(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવું વર્ષ હંમેશા નવા વિચારો અને નવો ઉત્સાહ લઈને આવતું હોય છે.

આ વખતની કવરસ્ટોરી એ દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સામાન્ય રીતે જે સફળ થાય, ટોચ પર પહોંચી જાય, એમાં કોઈ પ્રકારના ફેરફાર કરવાનું જોખમ કોઈ ઊઠાવતું નથી. બોલિવૂડ કે ક્રિકેટ બધએ એક સરખી ફોર્મ્યુલા પકડી રાખવાનો મહિમા છે.ગૂગલે જીમેઇલને ટોચ પર પહોંચાડ્યા પછી તેમાં ધરમૂળથી પરિવર્તન કરવાનું જોખમ લીધું છે (અલબત્ત, જૂના જીમેઇલને જાળવી રાખીને જોખમ લગભગ નાબૂદ કર્યું છે!). આપણે ઇનબોક્સનો ઉપયોગ કરીએ કે ન કરીએ, ઘરેડમાં ચાલવાના બદલે, કંઈક જુદું, કોઈએ વિચાર્યું ન હોય એવું કરવાનો આમાંથી બોધપાઠ જ‚રુર લેવા જેવો છે.

આ અંકમાં ઇન-એપ્સ પરચેઝના એક મહત્ત્વના મુદ્દાને પણ આવરી લીધો છે – સાધનો વધતાં જાય છે, તેનો ઉપયોગ વધતો જાય છે, પણ કેટલીક નાની નાની વાતની કાળજી લેવામાં ન આવે તો એ ભૂલ મોંઘી પડી શકે છે.

આ અંકની બીજા એક રસપ્રદ પાસા તરફ તમારું ધ્યાન દોરું – અહીં ઇનબોક્સ જેવી એકદમ લેટેસ્ટ સગવડની તલસ્પર્શી વાત છે તો બીજી તરફ, ‘ફેસબુક જેવી સર્વિસનો ઉપયોગ કરવા માટે કેટલું ભાડું ચૂકવવું પડે?’ એવા બિલકુલ પાયાના પ્રશ્નનો જવાબ પણ છે. અત્યારનો સમય બહુ લાક્ષણિક છે – સમાજનો એક આખો વર્ગ ઇન્ટરનેટને જાણે બરાબર પચાવી ગયો છે, તો સામે એક બહુ મોટો નવો વર્ગ એવો ઊભો થઈ રહ્યો છે જે ઇન્ટરનેટના બિલકુલ નવા નવા સંપર્કમાં આવી રહ્યો છે.

‘સાયબરસફર’માં બંને વર્ગની જિજ્ઞાસા અને પ્રશ્નોને સંતોષવાનો પ્રયાસ થાય છે. આપ આપના અભિપ્રાય આપતા રહેશો તો મેગેઝિનની દિશા વધુ સ્પષ્ટ થશે!

હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!