‘હિગ્સ બોસોન’ (‘ગોડ પાર્ટિકલ’)થી ફરી જાણીતી બનેલી યુરોપિયન એજન્સી ફોર ન્યુક્લીઅર રીસર્ચ CERN અસલમાં વર્લ્ડ વાઇડ વેબ wwwના જન્મસ્થળ તરીકે વિખ્યાત હતી.
સંરક્ષણ અને સંશોધનના હેતુથી દૂર રહેલાં બે કમ્પ્યુટર એકબીજા સાથે સંવાદ સાધી શકે એવું જાળું-નેટવર્ક અમેરિકાએ વિકસાવ્યું અને તેનું નામ પડ્યું ઇન્ટરનેટ. ‘સર્ન’માં સંશોધન કરતા ટીમ બર્નર્સ-લીએ ઇન્ટરનેટ પર (એકમાંથી બીજી અને બીજામાંથી ત્રીજી માહિતી મળી શકે એવા) હાઇપરટેક્સ્ટ થકી ઇન્ટરનેટ પર માહિતી મૂકવાની રીત શોધી કાઢી. તેનું નામ આપ્યું વર્લ્ડ વાઇડ વેબ.
આ પદ્ધતિમાં નકરા લખાણને બદલે તેની સાથે તસવીરો અને અવાજ સાંકળવાનું પણ શક્ય બન્યું. આ રીતે તૈયાર થયેલી ‘વેબસાઇટ’ માનવજાતે કરેલી સૌથી ક્રાંતિકારી શોધોમાંની એક બની રહી. ૧૯૯૨માં ફક્ત ૨૬ વેબસાઇટો અસ્તિત્વ ધરાવતી હતી. હવે તેનો આંકડો કરોડોમાં પહોંચ્યો છે.
વર્લ્ડ વાઇડ વેબની ઉત્ક્રાંતિ દર્શાવતું ઇન્ફોગ્રાફિક http://goo.gl/ZLOCq
