(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જિજ્ઞાસાને જીવતી રાખવી હોય તો…

ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! જુદા જુદા લેખ વાંચતી વખતે જો તમારું ધ્યાન ખેંચાયું હોય તો તમે જોયું હશે કે લગભગ દરેક પેજમાં નીચે એક એક લિંક આપેલી છે. તેના છેડે લખેલી ચીજવસ્તુ આપણી રોજબરોજના ઉપયોગની છે, પણ એ કેવી રીતે બને છે એ વિશે આપણે લગભગ અજાણ છીએ.

ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલ-કોલેજના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, મા-બાપ ને છોકરાં સૌ કોઈ કહેવાતા શિક્ષણથી તોબા તોબા પોકારી ઊઠે અને મલ્ટિપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે. આ ગાળામાં એક્સ્ટ્રા એક્ટિવિટીનો બિઝનેસ બરાબર ફૂલે ફાલે, પણ ભણવાની વાત કરો તો સૌ નાકનું ટીચકું ચઢાવે.

આ લખનાર સહિત, આપણે આપણી જિજ્ઞાસા નક્કી મારી નાખી છે, નહીંતર, આઇસક્રીમનો કોન ખાતી વખતે ‘આ કોન કેવી રીતે બનતો હશે?’ એવો સવાલ કેમ જાગતો નહીં હોય? આઇપીએલમાં બેટ્સમેન ચોગ્ગો મારે ત્યારે દડો બાઉન્ડરી પર પહોંચે એ સાથે ત્યાં મૂકેલા એલસીડી સ્ક્રીન પર જાહેરાત ઝબૂકવા લાગે એ જોઈને, એલસીડી સ્ક્રીન કેમ અને કેવા રો મટીરિયલમાંથી બનતા હશે એવું કુતૂહલ કેમ જાગતું નહીં હોય?

આવા સવાલો કદાચ ઊઠતા પણ હશે, પણ ઉડાઉ, ઉપરછલ્લા કે અધકચરા જવાબો સાંભળી સાંભળીને આપણે સવાલો કરવાનું છોડી દીધું હોય એવું પણ બને!

હવે તમે આ સ્થિતિ ઊલટાવી શકો છો, આ વેકેશનમાં. www.madehow.com સાઇટ પર જગતભરની અસંખ્ય ચીજવસ્તુઓ કેવી રીતે બને છે એની પાર વગરની માહિતીનો ભંડાર ભર્યો છે. નાના દીકરા કે દીકરીની જિજ્ઞાસા સારી રીતે સંતોષવા માગતાં મમ્મી-પપ્પાથી માંડીને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ કે નિવૃત્ત થયા પછી પણ શિક્ષકપણું જાળવી રાખનારા અધ્યાપકો સુધીના સૌ કોઈને મજા પડી જાય એટલી વિગતવાર માહિતી આ સાઇટ પર છે. અહીં સંખ્યાબંધ ચીજવસ્તુઓનો ઇતિહાસ, એને બનાવવા માટે જરૂરી રો મટીરિયલ, ઉત્પાદનની પ્રક્રિયાની સાદી સમજ તેમ જ વધારાના સંદર્ભ આપવામાં આવ્યા છે. બોલબેરિંગ વિશેના લેખના અંતે એક એન્જિનિયરિંગના સ્ટુડન્ટ અને બોલબેરિંગ કંપનીમાં તાજા જ જોડાયેલા એવા બે ભારતીય વાચકોએ લખ્યું છે કે આ લેખ એમને બહુ ઉપયોગી લાગ્યા!

તો મેગેઝિન રિવાઇન્ડ કરો અને સંખ્યાબંધ ચીજવસ્તુની રસપ્રદ વિગતોમાં ડૂબકી લગાવો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!