દુનિયામાં સૌથી વધુ જોવાતી સાઇટ્સની યાદીમાં યુટ્યૂબ બીજા ક્રમે છે. પહેલા ક્રમે ગૂગલ છે અને ત્રીજા ક્રમે… ના, ફેસબુક નહીં, ટીમોલ.કોમ નામની એક ચાઇનીઝ ઇ-કોમર્સ સાઇટ છે, ફેસબુક ચોથા ક્રમે છે!
આંચકો લાગ્યોને? આપણે જેનો દિવસરાત ઉપયોગ કરતા હોઈએ એના વિશે ઘણું આપણે જાણતા હોતા નથી.
યુટ્યૂબનું પણ એવું જ છે. તમારા સ્માર્ટફોનમાં સૌથી વધુ ઉપયોગ થતી એપ્સના મામલે કદાચ યુટ્યૂબ, ફેસબુક અને વોટ્સએપ વચ્ચે હરીફાઇ થતી હશે, તેમ છતાં, આ ત્રણેય વિશે આપણને રોજ કંઈક નવું જાણવા મળતું હોય એવું બની શકે.
એ સંદર્ભમાં, આ વખતે યુટ્યૂબ વિશેની તમારી ઘણી જિજ્ઞાસાઓ સંતોષાય (અને ઘણી નવી જાગે!) એવો પ્રયાસ કર્યો છે.
એ સિવાય હમણાં આપણી આસપાસ એવું ઘણું બની રહ્યું છે, જેના વિશે વિગતવાર સમજ કેળવવી જરૂરી છે. કોરોનાનો સામનો કરવા માટે ગૂગલ-એપલે કરેલી સહિયારી પહેલ, તેના વિશેની ગેરસમજો, આરોગ્ય સેતુ એપમાં ઉમેરાયેલાં નવાં પાસાં વગેરે બાબતો પણ આ અંકમાં આવરી લીધી છે.
આપના અભિપ્રાય આપતા રહેશો!
– હિમાંશુ
