(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોનમાં વાઇ-ફાઇ ઓટોમેટિક  ઓન ન થવા દો

સામાન્ય રીતે ફોનમાં મોબાઇલ ડેટા ઓન હોય અને વાઇ-ફાઇ પણ ઉપલબ્ધ હોય ત્યારે વાઇ-ફાઇને અગ્રતા આપવામાં આવતી હોય છે. તમે ઇચ્છો તો ફોનમાં એવું સેટિંગ કરી શકો છો જેને કારણે તમે ઘરના કે ઓફિસના વાઇ-ફાઇ નેટવર્ક એરિયામાં દાખલ થાઓ એ સાથે ફોનમાં આપોઆપ વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઓન થાય.આ સુવિધા સામાન્ય રીતે કામની છે, પરંતુ તમે જ્યારે રાતના સમયે મોબાઇલ ડેટા અને વાઇ-ફાઇ બંને ઓફ કરીને શાંતિથી ઊંઘી જવા ઇચ્છતા હો ત્યારે આ સુવિધા નડતરરૂપ બની શકે છે. તમે વાઇ-ફાઇ ઓફ કરીને ઊંઘી જાઓ પરંતુ વાઇ-ફાઇ સિગ્નલ મળતાંવેત ફોન આપોઆપ તેને ફરી ઓન કરી દે! પરિણામે અડધી રાતે પણ ફોનમાં આવતા નોટિફિકેશન તમને ખલેલ પહોંચાડી શકે છે. તમને એન્ડ્રોઇડની આ સુવિધાનો ખ્યાલ ન હોય અને ફોનમાં વાઇ-ફાઇ આપોઆપ ચાલુ થઈ જતું હોય તો વધુ ગૂંચવણ રહે કારણ કે આપણે જાણતા હોઇએ કે આપણે વાઇ-ફાઇ ઓફ કર્યું છે એમ છતાં તે ઓન થઈ જવાથી અકળામણ અને ગૂંચવણ બંને થાય.

તમે ફોનમાં આ સુવિધા ઓન કે ઓફ કરવા માંગતા હો કે પછી ફક્ત તેની સ્થિતિ તપાસવા માગતા હો તો ફોનના સેટિંગ્સમાં નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ, તેમાં વાઇ-ફાઇ અને તેમાં વાઇ-ફાઇ પ્રેફરન્સીઝમાં જાઓ. અથવા સીધું જ વાઇ-ફાઇ પ્રેફરન્સીઝ સર્ચ કરી લો. અહીં તમે વાઇ-ફાઇ ઓટોમેટિક કનેક્ટ થાય એ સુવિધા ઓન કે ઓફ કરી શકો છો. એ સાથે અહીં જ તમે ઓપન પબ્લિક નેટવર્ક સાથે ઓટોમેટિકલી કનેક્ટ થવાની સુવિધા પણ મળશે. એ પણ તમે ઇચ્છો તો ઓફ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!