(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામમાં કોને અનફોલો કરવા જેવા છે એ હવે વધુ સહેલાઈથી જાણો

યંગ જનરેશન હવે ફેસબુકને બાજુએ રાખીને ઇન્સ્ટાગ્રામ તરફ વળી ગઈ છે અને પરિણામે હવે ઇન્સ્ટાગ્રામમાં પણ જબરી ભીડ થવા લાગી છે! જો તમે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હશો અને ખરેખર સ્માર્ટ રીતે તેનો ઉપયોગ કરવા માગતા હશો તો આ ભીડ તમને અકળાવતી હશે.

મોટા ભાગના લોકો સાથે સોશિયલ મીડિયા પર આવું થાય છે – આપણે ફેસબુક, ટવીટર, ઇન્સ્ટા વગેરે સર્વિસમાં નવા સવા જોડાઈએ ત્યારે ઉત્સાહમાં એક સાથે સંખ્યાબંધ લોકોને ફ્રેન્ડ બનાવીએ કે તેમને ફોલો કરીએ.

ઇન્સ્ટાના કિસ્સામાં આપણે નજીકના ફ્રેન્ડ્સ ઉપરાંત સેલિબ્રિટીઝ, ગમતી બ્રાન્ડ્સ વગેરેને પણ ફોલો કરવા લાગીએ, પણ પછી આ ભીડ મોટી થતી જાય અને સમય જતાં, આપણને એમાંથી કોઈને કોઈમાં રસ ઓછો થતો જાય.

આપણે જેમને ફોલો કરી રહ્યા હોઈએ એમની પોસ્ટ્સમાં આપણને રસ ન રહે અથવા એ પોતે જ ખાસ એક્ટિવ ન રહે એવું પણ બને.

તેના ઉપાય તરીકે, ઇન્સ્ટાગ્રામ આપણને, પોતે જેમને ફોલો કરીએ છીએ એ લિસ્ટને તપાસીને કોને અનફોલો કરવા જેવા છે એ તપાસવાનું સહેલું બનાવ્યું છે.

એ માટે ઇન્સ્ટા એપ ઓપન કરી, તમારા પ્રોફાઇલમાં જાઓ અને તેમાં ‘ફોલોઇંગ’ પર ક્લિક કરતાં તમને બે કેટેગરી જોવા મળશે – ‘લીસ્ટ ઇન્ટરેક્ટેડ વિથ’ અને ‘મોસ્ટ શોન ઇન ફીડ’. પહેલી કેટેગરીમાં, તમે છેલ્લા ૯૦ દિવસમાં જે લોકો સાથે સૌથી ઓછું ઇન્ટરેક્શન કર્યું હશે તેમનું લિસ્ટ જોવા મળશે.

બીજી કેટેગરીમાં, તમને જેમની પોસ્ટ્સ સૌથી વધુ જોવા મળી હશે એ જોવા મળશે. આ લોકો તરફથી પોસ્ટ્સનો ભારે મારો થતો હોય, પણ તમને એમાં રસ ન રહ્યો હોય એવું બની શકે. આ બંને કેટેગરી તપાસીને, હવે તમને જેમની પોસ્ટ્સમાં રસ ન રહ્યો હોય એવા લોકોને તમે સહેલાઈથી અનફોલો કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામ બીજા આપણને શું કહેવા કે બતાવવા માગે છે એ જાણવા માટે નહીં, પણ આપણે પોતે શું જાણવા કે જોવા ઇચ્છીએ છીએ તેને માટે છે. એ માટે, આ નવું ફીચર તમને ઉપયોગી થશે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!