કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!
આગળ શું વાંચશો
- ઈન્ટરનેટ પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ નહીં પણ સીધી ઓપન કરવી હોય તો?
- વોટ્સઅેપમાં પ્રોફાઈલ પિકચર અે સ્ટેટ્સ કેવી રીતે બદલાય?
- મોબાઈલ કેમેરામાં આવતી એચડીઆર ટેકનોલોજી શું છે?
- એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે કરવો?
- બે પીસી એકબીજા સાથે કેવી રીતે જોડી શકાય
સવાલ મોકલનારઃ વિનોદભાઈ અગ્રવાલ, ફતેપુરા, દાહોદ
આપણા પીસીમાં વિન્ડોઝ એક્સપ્લોરરની મદદથી આપણે જુદી જુદી ડ્રાઈવમાંનાં વિવિધ ફોલ્ડર્સ અને ફાઈલ્સ બહુ સહેલાઈથી મેનેજ કરી શકીએ છીએ. તેની સરખામણીમાં એન્ડ્રોઈડમાં આ કામ જરા મુશ્કેલ છે કેમ કે એન્ડ્રોઈડમાં બાય ડિફોલ્ટ કોઈ ફાઈલ મેનેજર એપ હોતી નથી, પરંતુ મોટા ભાગની ફોન ઉત્પાદક કંપની પોતાના ફોનમાં ફાઈલ મેનેજર એપ આપતી હોય છે, જે સરેરાશ વપરાશકાર માટે પૂરતી સગવડ આપે છે. જો તમે વધુ સારી સુવિધાઓ ઈચ્છતા હો તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઈએસ ફાઈલ એક્સપ્લોરર જેવી ફ્રી એપ ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઈડમાટે આ કદાચ સૌથી લોકપ્રિય ફાઈલ મેનેજમેન્ટ એપ છે અને તે ફ્રી પણ છે. આવી બીજી પણ ઘણી ફ્રી એપ ઉપલબ્ધ છે.
આપણી આવી કોઈ વધારાની એપ વિના, આપણા ફોનમાં પહેલેથી સામેલ ‘માય ફાઇલ’ કે ‘ફાઇલ મેનેજર’ જેવી એપ (ફોનની કંપની અનુસાર આ એપનું નામ જુદું જુદું હોઈ શકે છે)ની મદદથી આપણી ફાઇલ્સ કે ફોલ્ડર મેનેજ કરવાનું સમજીએ.
સૌથી પહેલાં એન્ડ્રોઈડમાં ફાઈલ મેનેજમેન્ટ અને ફોલ્ડર સ્ટ્રકચરની કેટલીક પાયાની વાતો સમજી લઈએ. એન્ડ્રોઈડમાં ઈન્સ્ટોલ થયેલી ઓપરેટિંગ સિસ્ટમ અને વિવિધ એપ્સની જરૂરીયાત મુજબ સંખ્યાબંધ ફોલ્ડર્સ આપોઆપ ક્રિયેટ થયેલાં હોય છે. વિવિધ એપ્સ યોગ્ય રીતે ચાલે એ માટે આ ફોલ્ડર્સ ડિલિટ ન કરવાં જોઈએ. તમારો એન્ડ્રોઈડ ફોન મેન્યુફેકચરર કંપની દ્વારા લોક્ડ હશે તો તેની ઓપરેટિંગ સિસ્ટમ સંબંધિત મહત્વના ફોલ્ડર્સમાં આપણે કશા ફેરફાર કરી શકીશું નહીં એટલે ભૂલથી કોઈ કામનું ફોલ્ડર ડિલિટ થઈ જવાનો ડર રહેતો નથી.
એ નોંધવું જરુરી છે કે એન્ડ્રોઈડની ફાઈલ સિસ્ટમ આપણા પીસી કરતાં જરા જુદી હોય છે.
આપણે ‘માય ફાઇલ’ કે ‘ફાઇલ મેનેજર’ પર ક્લિક કરીએ એટલે તેમાં બે વિભાગ જોવા મળે :
- એક્સટર્નલ સ્ટોરેજ : અહીં આપણે જે એક્સ્ટ્રા મેમરી કાર્ડ ફોનમાં નાખેલ હોય તેની વિગતો જોવા મળે.
- ઇન્ટર્નલ સ્ટોરેજ : અહીં ફોનમાં જ સામેલ સ્ટોરેજની વિગતો જોવા મળે.
હવે એ સમજીએ કે એન્ડ્રોઇડ કઈ વસ્તુ ક્યાં સ્ટોર કરે છે. આપણે ફોનના સેટિંગ્સમાં ‘સ્ટોરેજ’ વિભાગમાં જઈને એ નક્કી કરી શકીએ છીએ કે ફોનમાં જે કંઈ નવું ઉમેરાય તે બાય ડિફોલ્ટ ક્યાં સ્ટોર થવું જોઈએ – ફોનના સ્ટોરેજમાં કે એસડી કાર્ડમાં? ફોનની મેમરી ઓછી હોય તો આપણે અહીં એસડી કાર્ડ વિકલ્પ પસંદ કરવો જોઈએ.
