અંગ્રેજી ભાષા, શબ્દો, તેના ઉચ્ચારો, લખાણોમાં તેના ઉપયોગ અને ઇતિહાસ માટે સૌથી અધિકૃત અને સૌથી પ્રમાણભૂત ગણાતી ઓક્સફર્ડ ડિક્શનરીનો પહેલો ભાગ- ફેસિકલ- પ્રકાશિત થયો.
ત્યાં સુધી અંગ્રેજી ભાષાા આધારભૂત અને સર્વસમાવેશક શબ્દકોશનો અભાવ હતો. લંડનની ફિલોલોજિકલ (ભાષાશાસ્ત્રને લગતી) સોસાયટીએ ઇ.સ.૧૮૫૭માં પહેલી વાર ઇ.સ.૧૧૫૦થી અંગ્રેજી ભાષાના તમામ શબ્દો ધરાવતી ૪ ખંડ અને ૬,૪૦૦ પાનાંની ડિક્શનરીની યોજના ઘડી ત્યારે એ કામ ૧૦ વર્ષમાં પૂરું કરવાની તેમની ધારણા હતી. પરંતુ એ મહાકાર્ય ૧૦ ખંડ અને આશરે ૪૪ વર્ષ સુધી લંબાયું. તેમાં ચારેક લાખ શબ્દોનો સમાવેશ થતો હતો. ૧૯૩૩થી તેમાં નિયમિત રીતે ઉમેરાની કામગીરી શરૂ થતાં હાલમાં ઓક્સફર્ડ ડિક્શનરી ૫૦ લાખથી પણ વધારે શબ્દોનું ભંડોળ ધરાવે છે અને ઓનલાઇન તથા ડીવીડી પર ઉપલબ્ધ છે.

