(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

 ક્લોનિંગથી ‘ડોલી’નો જન્મ: ૫ જુલાઈ, ૧૯૯૬

આ માદા ઘેટું ઘેટાશાહી માટે નહીં, પણ જન્મની કુદરતી પ્રક્રિયાનો ચીલો ચાતરીને પેદા થવા માટે વિશ્વવિખ્યાત બન્યું. ક્લોનિંગ- એટલે કે સજીવના એક જ કોષમાંથી તેની પ્રતિકૃતિ જેવો આખેઆખો બીજો સજીવ પેદા કરવાની ટેક્નિકથી  પેદા થયેલું આ પહેલું સસ્તન પ્રાણી હતું.

સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકોએ ક્લોનિંગ માટે કરેલી પ્રક્રિયા ટૂંકમાં આટલી: એક ઘેટાના કોષમાંથી કોષકેન્દ્ર દૂર કરીને ‘ખોખું’ તૈયાર કરવામાં આવ્યું. જેનું ક્લોનિંગ કરવાનું હતું એ ‘દાતા’ ઘેટાના કોષમાંથી કોષકેન્દ્ર અલગ તારવીને, તેને ‘ખોખા’માં ગોઠવવામાં આવ્યું. ત્યાર પછી ઇલેક્ટ્રિક કરંટની મદદથી કોષનું વિભાજન કરવામાં આવ્યું. એ રીતે ગર્ભની પ્રાથમિક અવસ્થા તૈયાર થયા પછી, તેને માદા ઘેટાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવ્યો. એ રીતે, ‘દાતા’ ઘેટાની પ્રતિકૃતિ જેવા ડોલી ઘેટાનો જન્મ થયો. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૩ સુધીનું આયુષ્ય ભોગવનાર ડોલી થકી ક્લોનિંગ કેવળ થિયરીને બદલે નક્કર વાસ્તવિકતા સાબિત થયું.

ડોલી વિશે સ્કોટલેન્ડના નેશનલ મ્યુઝિયમની લિન્ક: http://goo.gl/A6QFw

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!