એક સાદા ઉદાહરણથી આ વાત સમજીએ. સૌથી પહેલાં, સ્ટોરેજમાં ડિફોલ્ટ રાઇટ ડિસ્ક તરીકે ફોન સ્ટોરેજ પસંદ કરો અને કોઈ ફોટોગ્રાફ લો. પછી ડિફોલ્ટ રાઇટ ડિસ્ક તરીકે એસડી કાર્ડ પસંદ કરો અને ફરી બીજો કોઈ ફોટોગ્રાફ લો. હવે ફાઇલ મેનેજરમાં ઇન્ટર્નલ સ્ટોરેજમાં જઈને જોશો તો ‘ડીસીમ’ લખેલા ફોલ્ડરમાં પહેલો ફોટોગ્રાફ દેખાશે. એ જ રીતે, એક્ટર્નલ સ્ટોરેજમાં પણ ડીસીમ ફોલ્ડર તપાસશો તો આપણે ડિફોલ્ટ રાઇટ ડિસ્ક બદલ્યા પછી લીધેલો બીજો ફોટોગ્રાફ દેખાશે.
આમ, એન્ડ્રોઇડ બંને સ્ટોરેજમાં ફોલ્ડર પોતાની મેળે બનાવે છે, પણ પછી આપણી સૂચના મુજબ જુદી જુદી બાબત, જે તે સ્ટોરેજના સંબંધિત ફોલ્ડરમાં સેવ કરે છે. આ રીતે ફોટોગ્રાફ, વીડિયો વગેરે બધું જે તે ફોલ્ડરમાં સેવ થતું રહે છે. આપણે તેનું ફાઇલ નેમ બદલવું હોય કે નવું કોઈ ફોલ્ડર બનાવીને તેમાં સેવ કરવું હોય તો એ માટે ફાઇલ મેનેજરમાં, સંબંધિત સ્ટોરેજમાં જઈ, નવું ફોલ્ડર ક્રિએટ કરવાની નિશાની ક્લિક કરવાની રહે.કોઈ ફાઇલને એકમાંથી બીજા ફોલ્ડરમાં લઈ જવી હોય તો એ ફાઇલને લાંબો સમય પ્રેસ કરતાં તે સિલેક્ટ થશે (આપણે એક સાથે એકથી વધુ ફાઇલ્સ સિલેક્ટ કરી શકીએ છીએ). પછી તેને કોપી કે કટ કરીને બીજા ફોલ્ડરમાં સેવ કરી શકીએ છીએ.
જેમ કે તમે એસડી કાર્ડમાં ‘મ્યુઝિક લાઇબ્રેરી’ નામે એક નવું ફોલ્ડર બનાવી લો અને તેની અંદર તમારી પસંદ અનુસાર, જૂનાં ગીતો, નવાં ગીતો, ભજન વગેરેનાં સબફોલ્ડર બનાવી લો. હવે તમે ફાઇલ મેનેજરમાં જઈને કોઈ પણ ફોલ્ડર, સબફોલ્ડરમાં જઈને ફાઇલ પસંદ કરી ક્લિક કરશો તો ત્યાંથી પણ એ ફાઇલ પ્લે કરી શકાશે અને મ્યુઝિકની એપ ઓપન કરીને તેમાં પણ જે તે ફોલ્ડરમાં જઈને ગીત પ્લે કરી શકશો. એપમાંથી મ્યુઝિક પ્લે કરવાનો ફાયદો એ રહેશે કે અહીંથી તમે ઇચ્છો તો જે તે ફોલ્ડરમાંનાં તમામ ગીતો એક પછી એક આપોઆપ વાગતાં રહે એવું થઈ શકે છે.
આમ તો મ્યુઝિકની વિવિધ એપ્સમાં આપણી પસંદ અનુસાર પ્લેલિસ્ટ તૈયાર કરવાની સગવડ મળે છે. આથી મ્યુઝિક લાઇબ્રેરીના મુખ્ય ફોલ્ડરમાં તમામ ગીતો ભરી દઈએ અને પછી પસંદગીની મ્યુઝિક એપની મદદથી જૂનાં-નવાં, ગીત, ભજન-ગઝલ વગેરેનાં પ્લેલિસ્ટ તૈયાર કરીએ એવું પણ થઈ શકે છે.
એન્ડ્રોઇડમાં ફાઇલ-ફોલ્ડરનું સરળ મેનેજમેન્ટ કરવું હોય તો એરડ્રોઇડ નામની એક એપ ઉપયોગી નીવડશે. તેની મદદથી તમે સ્માર્ટફોનની બધાં ફાઇલ-ફોલ્ડર કમ્પ્યુટરના સ્ક્રીન પર જોઈ શકશો અને નવાં ફોલ્ડર બનાવવાં, ફાઇલ કે ફોલ્ડરની સ્માર્ટફોનમાં કે પછી પીસી-ફોન વચ્ચે હેરફેર કરવી વગેરે બધાં કામ ઘણી સરળતાથી કરી શકશો. એરડ્રોઇડ વિશે ‘સાયબરસફર’ના ડિસેમ્બર ૨૦૧૩ અંકમાં વિગતવાર માહિતી આપી છે.
