(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુટ્યૂબમાં ફરી એચડી વીડિયો જોઈ શકાશે

લોકડાઉનની શરૂઆતના સમયગાળાથી યુ્ટ્યૂબની એપમાં વીડિયોની ક્વોલિટીમાં ઘટાડો થઈ ગયો છે. સમગ્ર વિશ્વની જેમ ભારતમાં વધુ ને વધુ લોકો વર્ક ફ્રોમ હોમ તરફ વળી રહ્યા હોવાને કારણે ઇન્ટરનેટની કનેક્ટિવિટી પૂરતી મળે એ માટે યુટ્યૂબે ભારતમાં વીડિયોની સ્ટ્રીમિંગ ક્વોલિટી ઘટાડીને સ્ટાન્ડર્ડ ડેફિનેશન (૪૮૦ પી)ની પૂરતી મર્યાદિત કરી દીધી હતી.

હવે યુટ્યૂબે આ મર્યાદા દૂર કરી છે હવે તેની મોબાઇલ એપમાં વીડિયો એચડી અને ફૂલ એચડી ક્વોલિટીમાં જોઈ શકાય છે. આમાં એક મર્યાદા હજી રાખવામાં આવી છે. આપણે વાઇ-ફાઇનો ઉપયોગ કરી રહ્યા હોઇએ માત્ર ત્યારે જ એચડી ક્વોલિટીમાં વીડિયો જોઈ શકાશે. વેબવર્ઝનમાં વીડિયો એચડી અને ફૂલ એચડીમાં જોઈ શકાય છે. નેટફ્લિક્સ, હોટસ્ટાર, એમેઝોન વગેરે ઓટીટી પ્લેટફોર્મ પર વીડિયોની ક્વોલિટી ઘટાડી દેવામાં આવી હતી હવે યુટ્યૂબને પગલે અન્ય પ્લેટફોર્મ પર પણ આ મર્યાદા દૂર થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!