(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોટા ભાગની ટેક કંપનીઝમાં લાંબા સમય માટે વર્ક-ફ્રોમ-હોમ અપનાવી લેવાશે

ટેક્નોલોજી કંપનીઝમાં, વર્ક-ફ્રોમ-હોમની કોઈ નવાઈ નથી, પણ કોરોના વાઇરસ ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયો એ પછી બહુ લાંબા ગાળા માટે વર્ક-ફ્રોમ-હોમ અપનાવવા લાગી છે.

કોરોના ફેલાયા પછી પોતાના એમ્પ્લોઇ માટે વર્ક-ફ્રોમ-હોમનો અપનાવનારી કંપનીઓમાં ટ્વીટર મોખરે હતી. હવે ટ્વીટરે કહ્યું છે કે તેના જે એમ્પ્લોઇનું કંપનીમાંનું કામ એ પ્રકારનું હોય કે તે ઘરેખી કે ક્યાંયથી પણ કરી શકાય, તો એ એમ્પ્લોઈ હંમેશ માટે વર્ક-ફ્રોમ-હોમનો વિકલ્પ અપનાવી શકશે. ટવીટરે નિર્ણય કર્યો છે કે તેની લગભગ તમામ ઓફિસ સપ્ટેમ્બર પછી જ ખોલવામાં આવશે. એ પહેલાં કંપનીના સ્ટાફ માટે બિઝનેસ ટ્રાવેલ પણ બંધ રહેશે. ટવીટર કંપનીએ ૨૦૨૦ના આખા વર્ષ દરમિયાન, બધી કંપની ઇવેન્ટ્સ રદ કરી દીધી છે.

ગૂગલ અને ફેસબુક, બંને કંપનીએ પોતાના એમ્પ્લોઇઝને ૨૦૨૦ના આખા વર્ષ દરમિયાન પોતાના ઘરેથી જ કામ કરવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

અહેવાલો અનુસાર, ફેસબુક તેની બધી ઓફિસ ૬ જુલાઈ સુધી બંધ રાખશે અને ત્યાર પછી સરકારની સૂચનાઓ અને સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓફિસ ખોલવી કે નહીં તેનો નિર્ણય કરશે. ફેસબુકે વર્ષ ૨૦૨૧ની તેની બધી મેજર ઇવેન્ટ્સ રદ કરી છે.

દરમિયાન ગૂગલે, વર્ષ ૨૦૨૦ દરમિયાન વધુ લોકોને નોકરી આપવાની પ્રક્રિયા ધીમી કરી દેવાનો નિર્ણય કર્યો છે.

ભારતની ટીસીએસ કંપનીએ આવતાં પાંચ વર્ષમાં તેનો ૭૫ ટકા સ્ટાફ પોતાના ઘરેથી જ કામ કરી શકે તે દિશામાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!