એપના સંદર્ભે વાત કરીએ તો આપણે જે એપ ડાઉનલોડ કરીએ તે, આપણી સૂચના મુજબ ફોનના મેમરી કાર્ડમાં ઇન્સ્ટોલ થાય છે (કેટલીક ભાગ ફક્ત ઇન્ટર્નલ સ્ટોરેજમાં જ ઇન્સ્ટોલ થઈ શકે છે એ યાદ રાખશો). તે દરેક એપના ડેટાની જરૂરિયાત મુજબ તેનાં ફોલ્ડર મેમરી કાર્ડમાં આપોઆપ બની જાય છે. જો તમારા ફોનમાં કોઈ એપ ફોનના સ્ટોરેજમાં ઇન્સ્ટોલ થઈ હોય તો ‘મૂવટુએસડીકાર્ડ’ જેવી કોઈ એપ ઇન્સ્ટોલ કરીને તેની મદદથી એ એપને (જો શક્ય હોય તો) ફોનના મેમરી કાર્ડમાં મોકલી શકાય છે.
ઇન્ટરનેટ પરથી પીડીએફ ફાઇલ ડાઉનલોડ નહીં પણ સીધી ઓપન કરવી હોય તો?
– પવન પટેલ, અમદાવાદ
“ઇન્ટરનેટ પરથી પીડીએફ ફાઈલ ખોલતાં સીધી ડાઉનલોડ થઈ જાય છે, જે ફક્ત ઓપન થાય તે માટે ક્યા પ્રકારનાં સેટિંગ્સ કરવાં પડે?
ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર તથા અન્ય સંખ્યાબંધ બ્રાઉઝર્સમાં આપણે પીડીએફ કેવી રીતે જોઈ કે ડાઉનલોડ કરી શકીએ તેનાં સેટિંગ અવારનવાર બદલાતાં રહે છે. થોડાં સમય પહેલાં એવી સ્થિતિ હતી કે, મોટા ભાગનાં બ્રાઉઝર્સ એડોબ કંપનીના પીડીએફ પ્લગ-ઈનનો ઉપયોગ કરતાં હતાં જેને કારણે આપણે ઇન્ટરનેટ પર સર્ચ કરતી વખતે કે કોઈ પણ વેબ પેજ પર આપેલી પીડીએફ ડોક્યુમન્ટની લિન્ક પર ક્લિક કરીએ તો પહેલાં એ પીડીએફ ફાઈલ જે તે બ્રાઉઝરમાં જ ઓપન થાય, આપણે તેને જોઈ તપાસી શકીએ અને પછી ઇચ્છીએ તો તેને ડાઉનલોડ કરીને આપણા કમ્પ્યુટરમાં સેવ કરી શકીએ તેવી સગવડ રહેતી હતી.
પરંતુ એડોબનું પીડીએફ પ્લગ-ઈન આખરે તો એડોબ કંપનીની માલિકીનું હોવાથી છેલ્લા થોડા સમયથી લગભગ બધાં બ્રાઉઝરનાં લેટેસ્ટ વર્ઝનમાં એડોબના પ્લગ-ઈનને બદલે જે તે બ્રાઉઝરે પોતે ડેવલપ કરેલા પીડીએફ પ્લગ-ઈનનો ઉપયોગ શરૂ થયો. ફાયરફોક્સના ૧૯ અને તે પછીના તથા ક્રોમના ૮ પછીના વર્ઝનમાં એવું થયું કે આપણા જે તે બ્રાઉઝરમાંનું એડોબ પ્લગ-ઈન આપોઆપ ડિસેબલ થાય અને તેને બદલે જે તે બ્રાઉઝરનું નેટિવ પ્લગ-ઈન ઇનેબલ થાય.
જોકે આમાં બધાં બ્રાઉઝરને ધારી સફળતા મળી નથી. બ્રાઉઝરનાં પ્લગ-ઈન પીડીએફની બધી ખાસિયતોને સપોર્ટ કરતાં હોતાં નથી અથવા તો એડોબની ખાસિયત જેવી બીજી કોઈ સગવડ આપતાં હોય છે. તે ઉપરાંત જે તે બ્રાઉઝરના સેટિંગમાં રહેલી ગૂંચવણોને કારણે આપણને પીડીએફ લિન્ક પર ક્લિક કરતાં જુદા જુદા અનુભવ થાય છે. કેટલાંક બ્રાઉઝરમાં પીડીએફ જે તે બ્રાઉઝરના પ્લગ-ઈનમાં ઓપન થાય છે તો કેટલાંકમાં તે પીડીએફ ફાઈલ સીધી ડાઉનલોડ કરવા માટે વિન્ડોઝ એક્સપ્લોરરનો સેવ-એઝ કમાન્ડ ધરાવતી વિન્ડો ઓપન થાય છે.
જો પવનભાઈનો સવાલ છે તેમ તમારે બધી પીડીએફ ડાઉનલોડ કરવી ન હોય તો તે માટે આપણે જે તે બ્રાઉઝરમાં કેટલાંક સેટિંગ કરવા પડે અથવા બ્રાઉઝરમાં ઉમેરી શકાતાં એડ-ઓન કે પ્લગ-ઈનનો ઉપયોગ કરવો પડે. જો આપણે એડોબ પીડીએફ પ્લગ-ઈનનો જ લાભ લેવો હોય તો આપણે તેને ફરી પણ ઇનેબલ કરી શકીએ.
જો તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હો તો…
- ક્રોમના એડ્રેસબારમાં chrome://plugins/ટાઈપ કરો અને પછી એન્ટર પ્રેસ કરો આથી આપણને ક્રોમમાં ઉપલબ્ધ પ્લગ-ઇન્સની યાદી જોવા મળશે.
