(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે પ્લેનમાં પણ વાઇ-ફાઇઃ કરો વર્ક-ફ્રોમ-એર!

હવે થોડા જ સમયમાં આપણને પ્લેનમાં પણ વાઇ-ફાઇની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતાં લેપટોપ, ટેબલેટ કે સ્માર્ટફોનમાં કામ કરી શકાશે.

અત્યારે તો આખા વિશ્વમાં કોરોના વાઇરસના હાહાકારને પગલે, અન્ય ઉદ્યોગોની સાથે એવિએશન ઇન્ડસ્ટ્રી ભીંસમાં મૂકાઈ ગઈ છે, પણ ભારતમાં જો તમારે વારંવાર હવાઈ મુસાફરી કરવાની થતી હોય તો તમારે માટે એક આનંદના સમાચાર છે – હવે પ્લેનમાં પણ વાઇ-ફાઇ ઉપલબ્ધ થવા લાગશે!

આ સમાચારમાં તમને બે કારણસર રસ પડી શકે.  એક, જો તમે વારંવાર પ્લેનમાં મુસાફરી કરી શકતા હો અને બીજું તમારામાં ઠાંસોઠાંસ કુતૂહલ ભર્યું પડ્યું હોય!

વારંવાર હવાઈ મુસાફરી કરવાની થતી હોય તો દેખીતું છે તે તમને ફ્લાઇટમાં પણ ઓફિસ સાથે કનેક્ટેડ રહેવાની વાતમાં રસ પડે. એ સિવાય, હવામાં ઊડતા પ્લેનમાં એટલી ઊંચાઈએ ઇન્ટરનેટ કનેક્ટિવિટી કેવી રીતે સંભવ બને એ જાણવામાં પણ તમને રસ પડી શકે.

ભારતમાં અત્યાર સુધી, વિમાનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ નહોતી. ઉલ્ટાનું ફ્લાઇટ ટેક ઓફ કરવાની તૈયારીમાં હોય ત્યારે એર હોસ્ટેસ તરફથી આપણે ખાસ કહેવામાં આવે કે તમારા સ્માર્ટફોન કે અન્ય મોબાઇલ ડિવાઇસને એરપ્લેન મોડમાં મૂકી દો, જેથી પ્લેનના પાઇલટ અને ગ્રાઉન્ડ પરના એર ટ્રાફિક કંટ્રોલ ટાવર વચ્ચેના કમ્યુનિકેશનમાં અવરોધ ન થાય.

હવે આ સ્થિતિ બદલાશે. ભારતની એરલાઇન્સ કંપની વિસ્તારા નેલ્કો કંપનીના સહયોગમાં પોતાની ફ્લાઇટસમાં ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી આપવાનું શરૂ કરશે.

ટેલિકોમ કમિશને પ્લેનમાં વાઇ-ફાઇ સર્વિસીઝના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. હવે ભારતની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન કંપનીઝ પોતાના પેસેન્જર્સને પ્લેનમાં પણ વાઇ-ફાઇની મદદથી ઇન્ટરનેટ એક્સેસ કરવાની સુવિધા આપી શકશે.

ભારતમાં ટેલિકમ્યુનિકેશન્સ સંબંધિત બાબતોની સર્વોચ્ચ સરકારી સંસ્થા ટેલિકોમ કમિશને પ્લેનમાં વાઇ-ફાઇ સર્વિસીઝના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. આનો અર્થ એ થયો કે થોડા સમયમાં ભારતમાં કાર્યરત ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન કંપનીઝ પોતાના પેસેન્જર્સને પ્લેનમાં પણ વાઇ-ફાઇની મદદથી ઇન્ટરનેટ એક્સેસ કરવાની સુવિધા આપી શકશે.

સામાન્ય રીતે, આપણે પ્લેનમાં મુસાફરી કરીએ ત્યારે પ્લેન ટેક ઓફ કરી લે તે પછી ગણતરીની મિનિટોમાં આપણા ફોનમાં કોઈ કનેક્ટિવિટી મળતી હોતી નથી, પરંતુ પ્લેનની કોકપિટ અને જમીન પરના એર કંટ્રોલ ટાવર વચ્ચેના કમ્યુનિકેશનમાં કોઈ અવરોધ ઊભો ન થાય એ માટે હવાઈ મુસાફરી દરમિયાન સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ હતો.

