, પેનડ્રાઇવમાં લઈને ઝેરોક્સ શોપમાં પહોંચી જાવ.

અહીં તમે થોડી એન્લાર્જ કરેલી પ્રિન્ટ પણ લઈ શકશો. દરેક મોડેલ માટે સરળ ફોલ્ડ, નંબર સાથે સમજાવેલા છે. બસ, કાતર-ગુંદર (અજાણ્યો શબ્દ લાગ્યો?!) લઈને મચી પડો. નાનાં ટાબરિયાંથી માંડીને મોટેરાં સુધીનાં સૌ કોઈને મજા પડે એવાં અનેક મોડેલ્સ અહીં ઉપલબ્ધ છે. મોડેલ બનાવીને તેને સરસ કલર કરી દો!

આ સાઇટ ટાઇમ મેગેઝિન, ટાઇમ્સ ઓફ લંડન અને ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પણ ચમકી છે. સાઇટના સર્જક, એક વયોવૃદ્ધ દાદા છે અને તેમણે ‘સાયબરસફર’ સાથે પોતાના આ સર્જન પાછળની વાત હોંશભેર શેર કરી હતી.

(‘સાયબરસફર’ના એપ્રિલ, ૨૦૧૨ અંકમાંથી  ટૂંકાવીને. આખો લેખ વાંચો  ‘સાયબરસફર’ની વેબસાઇટ પર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!