- ક્રોમ પીડીએફ વ્યૂઅર ડીસેબલ કરો.
- એડોબ એક્રોબેટ કે રીડર પ્લગ-ઈન ઇનેબલ કરો.
બીજા એક વિકલ્પ તરીકે, ક્રોમ વેબસ્ટોરમાં જઈને ડોક્સ પીડીએફ/પાવરપોઇન્ટ વ્યૂઅર (બાય ગૂગલ) સર્ચ કરીને ઇન્સ્ટોલ કરી શકાય. આ એક્સટેન્શનથી પીડીએફ જુદા જુદા પ્રકારની ફાઇલ્સ ડાઉનલોડ થવાને બદલે ગૂગલ વ્યૂઅરમાં ઓપન થશે.
વોટ્સએપમાં પ્રોફાઇલ કિચર એ સ્ટેટ્સ કેવી રીતે બદલાય?
તમે જો વોટ્સએપનો નવો નવો ઉપયોગ શરુ કર્યો હોય એ તમારા મિત્રોને વારંવાર તેમા ફોટોગ્રાફ્સ કે તેમું સ્ટેટ્સ બદલતાં જોઈને તમે પણ તમારું પ્રોફાઇલ પિકચર કે સ્ટેટ્સ બદલવાની ઇચ્છા થતી હોય તો આવો સમજી લઈએ એ માટેની સ્ટેપ-બાય- સ્ટેપ વિધિ. આપણે એન્ડ્રોઇડ ફોનમાં ધ્યાનમાં રાખીને આ વાત સમજીશું.
સૌથી પહેલાં જાણીએ કે…
પ્રોફાઇલ પિકચર કેવી રીતે બદલી શકાય?
- વોટ્સએપ એપ ઓન કરો અને મેનું પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
- અહીં પ્રોફાઇલ પર ક્લિક કરો.
- હવે જે પેજ ખૂલે તેમાં પિચકચરની જગા પર ક્લિક કરો અથવા એડિટની નિશાની પર ક્લિક કરો.
- હવે પોપ-અપ વિન્ડો ઓપન થશે. તમારા સ્માર્ટ ફોનમાં ફોટોગ્રાફ સ્ટોર કરી શકતી જેટલી એપ હશે એ બધી અહીં જોવા મળશે. સામાન્ય રીતે પિકચર ગેલેરી, કેમેરા એ રિમૂવ ફોટોના વિકલ્પ તો જરુર જોવા મળશે. તમારા ફોનમાં સેવ કરેલી ઇમેજ પ્રોફાઇલ પિકચર તરીકે સેટ કરવા માટે ગેલેરી (અવા અન્ય અને જેમાં તમારો ફોટોગ્રાફ હોય) પર ક્લિક કરો. આપણે ફોનમાં કેમેરાનો ઉપયોગ કરીને તાજી જ લીધેલી તસવીરને પણ પ્રોફાઇલ પિકચર તરીકે સેટ કરી શકીએ છીએ.
- હવે મોટાભાગે એવું બનશે કે આપણી તસવીર વોટ્સએાપ પ્રોફાઇલ પિકચરી સાઇઝ કરતાં મોટી હશે, આથી આપણે ઇમેજને આપણી પસંદગી અનુસાર ક્રોપ કરવાની રહેશે. આ કામ વોટ્સએપ પર પણ છોડી શકાય. બધું યોગ્ય લાગે એટલે ઓકે પર ક્લિક કરતાં આપણુ પ્રોફાઇલ પિકચર સેટ થશે. જો કે વોટ્સએમાં આ પિકચર અપડેટ કરવા માટે આપણે ઇન્ટરનેટ કનેકશનની જરુર પડશે.
સ્ટેટ્સ મેસેજ કેવી રીતે બદલી શકાય?
- વોટ્સએપ ઓન કરીને મેનુમાં જાઓ.
- તેમાં સ્ટેટ્સ પર ક્લિક કરો જો તમે અગાઉ ક્યારેય સ્ટેટ્સ નહીં બદલ્યું હોય તો અહીં “હેય ધેર! આઈ એમ યુઝિંગ વોટ્સએપ એવું સ્ટાન્ડર્ડ સ્ટેટ્સ જોવા મળશે (તમે તમારા વોટ્સએપમાં સંખ્યાબંધ મિત્રોના સ્ટેટસ તરીકે આ જ લાઇન જોઈ હશે!). તેની બાજુના એડિટ બટનને ક્લિક કરીને આપણું પસંદગીનું સ્ટેટ્સ લખી શકીએ છીએ. અથવા ‘અવેલેબલ’, ‘બીઝી’, ‘એટ વર્ક’ ‘એટ મૂવી’ વગેરે રેડીમેડ સ્ટેટ્સમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો.
- બસ હવે આપણે વોટ્સએપની મેઇન વિન્ડોમાં જઈ શકીએ છીએ. જ્યારે આપણા મિત્રો આપણને કોઈ મેસેજ મોકલવા માટે આપણું નામ સર્ચ કરશે ત્યારે તેમને આપણુંં નવું સ્ટેટ્સ જોવા મળશે.
મોબાઇલ કેમેરામાં આવતી એચડીઆર ટેક્નોલોજી શું છે?
