વિશ્વના-પ્રવાસીઓ આનંદો. તમે પ્રવાસ પણ કરતા રહો અને ઘર-ઓફિસ સાથે સતત સંપર્કમાં પણ રહો. કહેવાનો મતલબ એવો નથી કે તમે અત્યાર સુધી સંપર્કમાં નહીં રહેતા હો, પણ સંપર્ક જરા મોંઘો પડતો. હવે તમે સસ્તામાં સંપર્ક કરી શકશો.
ઈટાલીની કંપની ઝીરો-મોબાઇલે વોટ્સ-સીમનો આવિષ્કાર કર્યો છે, જે સીમ એક્ટિવેટ કરાવવાથી દુનિયાના દોઢસો દેશમાંથી તમે વોટ્સએપના આધારે ટેક્સ્ટ મેસેજ કરી શકશો અને તે પણ વાર્ષિક માત્ર રૂ. ૭૦૦ જેવા ખર્ચે. તમે મલ્ટિમીડિયા મેસેજ મોકલવા માગતા હોય તો તમારે અલગથી ચાર્જ ચુકવવો પડશે. મલ્ટિમીડિયા મેસેજના ચાર્જનો આધાર તમે કયા દેશમાં છો તેના પર છે. વોટસીમ રીચાર્જ કરાવવાની પ્રક્રિયા સરળ અને ઝડપી છે. વોટસીમ-વેબસાઇટ (whatsim.com) પર જાઓ, રીચાર્જ કરાવો. એટલે તમારો સંદેશા-વ્યવહાર ચાલુ. એવું નથી કે વોટ્સીમ જેવી સુવિધા અગાઉ ઉપ્લબ્ધ ન હતી, અગાઉ કંપનીઓ જે સર્વિસ ઓફર કરતી તે માત્ર જે તે દેશ પૂરતી સિમિત હોતી, જ્યારે આ સર્વિસનો વ્યાપ ૧૫૦ દેશો સુધી છે. કંપનીએ સીમનું વેચાણ જર્મનીથી શરૂ કર્યું છે. જોકે વોટ્સએપ કંપનીનો આ વિશે પ્રતિભાવ જાણી શકાયો નથી.