લોકોને ફોનમાંની સ્પેસ વારંવાર ભરાઈ જવાની સમસ્યા સતાવતી હોય છે. તેનું મુખ્ય કારણ વોટ્સએપ હોય છે. વોટ્સએપમાં ઓડિયો મેસેજ હંમેશા આપોઆપ ડાઉનલોડ થતા હોય છે, તે ઉપરાંત જો તમે વીડિયો-ઇમેજિસ આપોઆપ ડાઉનલોડ ન થાય એવું સેટિંગ ન રાખ્યું હોય તો ફોનમાંની સ્પેસ ધડાધડ ભરાવા લાગે છે.
આના ઉપાય તરીકે ફોનમાં સ્ટોરેજની સ્થિતિ આપણે તપાસીએ ત્યારે વોટ્સએપ મીડિયાને કારણે કેટલી જગ્યા રોકાઈ રહી છે તે સ્પષ્ટ રીતે અલગથી જોઈ શકાશે.
સ્ટોરેજ યુઝેજ તરીકે ઓળખાતા આ સેકશનમાં ત્રણ ભાગ રહેશે. પહેલા ભાગમાં વોટ્સએપથી કેટલી જગ્યા રોકાઈ છે તે જોવા મળશે. બીજા ભાગમાં ફોરવર્ડ ફાઇલ્સ અને મોટી ફાઇલ્સથી કેટલી જગ્યા રોકાઈ રહી છે તે જોઈ શકાશે. અને ત્રીજા ભાગમાં જુદી જુદી ચેટને કારણે કેટલી જગ્યા રોકાઈ છે તે જોવા મળશે. આમાંની કેટલીક સુવિધા વોટ્સએપમાં હાલમાં પણ ઉપલબ્ધ છે પરંતુ આ બધું હવે વધુ સહેલાઈથી જોઈ તપાસી અને મેનેજ કરી શકાય એ રીતે બતાવવામાં આવશે.