– સાધુ નારાયણપ્રિય સ્વામી
મોબાઇલ ફોટોગ્રાફી સૌને માટે હાથવગી બન્યા પછી સરસ ફોટોગ્રાફી પર હવે માત્ર પ્રોફેશનલ ફોટોગ્રાફર્સનો ઇજારો રહ્યો નથી. જો આપણે મોબાઇલના પ્રતાપે આપણા સૌ માટે સુલભ બનેલી વિવિધ ટેકનોલોજી જરા ઊંડાણથી સમજી લઈએ તો આપણે પણ, ફોટોગ્રાફીના કોઈ ક્લાસ ન કર્યા હોય તો પણ, હૈયું ઠરે અને જોનારની નજર જકડી રાખે એવા ફોટોગ્રાફ લઈ શકીએ છીએ.
આવી એક ટેકનોલોજી છે એચડીઆર ટેકનોલોજી. એચડીઆરનું આખું નામ છે ‘હાઇડાયનેમિક રેન્જ’. મોબાઇલ કેમેરામાં એચડીઆર મોડમાં ગયા પછી આપણે જે ફોટોગ્રાફ લઈએ તે આપણે કલ્પી ન હોય એટલી સ્પષ્ટતા ધરાવી શકે છે. અલબત્ત એ માટે થોડાં મહાવરાની જરૂર પડે છે.
એચડીઆર ટેકનોલોજી સમજવા માટે આપણે ફોટોગ્રાફીનો બેઝિક ક્ધસેપ્ટ સમજવો જરી છે. કેમેરા કોઈ પણ હોય, તે મુખ્યત્વે એક સાદા સિદ્ધાંતની મદદથી ફોટોગ્રાફ કેપ્ચર કરે છે. કેમેરામાં રહેલ સેન્સર જેટલી વધુ સારી રીતે તેને મળતો પ્રકાશ ઝીલી શકે તેટલી વધુ સ્પષ્ટ તસવીર આપણને મળે. આપણે ઓટો સેટિંગનો ઉપયોગ કરીએ કે પછી થોડા જાણકાર હોઈએ અને મેન્યુઅલ સેટિંગ્સમાં હાથ અજમાવીએ – બંને રીતે કેમેરાનું લક્ષ્ય તેને મળતા પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવાનું હોય છે જેથી આપણને જે તસવીર મળે તેમાં વધુમાં વધુ ડિટેઇલ મળી શકે. સામાન્ય રીતે આપણો અનુભવ હોય છે તેમ જ્યારે આપણે વધુ પ્રમાણમાં પડછાયા અને તીવ્ર પ્રકાશવાળી સ્થિતિનો ફોટોગ્રાફ લેવાનો પ્રયાસ કરીએ ત્યારે મોટાભાગે પડછાયા કે પ્રકાશ બંનેમાંથી એકતરફ ડિટેઇલનો ભોગ લેવાય છે.
ફોટોગ્રાફીના જાણકાર લોકો પડછાયા અને પ્રકાશનું સરસ સંતુલન સાધીને તેમના ફોટોગ્રાફમાં બંને સ્થિતિમાં સુંદર ડિટેઇલ મેળવી શકે છે, પરંતુ આપણા જેવા બિનઅનુભવી લોકો માટે આવું સંતુલન સાધવું લગભગ અશક્ય હોય છે. આ સ્થિતિમાં એચડીઆર ટેકનોલોજી આપણી મદદે આવે છે.
આ ટેકનોલોજી સાવ સાદી રીતે સમજવી હોય તો એમ કહી શકાય કે તેમાં એક જ તસવીરને વિવિધ એક્સપોઝરથી કેપ્ચર કરવામાં આવે છે. એટલે કે એક વાર પડછાયાને ધ્યાનમાં રાખીને જરી સેટિંગ સાથે દૃષ્યની વિગત ઝડપી લેવામાં આવે અને પછી પ્રકાશને ધ્યાનમાં રાખીને જરી સેટિંગ સાથે દૃશ્યની વિગતો ઝડપવામાં આવે. જ્યારે આપણે મોબાઇલ કેમેરામાં એચડીઆર મોડમાં કોઈ ફોટોગ્રાફ લઈએ ત્યારે કેમેરાને એ ફોટોગ્રાફ તૈયાર કરતાં સામાન્ય કરતાં થોડો સમય વધુ લાગે છે કારણ કે એચડીઆર મોડમાં કેમેરા એકની એક સ્થિતિની ત્રણ અલગ અલગ પ્રકારના એક્સપોઝર સાથે ઇમેજ કેપ્ચર કરે છે.
મજાની વાત એ છે કે મોબાઇલમાં આપણે એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરી રહ્યા હોઈએ ત્યારે આ બધું આપોઆપ થાય છે અને પછી કેમેરા પોતે વિવિધ એક્સપોઝરથી લેવાયેલી વિગતો એક જ ઇમેજમાં એકઠી કરીને પડછાયા અને પ્રકાશમાં સરસ સંતુલન સાથેની તસવીર આપણને આપે છે.
