વોટ્સએપ પર ઘણા લોકોને પોતાનો મેસેજ ટાઇપ કરવાની ઝંઝટમાં પડવાને બદલે વોઇસ મેસેજ રેકોર્ડ કરીને મોકલી દેવું સહેલું લાગતું હોય છે. આ સુવિધા હવે ટવીટર પર પણ મળશે.
અલબત્ત હાલમાં તેનો માત્ર આઇઓએસ માટેની ટવીટર એપમાં અમુક મર્યાદિત લોકોને મળી રહ્યો છે જે થોડા સમયમાં તમામ આઇઓએસ યૂઝર્સને મળશે. આ સુવિધા એન્ડ્રોઇડ અને વેબ વર્ઝન પર ક્યારે મળશે તેની સ્પષ્ટતા નથી. વોઇસ સ્પીચમાં પણ ફક્ત ૧૪૦ સેકન્ડનો ઓડિયો રેકોર્ડ કરવાની સગવડ મળશે. અલબત્ત આપણે બોલવાનું ચાલુ રાખીશું તો કોમન થ્રેડમાંની નવી ટવીટ તરીકે મેસેજ રેકોર્ડ થવાનું ચાલુ રહેશે.
ટવીટરમાં એવું પણ ફીચર ઉમેરાઈ રહ્યું છે જેને કારણે કોઈ વ્યક્તિ ટવીટરમાંના આર્ટિકલની લિંક ઓપન કર્યા વિના તેને રીટવીટ કરે તો સિસ્ટમ પહેલાં એ આર્ટિકલની લિંક ઓપન કરવાનું સૂચવશે. અલબત્ત ફક્ત લિંક ઓપન કરવાથી વ્યક્તિએ આર્ટિકલ વાંચ્યો એમ કહી ન શકાય!
