(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વીડિયો કોલિંગ માટે ‘ગૂગલ મીટ’ સર્વિસ હવે ફ્રી!

કોરોના વાઇરસને પગલે અચાનક આખી દુનિયા જાણે ડિજિટલ બની ગઈ હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

એ સાથે વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસના મામલે રીતસર ધમાધમી મચી પડી છે! ઝૂમના ઉપયોગમાં ઉછાળો આવતાં અને તેમાં સલામતી વિશે ચિંતાઓ ઉઠતાં બીજી દરેક મોટી કંપની આ ક્ષેત્રમાં પોતાની હાજરી મજબૂત કરવા મથી રહી છે. વીડિયો કોન્ફરન્સિંગ માટે ગૂગલ સંખ્યાબંધ વિકલ્પો આપે છે અને હવે તેણે તેની ‘મીટ’ નામની સર્વિસ ફ્રી કરી દીધી છે. ગૂગલનું એકાઉન્ટ (એટલે કે જીમેઇલનું એકાઉન્ટ) ધરાવતી કોઈ પણ વ્યક્તિ હવે ‘મીટ’નો મફત ઉપયોગ કરી શકે છે.

મફત એકાઉન્ટમાં ૧૦૦ વ્યક્તિ સાથે અને ૬૦ મિનિટની મર્યાદામાં વીડિયો કોલિંગ થઈ શકે છે. સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૦ સુધી આ મર્યાદા નથી. ફ્રી સર્વિસમાં સ્ક્રીન શેરિંગની સગવડ મળે છે. તેનો ઉપયોગ પીસી અને સ્માર્ટફોન બંનેમાં થઈ શકે છે. લેપટોપમાં https://meet.google.com/ પર જઈને અથવા સ્માર્ટફોનમાં ‘ગૂગલ મીટ’ એપ ઇન્સ્ટોલ કરી, ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થઈને મીટિંગ હોસ્ટ કરી શકો છો. એ સાથે મીટિંગનો એક કોડ મળે છે, જેને તમે અન્ય સાથે શેર કરી શકો. એ વ્યક્તિ આ એપ ઇન્સ્ટોલ કરી, ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન મીટિંગમાં જોડાવા તમને રીક્વેસ્ટ મોકલી શકે છે.

તમે ઇચ્છો તો તેને મીટિંગમાં સામેલ કરી શકો છો. ગૂગલ ભારપૂર્વક કહે છે કે આ સર્વિસમાં યૂઝર્સની સિક્યોરિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!