તમે ઘણીવાર નોંધ્યું હશે કે સામાન્ય ઓટોમોડમાં આપણે ફોટોગ્રાફ લઈએ ત્યારે લેવાયેલી તસવીરમાંનું દૃષ્ય આપણને નરી આંખે દેખાતા દૃશ્ય જેવું સ્પષ્ટ હોતું નથી. એચડીઆર ટેકનોલોજીમાં આ તફાવત ઘણો ઘટી જાય છે અને જે તસવીર મળે છે તે કેમેરાને જેવું દેખાય તેવી નહીં પરંતુ આપણને જેવું દેખાય તેવી હોય છે.
હવે સવાલ એ રહ્યો કે આપણે એચડીઆર મોડનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ? આગળ કહ્યું તેમ મુખ્યત્વે જ્યારે આપણે જે સ્થિતિનો ફોટોગ્રાફ લેવા માગતા હોઈએ તેમાં પ્રકાશ અને અંધકાર બંનેનો સમન્વય હોય ત્યારે એચડીઆર મોડથી ફોટોગ્રાફી કરવાથી આપણને વધુ સારાં પરિણામ મળી શકે. જેમ કે,
લેન્ડસ્કેપ : પહાડોમાં કે અન્ય સ્થળે જ્યારે આપણે લેન્ડસ્કેપ ફોટોગ્રાફી કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આકાશ અને જમીન વચ્ચે પ્રકાશનો મોટો કોન્ટ્રાસ્ટ જોવા મળતો હોય છે પરિણામે આપણે તસવીર લઈએ ત્યારે મોટે ભાગે એવું બને કે તસવીરમાં આકાશવાળો ભાગ એકદમ પ્રકાશિત રહે અને જમીનવાળો ભાગ ઘણો ડાર્ક બની જાય. જો એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરીએ તો આકાશની સાથોસાથ જમીનની ઘણી વિગતો પણ સ્પષ્ટ રીતે ઝીલી શકાય.
સૂર્યપ્રકાશમાં પોટ્રેઇટ : આપણામાંથી ઘણાંનો અનુભવ હશે કે સરસ સૂર્યપ્રકાશમાં કોઈ વ્યક્તિનો પોટ્રેઇટ ફોટોગ્રાફ લઈએ ત્યારે ઘણીવાર ચહેરા પર વધુ પડતો પ્રકાશ આખા ફોટોગ્રાફની મજા મારી નાખે છે. ચહેરાના અમુક ભાગમાં અત્યંત પ્રકાશ રહે અને કેટલાક ભાગમાં બધું કાળું ધબ્બ થઈ જાય. આ સ્થિતિમાં પણ એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરવાથી ચહેરા પર પ્રકાશ અને પડછાયાનું સરસ સંતુલન જળવાશે અને ફોટોગ્રાફ કોઈની પણ નજર જકડી રાખે એવો મળશે.
ઓછા પ્રકાશમાં કે પ્રકાશની વિરુદ્ધ દિશામાંથી ફોટોગ્રાફી : સૂયર્સ્તિ સમયે કે અન્ય સ્થિતિમાં જો આપણે પ્રકાશના સ્રોતની સામે ઊભા રહીને ફોટોગ્રાફી કરતા હોઈએ તો પણ ઘણી વાર એવું બને છે કે ફોટોગ્રાફમાં ઘણો બધો ભાગ એકદમ ડાર્ક આવે. આવા સંજોગમાં પણ એચડીઆર ફોટોગ્રાફી કરવાથી સરસ પરિણામ મેળવી શકાય.
એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે ન કરવો?
મૂવમેન્ટવાળા ફોટોગ્રાફ : જ્યારે આપણે કોઈ વ્યક્તિ હલનચલન કરી રહી હોય (કે કરવાની શક્યતા હોય) એવી સ્થિતિમાં ફોટોગ્રાફી કરતા હોઈએ ત્યારે એચડીઆર મોડનો ઉપયોગ ફોટોગ્રાફની બધી મજા બગાડી શકે છે. કારણ સાદું છે – એચડીઆર મોડમાં એક સાથે ત્રણ ફોટોગ્રાફ લેવામાં આવે છે પરિણામે આ પ્રક્રિયા દરમિયાન જો આપણે જેની ફોટોગ્રાફી કરી રહ્યા હોઈએ તે વ્યક્તિ હલનચલન કરે તો અલગ અલગ સ્થિતિના ત્રણ ફોટોગ્રાફ લેવાય અને એ ત્રણેય મર્જ થતાં ફોટોગ્રાફ બ્લર થયેલો લાગે.
જ્યારે આપણે હાઇકોન્ટ્રાસ્ટ ઈચ્છતાં હોઈએ : ઘણી સ્થિતિમાં આપણે જાણી જોઈને તસવીરમાં પ્રકાશ અને પડછાયાની રમત જળવાય એવું પરિણામ મેળવવા માગતા હોઈએ છીએ, જેમ કે ઢળતી સાંજે દરિયાકિનારે કોઈ વ્યક્તિની પાછળ ડૂબતા સૂર્યનો ફોટોગ્રાફ લઈએ ત્યારે આપણે વ્યક્તિનો માત્ર પડછાયો દેખાય એવું ઇચ્છતા હોઈએ તો એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરવાથી ધાર્યું પરિણામ મળશે નહી.
રંગોની વિવિધતાની સ્થિતિમાં : આપણા સબ્જેક્ટમાં અનેકવિધ બ્રાઇટ કલર્સ હોય અને એની રંગછટા એ જ પ્રમાણમાં તસવીરમાં ઝીલાય તેવું આપણે ઇચ્છતા હોઈએ ત્યારે એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરવા જતા રંગો ઝાંખા બની જાય એવી શક્યતા રહે છે.
