(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઈ-મેઇલમાં આર્કાઇવની સુવિધા

સ્માર્ટફોન કે પીસી/લેપટોપમાં જીમેઇલનો ઉપયોગ કરતી વખતે તેમાં ‘આર્કાઇવ’ શું છે એ વિશે ઘણા લોકોને થોડી મૂંઝવણ રહેતી હોય છે.

કેટલાક લોકોને આ આર્કાઇવને કારણે થતી એક જુદી સમસ્યા સતાવતી હોય છે. એમને ક્યારેક પોતાના કોઈ ઈ-મેઇલ ‘ગાયબ’ થઈ ગયા હોય એવું લાગતું હોય છે.

જીમેઇલમાં આર્કાઇવ એ બીજું કંઈ નહીં પણ આપણા પર આવેલા મેઇલ્સને ફક્ત ઇનબોક્સમાંથી દૂર કરવાનો એક રસ્તો છે, જેથી ઇનબોક્સ બહુ ભરાયેલું ન રહે અને આપણને બિનજરૂરી સ્ટ્રેસ ન આપે!

જીમેઇલમાં તમારા ઇનબોક્સમાં આવેલા અને જે મેઇલ પર હવે આપણે કોઈ કામ કરવાનું બાકી ન હોય પરંતુ ભવિષ્યના ઉપયોગ માટે તેને સાચવી રાખવા જરૂરી હોય એ મેઇલને સિલેક્ટ કરીને આર્કાઇવ બટન પર ક્લિક કરીને ઇનબોક્સમાંથી ‘ઓલ મેઇલ’ ફોલ્ડરમાં મોકલી શકાય છે.

આથી જો તમને ક્યારેક એવું લાગે કે તમારો કોઈ મેઇલ ગાયબ થઈ ગયો છે તો ભૂલથી આર્કાઇવ થઈ ગયો હોય એવું બની શકે. તમે તેને ઓલમેઇલ ફોલ્ડરમાં જઇને શોધી શકો છો અને જરૂરી હોય તો અહીં તેને સિલેક્ટ કરીને ફરી ઈનબોક્સમાં મોકલી શકો છો.

મોબાઇલમાં જીમેઇલના સેટિંગ્સમાં જઇને મેઇલને ડાબે કે જમણે સ્વાઇપ કરીને આર્કાઇવ અથવા ડિલીટ કરી શકાય એવું સેટિંગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!