(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પોકેટ રેડિયો દ્વારા ક્રાંતિ: ૭ ઓગસ્ટ, ૧૯૫૫

અમેરિકાની ટેક્સાસ ઇન્ટ્રસ્ટુમેન્ટ કંપનીએ ‘બેલ’ કંપની પાસેથી ‘ટ્રાન્ઝિસ્ટર’નું લાઇસન્સ મેળવીને ૧૯૫૪માં ટચૂકડો રેડિયો બજારમાં મૂકી દીધો, પરંતુ પોકેટ રેડિયોનો વિશ્વવ્યાપી યુગ શરૂ કરવાનું શ્રેય જાપાનની ‘સોની’ કંપનીને જાય છે.

આજે ચીની માલની છે એવી (નબળી) આબ‚ ત્યારે જાપાની ચીજોની હતી. એ વખતે ‘ટોકિયો ટેલિકમ્યુનિકેશન’ જેવું નામ ધરાવતી કંપનીએ ૧૯૫૫માં ‘બેલ’ના ટ્રાન્ઝિસ્ટરની મદદથી નાનકડો રેડિયો તૈયાર કર્યો. પાંચ ટ્રાન્ઝિસ્ટર ધરાવતો આ રેડિયો ૮.૯ સે.મી. લંબાઈ, ૧૪ સે.મી. પહોળાઈ અને ૩.૮ સે.મી. જાડાઈ સાથે ખરા અર્થમાં ‘પોકેટ’ હતો.

જાપાનમાં સફળતા પછી અમેરિકા સહિત બીજા દેશોમાં તે ધૂમ વેચાવા લાગ્યો. નવા, ટકાઉ અને ગુણવત્તા ધરાવતા ઉત્પાદનની સાથે કંપનીનું નામ પણ બદલાઈને (એક માન્યતા પ્રમાણે, અવાજ માટેના ‘ગ્રીક’ શબ્દ જજ્ઞક્ષીત પરથી) ‘સોની’ થયું. નવા જમાનાનાં ઘણાંખરાં પોર્ટેબલ ઉપકરણોનાં મૂળ ‘સોની’નો આ રેડિયો નીકળે. અગાઉ ફક્ત ટેલિફોનમાં અને કમ્પ્યુટરમાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરનો વપરાશ પણ પોકેટ રેડિયોની સફળતા પછી વ્યાપક બન્યો.

ટ્રાન્ઝિસ્ટર ટેક્નોલોજીની ઉત્ક્રાંતિ: http://goo.gl/JqMii

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!