(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુટ્યૂબ પર સારી કમાણી કરતા યુટ્યૂબર્સ પાસેથી હેકર્સ ખંડણી માગવા લાગ્યા છે!

થોડા સમય પહેલાં, ‘સાયબરસફર’માં આપણે વાત કરી હતી કે પોતાની સાઇટ પર ગૂગલની જાહેરાત દર્શાવતા લોકોને હેકર્સ નિશાન બનાવવા લાગ્યા છે. હવે સમાચાર છે કે હેકર્સ યુટ્યૂબર્સ પર નિશાન તાકી રહ્યા છે!

ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિ પ્રમાણે ભારતમાં ૨૬.૫ કરોડ લોકો યુટ્યૂબ પર પોતાનું એકાઉન્ટ ધરાવે છે. આમાંનો બહુ મોટો વર્ગ યુટ્યૂબ પર પોતાના વીડિયો અપલોડ કરે છે. કોમેડી શો, રીવ્યૂ, ટોક શો, ડાન્સ કે સોંગ, વિવિધ પ્રકારની ટીપ્સ જેવું અનેક પ્રકારનું કન્ટેન્ટ યુટ્યૂબ પર સર્જાય છે.

આવી ચેનલ્સમાં ફોલોઅર્સની સંખ્યા લાખોથી માંડીને કરોડોમાં હોઈ શકે છે. ફોલોઅર્સની સંખ્યા જેમ વધુ તેમ યુટ્યૂબર્સને પોતાના વીડિયોમાંથી કમાણી કરવાની પણ તક વધુ. યુટ્યૂબ પર સારી એવી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા લોકો ઇન્ફ્યુઅન્સલ્સ તરીકે પણ ઓળખાય છે.

હવે આવા ધરખમ યુટ્યૂબર્સ સામે એક નવા પ્રકારનું જોખમ ઊભું થયું છે. ન્યુયોર્ક સ્થિત ઇન્ટસાઇટ્સ નામની એક સાયબર સિક્યુરિટી ફર્મના ધ્યાનમાં આવ્યું છે કે બહુ મોટા પ્રમાણમાં ફોલોઅર્સ ધરાવતા યુટ્યૂબ એકાઉન્ટ્સ હેક કરવામાં આવે છે અને પછી ડાર્ક વેબમાં તેની વિગતોની હરાજી કરવામાં આવે છે.

જે હેકર સૌથી ઊંચી બોલી લગાવીને હરાજી જીતે તે ઓરિજિનલ યુટ્યૂબરનું એકાઉન્ટ બ્લોક કરે છે અને પછી એકાઉન્ટ અનબ્લોક કરવા માટે યુટ્યૂબર સાથે ખંડણી માંગે છે. હવે યુટ્યૂબ ચેનલમાંથી સારી એવી કમાણી શક્ય બની હોવાથી આવા હેકિંગનો ભોગ બનેલા યુટ્યૂબર પોતાનું એકાઉન્ટ અનબ્લોક કરવા માટે રકમ ચૂકવવા તૈયાર થઈ જાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!