(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘સાયબરસફર’નું નવું સ્વરૂપ!

આપણો ફેવરિટ બેટ્સમેન ક્રીઝ પર હોય, તેનો સ્કોર ૯૭ રનના આંકડે પહોંચી ગયો હોય, ક્યારે સદી થાય એની ઘડીઓ ગણાઈ રહી હોય… અને અચાનક વરસાદ પડે, મેચ થંભી જાય તો?!

‘સાયબરસફર’ સાથે એવું જ થયું!

સતત આઠ વર્ષથી નિયમિત રીતે પ્રકાશિત થતા અંકોનો આંક ૯૭ને પાર કરી ગયો, ત્યાં કોરોના વાઇરસ અને તેના પગલે લોકડાઉનનું ગ્રહણ આવતાં મેચ અટકી પડી!

અલબત્ત આપણા મૂળ વિષય મુજબ, જેમ કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કંઈક ખરાબી સર્જાય, આપણી ધારી રીતે કામ ન થાય ત્યારે સૌથી અસરકારક રસ્તો તેને રીસ્ટાર્ટ કરવાનો હોય છે. એમ, આ સમય આપણા વાસ્તવિક જીવનને રીબૂટ કે રીસ્ટાર્ટ કરવાનો છે. જે કંઈ ખામીઓ હોય તેને સુધારી લેવા માટે, એકડેએકથી શરૂઆત કરવાનો સમય! એ પછી જે સર્જન થાય એ ચોક્કસ અગાઉ કરતાં સારું જ હોય!

એ ન્યાયને અમે ‘સાયબરસફર’ને નવું, ડિજિટલ અને ઇન્ટરએક્ટિવ સ્વરૂપ આપ્યું છે. અલબત્ત, આ સાવ નવી વાત નથી. ‘સાયબરસફર’ને આ સ્વરૂપ છેક૨૦૧૨થી જ મળી ગયું હતું, પણ પાઇરસીને કારણે તેને અટકાવવું પડ્યું હતું.

આપને આ નવું સ્વરૂપ કેવું લાગ્યું તે જરૂર જણાવશો!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!