(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલની આજ અને આવતી કાલ

દર વર્ષે ગૂગલ ડેવલપર્સની એક કોન્ફરન્સ યોજે છે, નામ આપવામાં આવ્યું છે ગૂગલ આઇ-ઓ (ઇુટ-આઉટુટ). ગૂગલે પાછલા વર્ષ દરમિયાન કેવી સિદ્ધિઓ મેળવી અને આગામી વર્ષમાં ગૂગલ તરફી કેવી કેવી પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ લોન્ચ થવાની છે તેની વિગતો આપતી આ કોન્ફરન્સમાં દુનિયાભરના લોકો ઊમટી પડતા હોય છે. નેટ પર કેટલાય બ્લોગ અને ટ્વીટર પર તેની ઓલમોસ્ટ લાઇવ વિગતો અપડેટ થતી હોય છે.

આગળ શું વાંચશો?

  • ટેબલેટની હરીફાઈમાં માઈક્રોસોફ્ટનો પ્રવેશ
  • ઈન્ટેલ ઈનસાઈડ મોબાઈલ

આ લખાઈ રહ્યું છે ત્યારે, ૨૭-૨૯ જૂનના રોજ યોજાયેલી આ કોન્ફરન્સની પ્રારંભિક વિગતો ઉપલબ્ધ થઈ છે, જે કંઈક આવી છે…

  • ગયા વર્ષે આ કોન્ફરન્સમાં કંપનીએ  જાહેર કર્યું હતું કે આગલા વર્ષ દરમિયાન ૧૦ કરોડ એન્ડ્રોઇડ ડિવાઇસીઝ એક્ટિવેટ થયાં હતાં. આ વર્ષે, જાહેર થયું છે કે આ આંકડો ૪૦ કરોડે પહોંચ્યો છે અને રોજનાં ૧૦ લાખ સાધનો એક્ટિવેટ થાય છે.
  • ગૂગલ તેની મોબાઇલ માટેની ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન એન્ડ્રોઈડ ૪.૧ – જેલી બી લોન્ચ કર્યું. આ વર્ઝન શરુ‚આતમાં ગેલેક્સી નેક્સસ, નેક્સસ એસ એ મોટોરોલા ઝૂમ માટે જુલાઈની મધ્યમાં ઉપલબ્ધ થશે. આ નવા વર્ઝન માટે પ્રોજેક્ટ બટર નામે એક નવા પ્રોજેક્ટની પણ શરુ‚આત થઈ છે, જેનું મુખ્ય લક્ષ્ય આપણો મોબાઇલનો ઉપયોગ બટર જેટલો સ્મૂધ બનાવવનો રહેશે! નવા વર્ઝનમાં એપલની સિરી જેવી ટોકિંગ આસિસ્ટન્ટની સુવિધા (ગૂગલ નાઉ), વોઇસ ટાઇપિંગ, નોટિફિકેશન્સ વગેર નવી સુવિધાઓ રહેશે.
  • કોન્ફરન્સમાં ગૂગલે નેક્સસ-૭ નામે એક નવા ટેબલેટની પણ જાહેરાત કરી. કિંમતની દૃષ્ટિએ ક્નિડલ ફાયરની સીધી સ્પર્ધામાં ઊતરે એવું આ ટેબલેટ સ્પેસિફિકેશનની રીતે તેના કરતાં ચઢિયાતું છે. તેમાં એન્ડ્રોઇડનું નવું વર્ઝન રહેશે અને સ્ટાન્ડર્ડ વેબ બ્રાઉઝર તરીકે, સ્વાભાવિક રીતે, ગૂગલ ક્રોમ રહેશે! માત્ર ૧૯૯ યુએસ ડોલર (અંદાજે ‚રુ. ૧૦,૦૦૦)ની કિંમતું આ ટેબલેટ, હેન્ડ હેલ્ડ ડિવાસીઝના આ સેગમેન્ટમાં હલચલ મચાવશે એ નક્કી છે. જુલાઈની મધ્યમાં નેક્સસ-૭ યુએસ, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં લોન્ચ થશે. play.google.com પર લોકો તે ઓર્ડર નોંધાવી શકશે.
  • ગૂગલે નેક્સસ-ક્યૂ નામે એક નવા ડિવાઇસની પણ જાહેરાત કરી છે. ગોળા જેવો આકાર ધરાવતું, એક પ્રકારના એન્ડ્રોઇડ કમ્પ્યુટર જેવું આ સાધન મનોરંજન પર કેન્દ્રિત રહેશે, તેે ઘરના હોમ ટીવી એ સ્પીકર્સ સાથે કનેક્ટ કરી શકાશે એ નેક્સસ-ક્યુ પોતે ગૂગલ પ્લે સાથે કનેક્કેટ થશે. ગૂગલ મ્યુઝિકનો ઉપયોગ કરતા આ સાધનમાં ઓનલાઇન સોશિયલ ફ્રેન્ડ્ઝ એકબીજાના નેક્સસ-ક્યૂમાં ગીતો ઉમેરી શકશે! મધ્ય જુલાઈમાં રજૂ થનારા આ સાધનની કિંમત ૨૯૯ યુએસ ડોલર છે, ભારતમાં આ સાધન અને સર્વિસ આવતાં કદાચ વાર લાગશે.

ટેબલેટની હરીફાઈમાં માઇક્રોસોફ્ટનો પ્રવેશ

હાઇ-એન્ડ ટેબલેટના માર્કેટમાં માઇક્રોસોફ્ટના પ્રવેશ સાથે નવી હલચલ મચી છે. સામાન્ય રીતે લેપટોપની પણ વધુ ઇઝી મોબિલિટી જેમને જોઈતી હોય એમના માટે ટેબલેટ છે, પણ તેમાં ડેસ્કટોપ-લેપટોપ જેટલું પ્રમાણમાં હેવી કામ કરવું મુશ્કેલ હોય છે. સરફેસ આ સ્થિતિ બદલશે એવું લાગે છે કેમ કે બિલકુલ સ્લિક અને હેન્ડી એવા આ સાધનમાં માઇક્રોસોફ્ટે તદ્દન પાતળું એવું કીબોર્ડ પણ ઉમેરી દીધું છે!

ઇન્ટેલ ઇનસાઇડ મોબાઇલ

ઇન્ટેલ ઇનસાઇડ એવું તમે હવે તમારા મોબાઇલ માટે પણ કહી શકશો. મોબાઇલ માટેનાં પ્રોસેસરમાં અત્યાર સુધી એઆરએમ નામની કંપનીનો દબદબો હતો, પણ હવે ઇન્ટેલે આ ક્ષેત્રે પણ એન્ટ્રી કરી છે. નોંધવાની વાત છે કે મેડફિલ્ડ નામનું આ નવું ઇન્ટેલ પ્રોસેસર ધરાવતો દુનિયાનો પહેલો ફોન ભારતની લાવા નામની પ્રમાણમાં ઓછી જાણીતી કંપની રજૂ કરી રહી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!