મારે ઘેર બે પીસી છે બંનેને એકબીજા સાથે કેવી રીતે જોડી શકાય?
ડેટાની આપ-લે એ ફાઈલ શેરિંગ કેવી રીતે કરી શકાય?
– ફારુખ શેખ, અમદાવાદ
જો ઘર કે ઓફિસમાં એક કરતાં વધુ કમ્પ્યુટર એ પ્રિન્ટર તથા પ્રિન્ટર સ્કેર તથા મોબાઈલ, ટેબલેટ જેવા સાધનો હોય તો એ બધાને પરસ્પર જોડવા માટે નેેટવર્કિંગ કરવામાં આવે છે. ઘરમાં એક કરતાં વધુ પીસી હોય તો આપણે યુએસબી પેનડ્રાઈવની મદદથી બંનેમાં ડેટાની આપલે કરી શકીએ પરંતુ બંને કમ્પ્યુટરને કેબલની જોડીને સાદુ નેટવર્ક બનાવવાથી ફાઈલનું શેરિંગ બહુ સરળ બની જાય. એ જ રીતે જો એકથી વધુ પીસી ઉપરાંત એક પ્રિન્ટર પણ હોય તો પ્રિન્ટર ભલે કોઈ એક પીસી સાથે કનેકટેડ હોય પરંતુ બીજા પીસીમાંથી પણ એ પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી શકાય એવી વ્યવસ્થિત નેટવર્કિંગ થઈ શકે છે.
એજ રીતે કોઈ એક કમ્પ્યુટર સો જોડેલા ઇન્ટરેટ કેકશો બીજા પીસીમાં લાભ લેવા માટે પણ નેટવર્કિંગ ઉપયોગી થાય.
વાત જરા આડા પાટે ફંટાય છે પણ મૂળ નેેટવર્કિંગના કનસેપ્ટને ધ્યાનમાં લઈને હાલના સમયનો વિચાર કરીએ તો મોટા ભાગે એવું બનતું હોય છે કે ઘરમાં પીસી, લેપટોપ તથા સ્માર્ટફોન – ટેબલેટ જેવા સાધનો હોય એ આ બધામાં આપણે ઇન્ટરનેટ કનેકશનનો લાભ લેવો હોય તો જરા જુદા પ્રકારનું નેટવર્કિંગ જરુરી બને. ધારો કે આપણે ઘરમાં કોઈ કંપનીનું કેબલ દ્વારા ઇન્ટરનેટ કનેકશન મેળવ્યું હોય તો આ કેબલ એક મોડેમમાં જાય એ ત્યાંથી આપણાં પીસીમાં કનેકશન પહોંચે. જો આપણે આ મોડેમને બદલે બજારમાં સહેલાઈથી મળતાં રાઉટર નામના સાધનનો ઉપયોગ કરીએ તો વાઈ-ફાઈ સુવિધા ધરાવતા રાઉટરમાં એક નાનુંએન્ટેના એ ચારેક પીસીને કેબલથી કનેક્ટ કરવા માટેની સોકેટ હોય છે. હવે આપણાં ઘરમાં આવતો ઇન્ટરેટ કનેકશન કેબલ આ રાઉટરમાં જોડાય એ રાઉટરમાંથી એકી વધુ પીસીમાં જુદા જુદા કેબલ દ્વારા ઇન્ટરનેટ કનેકશન પહોંચે. તેની સાથોસાથ વાઈ-ફાઈ રાઉટરના એન્ટેનામાંથી નીકળતાં ઇન્ટરેટ કનેકશના વાઈ-ફાઈ સિગ્નલ આપણે વાઈ-ફાઈ સુવિધા ધરાવતા લેપટોપ કે સ્માર્ટફોન-ટેબલેટમાં ઝીલીને તેમાં પણ ઇન્ટરનેટ કનેકશનનો લાભ લઈ શકીએ છીએ.
આ રીતે બધા પીસી પણ એકમેક સાથે નેટવર્કમાં જોડાય છે એ આપણે એક પીસીમાથી બીજા પીસીમાં ફાઈનલી આપલે કરી શકીએ છીએ તેમજ કોઈ એક પીસી સો જોડેલા પ્રિન્ટરો બીજા પીસીમાંથી પણ લાભ લઈ શકીએ છીએ (જો કે એટલું યાદ રાખશો કે જે પીસીમાં પ્રિન્ટર ડાયરેક્ટ કનેક્ટ કરેલું હોય તે સિવાયના પીસીમાથી આપણે પ્રિન્ટ કાઢવી હોય ત્યારે જે પીસીમાં પ્રિન્ટર કનેક્ટ કરેલું હોય તે પીસી ઓન કરવું અનિવાર્ય છે).
હવે ફારુખભાઈના મૂળ સવાલની વાત કરીએ તો બે કમ્પ્યુટરે રાઉટર જેવા કોઈ વધારાના સાધનની મદદ વિના પણ એકમેક સાથે જોડી શકાય છે. આ પધ્ધતિમાં આપણે ખાસ કોઈ જટિલ નેટવર્ક સેટિંગ્સ કરવાની જરુર નહીં પડે અને તેમ છતાં આપણે ફાઈલ, ઇન્ટરનેટ કનેકશન અને પ્રિન્ટરનું શેરિંગ કરી શકીએ છીએ.