હવે થોડા સમયમાં એવું બનશે કે આપણે પ્લેન ટેક ઓફ થયા પછી ફોન બંધ નહી કરવો પડે અને સ્માર્ટફોનમાં અથવા લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવીને પોતાના ઇમ્પોર્ટન્ટ કામ સહેલાઇથી પતાવી શકીશું. અલબત્ત આમાં બે વાત ધ્યાને રાખવા જેવી છે પહેલી વાત એ છે કે પ્લેનમાં વાઇ-ફાઇ એ એરપોર્ટ, રેલવે સ્ટેશન કે કોઈ મોલમાં મળતાં વાઇ-ફાઈ કરતાં બિલકુલ અલગ બાબત છે. આ એક ખાસ્સી મોંઘી ટેકનોલોજી છે અને એવી પૂરી શક્યતા છે કે પોતાની ફ્લાઇટમાં વાઇ-ફાઇની સગવડ આપતી એરલાઇન એ માટે તેણે કરવા પડતાં વધારાના ખર્ચનો બોજો પેસેન્જર્સના માથે નાખશે.

જોકે આપણે તો અહીં આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે તેના પર ફોકસ કરીએ.


લગભગ ૩૦૦૦૦-૩૫૦૦૦ ફીટની ઊંચાઇએ, ખરેખર ‘વિમાનવેગે’ (!) ઊડતા પ્લેનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનાં સિગ્નલ્સ પહોંચાડવાં સહેલું કામ નથી. આ કામ મુખ્યત્વે બે પદ્ધતિથી કરવામાં આવે છેઃ એક, એર-ટુ-ગ્રાઉન્ડ ટ્રાન્સમિશન અને બીજી, સેટેલાઇટ દ્વારા.

એર-ટુ-ગ્રાઉન્ડ ટ્રાન્સમિશન : જેમ આપણે કાર કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણા સ્માર્ટફોનમાં નજીકના સેલ ટાવરનાં સિગ્નલ્સ પકડી શકીએ છીએ એ જ રીતે, હવામાં ઊડતાં પ્લેન જમીન પરના, સૌથી નજીકના એટીજી નેટવર્કના ટાવર્સનાં સિગ્નલ્સ પકડી શકે છે. પ્લેનના નીચેના ભાગમાં આ સિગ્નલ્સ ઝીલવા માટેનાં એન્ટેના ફિટ કરવામાં આવે છે.

સેટેલાઇટ ટ્રાન્સમિશનઃ જ્યારે પ્લેન જમીનને બદલે મહાસાગર પરથી ઊડી રહ્યું હોય ત્યારે તેને એટીજી ટાવર નેટવર્કનાં સિગ્નલ્સ મળી શકતાં નથી. આવે સમયે, પ્લેનમાં સેટેલાઇટસ દ્વારા ઇન્ટરનેટ સિગ્નલ્સ મળી શકે છે. તેને ઝીલવા માટે પ્લેનના ઉપરના ભાગમાં એન્ટેના ફિટ કરેલ હોય છે.

જ્યારે પ્લેન જમીનને બદલે મહાસાગર પરથી ઊડી રહ્યું હોય ત્યારે તેને એર-ટુ-ગ્રાઉન્ડ ટાવર નેટવર્કનાં સિગ્નલ્સ મળી શકતાં નથી. આવે સમયે, પ્લેનમાં સેટેલાઇટસ દ્વારા ઇન્ટરનેટ સિગ્નલ્સ મળી શકે છે.

આ બંને સ્થિતિમાં ઇન્ટરનેટ સિગ્નલ્સ મેળવ્યા પછી એરપ્લેનમાંનું રાઉટર હોટસ્પોટ તરીકે કામ કરે છે અને પેસેન્જર્સ તેની સાથે પોતાના સાધનને કનેક્ટ કરી શકે છે.  ભારત સરકારે કરેલી જાહેરાત મુજબ, ભારતની એરલાઇન્સમાં પેસેન્જર્સને ઇન-ફ્લાઇટ વાઇ-ફાઇ સર્વિસ આપવાનો કંટ્રોલ ફ્લાઇટના મેઇન કેપ્ટન પાસે રહેશે. સરકારના આદેશ અનુસાર, પ્લેન ટેકઓફ પછી હવામાં નિશ્ચિત ઊંચાઈએ પહોંચીને આગળ વધવા લાગે ત્યારે પછી કેપ્ટન વાઇ-ફાઇ સ્વિચ-ઓન કરી શકશે.

હવામાન સાનુકૂળ ન હોય ત્યારે કેપ્ટન વાઇ-ફાઇ બંધ પણ કરી શકે છે. ઉપરાંત, ઇન-ફ્લાઇટ વાઇ-ફાઇની સુવિધા આપતા દરેક પ્લેન માટે નિશ્ચિત પ્રમાણપત્ર મેળવવું પડશે.

મુસાફરો પોતાના લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટવોચ કે ઇ-રીડરક વગેરેને ફ્લાઇટ કે એરપ્લેન મોડમાં રાખીને પછી તેમાં વાઇ-ફાઇનો ઉપયોગ કરી શકે છે.

એરપ્લેન મોડમાં ફોનની બધી કનેક્ટિવિટી બંધ થાય એ વાત સાચી, પણ એ મોડમાં પણ વાઇ-ફાઇ કનેક્ટ કરી શકાય, ટ્રાય કરી જુઓ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!