(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઈનો હરીફ મળવાની શક્યતા

વર્ષ ૨૦૧૬માં નોટબંધી આવ્યા પછી પહેલાં આંગળીના ઇશારે ઓનલાઇન પેમેન્ટ કરી આપતાં મોબાઇલ  વોલેટ્સ લોકપ્રિય થયાં અને પછી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત વ્યવસ્થા જોરશોરથી આગળ વધી રહી છે.

યુપીઆઇ એક એવી વ્યવસ્થા છે જેમાં જોડાયેલી વિવિધ બેન્ક્સ ઉપરાંત, આપણે જેનો રોજબરોજ ઉપયોગ કરતા હોઈએ એવી એપ્સ પણ જોડાઈ શકે છે. હવે સમાચાર છે કે આ યુપીઆઇને પણ હરીફ મળે તેવી વ્યવસ્થાઓ વિક્સી રહી છે. ભારતની બે અગ્રગણ્ય બેન્ક્સ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એચડીએફસી આવી રીતે પોતાનાં આગવાં પેમેન્ટ પ્લેટફોર્મ વિકસાવે તેવી શક્યતા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સમગ્ર ભારતમાં રીટેલ પેમેન્ટ માટે ‘ન્યુ અમ્બ્રેલા એન્ટિટિઝ’ તરીકે ઓળખાતી આ વ્યવસ્થા માટે મંજૂરી આપી રહી છે.

અલબત્ત આ વ્યવસ્થા પણ યુપીઆઈ સાથે ઇન્ટરઓપરેબલ હોય તેવી શક્યતા છે. એટલે આપણે યુપીઆઈ એપનો ઉપયોગ કરતા હોઈએ પણ સામેની વ્યક્તિ કે વેપારી ન્યુ અમ્બ્રેલા એન્ટિટીનો ઉપયોગ કરતી હોય તો પણ આપણે તેની સાથે આપ-લે કરી શકીશું. અત્યારે આરબીઆઈના આ નવા ફ્રેમવર્ક મુજબ એસબીઆઈ અને એચડીએફસી બેન્ક ઉપરાંત જિઓ, પેટીએમ, બીએસઈ અને એનએસઈ પણ પોતાના પેમેન્ટ પ્લેટફોર્મ વિકસાવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!