‘સાયબરસફર’ મેગેઝિન પાછળના તમારા પ્રયત્નોની હું દિલથી કદર કરું છું. મેગેઝિનના અંકો કાયમ સાચવી રાખવા જેવા છે. મેગેઝિન નવું જ લોન્ચ થયું હોવાથી તેનું મેનેજમેન્ટ, માર્કેટિંગ વગેરે પ્રશ્નો હું સમજી શકું છું, પણ અમે વાચકો પૂરો સહયોગ આપીશું. અમારા સૌની શુભેચ્છા છે કે મેગેઝિનનું ક્ધટેન્ટ, ક્વોલિટી અને સાઇઝ વધુ ને વધુ સારી થતી જાય.
અજયકુમાર મકવાણા, હજીરા
સૌ પ્રથમ તો ધન્યવાદ. પાંચ મહિનાથી ઘરે જઈ શક્યો નહોતો. લવાજમ ઘરના સરનામે હોવાથી પ્રિન્ટ મેગેઝિન જોઈ શક્યો નહોતો. પિતાજીએ ફોન પર કહ્યું હતું કે ખૂબ જ સરસ મેગેઝિન છે. આજે લેપટોપમાં જોતાં લાગ્યું કે ખરેખર અદ્ભુત અને સર્જનાત્મક કામ છે. ઇ-મેગેઝિન મોકલવા બદલ ધન્યવાદ.
ચિરાગ અમીન, હિંમતનગર
રાજુલાના બસસ્ટેન્ડ પર ‘સાયબરસફર’નો અંક-૩ અચાનક જોવા મળ્યો, જોવા ખાતર જ લીધો, રસ પડ્યો અને પછી તો બધા અંકો ખરીદ્યા. હું ૧૯૯૫થી કમ્પ્યુટર ફિલ્ડમાં છું, ઘણાં મેગેઝિન આવ્યાં અને ગયાં પણ ‘સાયબરસફર’ ખરેખર સરસ છે, વાંચવાની મજા આવે છે.
દેવદત્ત ઠાકર, પીપાવાવ
અંકની પીડીએફ ફાઇલ જોવા મળી તે અત્યંત ઉપયોગી છે, પરંતુ એક સૂચન કરવાનું મન થાય છે કે લવાજમ ભરેલા ગ્રાહકો અને અન્ય વાચકો વચ્ચે ચોક્કસ અંતર હોવું જરૂરી છે. હું જાણું છું કે આ મેગેઝિનને લોકપ્રિય બનાવવા અમુક પગલાં જરૂરી પણ છે.
મનિષ મહેતા, જામનગર
ડિજિટલ મેગેઝિન તરફ જવાનો પ્રયત્ન ખરેખર આવકાર્ય ને પ્રશંસાપાત્ર છે. વાચકો પ્રત્યેની નિષ્ઠા દેખાઈ આવે છે. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક.
જગદીશ શાહ, વડોદરા
‘સાયબરસફર’ના પહેલા અંકમાં આપે જાણીતા લોકોની ટવીટ બીટ આપી હતી તે ખરેખર સારી હતી. તેને હવે ફરીથી શ કરો તો સારું. તમે પણ નિયમિત લોકોના પ્રતિભાવો લખો તો સારું. આપનો શુભેચ્છક.
આકાશ જીવાણી, ભાવનગર
———————–
ડિજિટલ એડિશન ખરેખર બહુ સારી પહેલ છે. એ બતાવે છે કે વાચકોને લેટેસ્ટ સુવિધા આપવાની તમને કેટલી ઉત્કંઠા છે.
હેમાંગ પારેખ, વલસાડ
અમને શરૂઆતથી મેગેઝિન વિશે ઉત્કંઠા હતી. એકાદ મહિનાનું મેગેઝિન ન મળે અથવા મોડું મળે તો અમને ઘણું જ્ઞાન ગુમાવવું પડે એવું લાગે છે.
મયુર આર. સાવજ, સુરત
———————–
તમે શરૂ કરેલ સફર ઘણી જ સારી છે. ‘સાયબરસફર’ની વેબસાઇટ પર તમે બે મહિના જૂના અંકોની પીડીએફ મૂકી છે, તે બધાંને વાંચવા મળતી હોય તો પછી લવાજમ ભરવાનો અર્થ શું? નવું જાણવા માટે તો બે મહિના જૂનું મેગેઝિન હોય તો પણ શું ફેર પડે છે?
જિજ્ઞેશ સ્વાદિયા, જામનગર
‘સાયબરસફર’નું ડિજિટલ મેગેઝિન જોઈને ખૂબ જ આનંદ થયો. એક ગુજરાતી મેગેઝિન તરીકે આપે કરેલા પ્રયાસને હૃદયપૂર્વક બિરદાવું છું.
