અમેરિકાનું સમાનવ અંતરિક્ષયાન ચંદ્ર પર પહોંચ્યું અને અનેક કલ્પનાઓના પાત્ર જેવા ચંદ્રની ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગે ડગ માંડ્યાં. સાથોસાથ હવે અતિપ્રખ્યાત બની ચૂકેલા ઉદ્ગાર પણ કાઢ્યા, ‘વન સ્મોલ સ્ટેપ ફોર મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ’. પહેલો ઉપગ્રહ અને પહેલો જીવ અવકાશમાં મોકલવામાં મેદાન મારી ગયેલું રશિયા સહેજ માટે હરીફાઈમાં પાછળ પડ્યું અને અમેરિકા-રશિયા વચ્ચેની હરીફાઈનું પલ્લું અમેરિકા તરફ નમી ગયું. ૧૯૭૨માં છેલ્લી ચંદ્રયાત્રા પછી કોઈ મૂનમિશન હાથ ધરાયું નથી. સમાનવ ચંદ્રયાત્રાથી ઊભી થયેલી અપેક્ષા અને આકાંક્ષા પણ પૂરેપૂરી સંતોષાઈ શકી નથી. છતાં માનવજાતે પોતાનું રહેઠાણ- પૃથ્વી- છોડીને અવકાશમાં ખોડેલા પહેલા વાવટા તરીકે ચંદ્રયાત્રાનું મહત્ત્વ વિશિષ્ટ છે.
રોકેટના કાઉન્ટડાઉનથી ચંદ્ર પર ઉતરાણ સુધીની રોમાંચક વીડિયો ઝલક: http://goo.gl/5do94