આવું સાદુ વાયર્ડ હોમ નેટવર્ક ઊભું કરવા માટે આપણે એક સહેલાઈી મળી જતાં કેબલી જરૂર ડશે. આ કેબલ ઈરેટ ક્રોસ ઓવર કેબલ તરીકે ઓળખાય છે. આ કેબલ ઉપરાંત આપણાં બેં પીસીમાં નેટવર્ક કાર્ડ કે લે કે ઈથરનેટ કાર્ડ તરીકે ઓળખાતાં એક સાધી જરુર પડે છે (જે હવેના મોટા ભાગના મશીન્સમાં પહેલેથી ઉપલબ્ધ હોય છે. જો તમારી પાસે બહુ જૂનું પીસી હોય તો તેમાં આવું કાર્ડ અલગથી નાખવુ પડે. તે ઉપરાંત યુએસબી પોર્ટેને ઈથરનેટ પોર્ટમાં ફેરવી શકે એવા યુએસબી એડેપ્ટર પણ બજારમાં સહેલાઈથી મળી જાય છે).
હવે આપણું કામ બેં કમ્પ્યુટરે આ ઈથરનેટ ક્રોસ ઓવર કેબલી કનેક્ટ કરવાનું છે. જો કે એ માટે આપણે પહેલાં સુનિશ્ચિત કરવું પડશે કે બેં કમ્પ્યુટર એક જ વર્ક ગ્રુપનો ઉપયોગ કરી રહ્યાં છે. આ કામ પણ સહેલું છે.
વિન્ડોઝ એક્સપીમાં વર્ક ગ્રુપ બદલવા માટે
- સ્ટાર્ટ મેનુમાંથી માય કમ્પ્યુટરી લિંક પર રાઈટ ક્લિક કરો.
- જે ડ્રોપ ડાઉન મેનું ખુલે તેમાં પ્રોપર્ટીઝ પસંદ કરો.
- તેમાં કમ્પ્યુટર નેમ પર ક્લિક કરો.
- હવે ચેન્જ બટન પર ક્લિક કરી કોઈ પણ એક વર્કગ્રુપ નેમ આપીને કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરો.
આ વિધિ બેં કમ્પ્યુટરમાં કરવાી રહેશે.
વિન્ડોઝ વિસ્ટા કે વિન્ડોઝ-૭માં વર્કગ્રુપ બદલવા માટે
- કન્ટ્રોલ પેનલ ઓન કરો.
- સર્ચ બોક્સમાં ‘વર્કગ્રુપ’ લખો.
- ‘ચેન્જ વર્કગ્રુપ નેમ’ પર ક્લિક કરો.
- ફરી ચેન્જ પર ક્લિક કરી, નવું વર્કગ્રુ નેમ આપી કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરો.
આ રીતે બેં કમ્પ્યુટરમાં એકસરખાં વર્કગ્રુપ નેમ આપીદઈએ તે છી બેં કમ્પ્યુટરા એક એક છેડે ક્રોસ ઓવર કેબલ કનેક્ટ કરી દો. હવે બેં કમ્પ્યુટરની વિન્ડોઝ સિસ્ટમ આપોઆપ આ નવા નેટવર્કને ઓળખી લેશે અને આપણે સ્ટાર્ટ મેનુ કે કન્ટ્રોલ પેનલમાંથી નેટવર્ક વિન્ડોમાં જઈએ એટલે બીજા કમ્પ્યુટરું નામ જોઈ શકાશે એ તેમાં ક્લિક કરતાં એ કમ્પ્યુટરમાંની જે ફાઈલ કે ફોલ્ડર કે પ્રિન્ટર શેર કર્યું હશે તે બીજા કમ્પ્યુટરમાં જોવા મળશે.
એક કમ્પ્યુટરની કોઈ પણ ફાઈલ કે ફોલ્ડરે શેર કરવા માટે વિન્ડોઝ એક્સપ્લોરરમાં એ ફાઈલ કે ફોલ્ડર પર રાઈટ ક્લિક કરતા તેે શેર કરવાનો વિકલ્પ મળશે.
જો તમે નેટવર્કમાં બીજું કમ્પ્યુટર જોવા મળે તો બની શકે કે આપણાં કમ્પ્યુટરમાં નેટવર્ક ડિસ્કવરીનો વિકલ્પ બંધ હોય. આ સંજોગોમાં નેટવર્ક વિન્ડોમાં એક નોટિસ જોવા મળશે એ તેના પર ક્લિક કરીને આપણે નેટવર્ક ડિસ્કવરી એ ફાઈલ શેરિંગનો વિકલ્પ બંધ કરી શકીશું. અહીં ખાસ ધ્યાન એ રાખશો કે સિસ્ટમ આપણને પૂછશે કે શું તમે તમામ પબ્લિક નેટવર્ક માટે નેટવર્ક ડિસ્કવરી અને ફાઈલ શેરિંગ ઓન કરવા માંગો છો તેા જવાબમાં આપણે ‘નો મેઈક ધ નેટવર્ક ધેટ આઈ એમ કેક્ટેડ ટુ’ એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
(માહિતી સંદર્ભ લેબેનોલ.ઓઆરજી)