ઇનાયત સૈયદ, ગાંધીનગર
‘સાયબરસફર’ તરફથી આપવામાં આવતી સેવાઓની હું પ્રશંસા કરું છું. ખરેખર ખૂબ સુંદર કાર્ય કરો છો.
નીતિન પટેલ, પાલનપુર
‘સાયબરસફર’ ફેમિલી ગાઇડ આપીને આપે ખૂબ સરસ કામ કર્યું છે, તે ખૂબ ઉપયોગી થશે.
કમલેશ ઝાપડિયા, જસદણ
‘સાયબરસફર’ ખૂબ ખૂબ સુંદર.
રાજન શાહ, અમદાવાદ
ધન્યવાદ! હવે ટપાલ ખાતાથી છૂટકારો મળશે. આ મહિનાનો અંક મને ખૂબ મોડો મળ્યો પણ હવે વાંધો નથી.
રાકેશ ડાભી, રાજકોટ
‘સાયબરસફર’ માટેના આપના પ્રયત્નો માટે અભિનંદન. કમ્પ્યુટર ફિલ્ડમાં મારું જ્ઞાન ઘણું ઓછું છે અને તે મારે વધારવું હતું તે જ સમયે આપે મેગેઝિન લોંચ કર્યું. મારે યુએસએમાં મારા અને મારાં બાળકો માટે આ મેગેઝિન જોઈએ છે. આ મેગેઝિન યુએસમાં રહેતા મારા પરિવારને મળે તેવી વ્યવસ્થા કરો.
વિપુલ પટેલ, અમદાવાદ
ડિજિટલ એડિશન ખરેખર ઉત્તમ પગલું છે. ચિન્મય શાહ, નડિયાદ
આપને ખૂબ ખૂબ ધન્યવાદ! માતૃભાષામાં વિષયને વિકાસના માર્ગે લઈ જવામાં આપનો પ્રયાસ ઉત્તમ છે.
વિપુલ ડેલીવાળા, થાણે, મહારાષ્ટ્ર
‘સાયબરસફર’ માટે અમારે તમને થેંક્યુુ તો કહેવું જ જોઈએ કે તમે આ અંક શરૂ કર્યો અને અમને ઇન્ટરનેટની એકદમ નજીક લાવવાનો પ્રયત્ન કર્યો.
ભાવિક સવાણી, સુરત
———————–
‘સાયબરસફર’ વાંચવામાં મજા પડી. મેગેઝિનનું કન્ટેન્ટ એટલું સારું હોય છે કે મોડું મળે છે તે અમે ભૂલી જઈએ છીએ. ડિજિટલ ફોર્મમાં મેગેઝિન ઉત્તમ સાબિત થશે. અમે વાંચતાં વાંચતાં નેટ સર્ફિંગ કરી શકીશું. ખરેખર વાંચવા જેવું મેગેઝિન છે.
તપન ભોજાણી, ભરુચ
ડિજિટલ એડિશનનો નવતર પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે. ખૂબ જ સરસ કામ છે, પણ હું પહેલેથી જ કાગળનાં પુસ્તકો વાંચકો રહ્યો છું અને કાગળનો સ્પર્શ જ મને ઘેલો બનાવી દે છે. કાગળ સાથે મારી મૈત્રી છે એટલે થોડુંક ઘટતું લાગે, પણ એમાં ડિજિટલ એડિશન વિશે જરા પણ શંકા નથી! અંક ક્યારેય મોડે સુધી મળતો નથી, આ ફરિયાદ નથી પણ હું બંધાણી બની ગયો છું એટલે યાદ આવ્યા કરે છે, બાકી ટેકનિકલ પ્રોબ્લેમથી હું વાકેફ છું.
રોહિત ચૌહાણ, ભાવનગર
‘સાયબરસફર’ ગુજરાતીમાં શરૂ કરી આપે ખૂબ સારી પહેલ કરી છે જેથી અનેક ગુજરાતીઓ ૨૧મી સદીમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મોબાઇલ જેવી લેટેસ્ટ ટેક્નોલોજી વિશે જાણી,
સમજી શકે. જિજ્ઞેશ ગજેરા, સુરત
ખૂબ જ સરસ! આપનો ઘણો આભાર.
ડો. અક્ષય ચૌધરી, સુરત
‘સાયબરસફર’ મેગેઝિન માટેની આપના તરફથી આપવામાં આવેલી સુવિધા ખરેખર સુંદર છે. અમને ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ફરી ખૂબ ધન્યવાદ.
હરેશ એસ. શાહ, ભાવનગર

