જો તમે મર્યિદિત બજેટમાં સારું ટેબલેટ શોધી રહ્યા હો તો આઈબોલ કંપનીના આઈબોલ ડી-૨૦ તરફ નજર દોડાવી શકો છો.
સાત ઈંચની સ્ક્રીન ધરાવતા આ ટેબલેટમાં એન્ડ્રોઇડ કીટકેટ ૪.૪, ૧.૩ ગીગા હર્ટસ ડ્યુઅલકોર પ્રોસેસર, ૧ જીબી રેમ, ૮ જીબી મેમરી તથા યુએસબી ઓટીજી પોર્ટ અને ડ્યુઅલ સીમનો લાભ મળે છે. વોઇસ કોલિંગની સુવિધાવાળા આ ટેબલેટમાં ૨૬૦૦ એમએએચની બેટરી છે. ટેબલેટમાં ગુજરાતી ફોન્ટ છે. ફક્ત કેમેરા માત્ર ૨ મેગા પિક્સેલનો છે. કિંમત ૭,૫૦૦ની આસપાસ છે. ઓનલાઇન સારી ડીલ મળી શકે છે.
