(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓડિયો સમાચારમાં બદલાવ

સમાચાર સાંભળવાની આપણી રીત બદલાશે.

ધીમે ધીમે, આપણી સમાચાર જાણવાની રીતમાં ધરખમ બદલાવ આવી ગયા છે. હજી પણ સવારમાં, ફેરિયાભાઈ છાપું (કે છાપાં!) નાખવામાં મોડા થાય તો આપણે ઊંચાનીચા થઈ જઈએ છીએ, પણ પછી જે સમાચારો વાંચીએ છીએ, એ આગલા દિવસે ટીવી પર અને એથી પણ પહેલાં, મોબાઇલમાં જાણી લીધા હોય છે.

વાસ્તવમાં, રેડિયો સમાચાર જાણવાનું ઇન્ટરનેટ કરતાં પણ વધુ ઝડપી માધ્યમ છે, પણ આપણા દેશમાં વર્ષોથી રેડિયોમાં સમાચાર પર સરકારની મોનોપોલી રહી છે. ખાનગી એફએમ ચેનલ્સ ઔપચારિક રીતે સમાચાર પ્રસારિત કરી શકતી નથી. છેક આ વર્ષે શરૂઆતમાં, સરકારે ખાનગી એમએમ ચેનલ્સ ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચાર (જેમના તેમ, વચ્ચે આવતી જાહેરાતો સાથે!) પ્રસારિત કરી શકે એવી છૂટ આપીને ‘પબ્લિક એમ્પાવરમેન્ટની દિશામાં નક્કર કદમ’ લીધાનો સંતોષ માન્યો, પણ એફએમ ચેનલ્સને ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચાર પ્રસારિત કરવામાં રસ પડ્યો નથી!

એટલે જ હજી પણ કારમાં પ્રાઇવેટ ચેનલ્સ પર ગીતો, આરજેની ચેટચેટ અને એડ્સ સાંભળ્યા વિના છૂટકો નથી (સિવાય કે તમે સરકારી રેડિયો ચેનલ ટ્યૂન ઇન કરો!). પણ, જો તમારી કારમાં એન્ડ્રોઇડ ઓટોવાળી ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ હોય તો વાત જુદી હોઈ શકે છે – કાર વિના પણ, તમે સ્માર્ટફોનમાં ઇચ્છો ત્યારે ગૂગલ આસિસ્ટન્ટને કહીને જુદી જુદી સાઇટ્સ પરથી ન્યૂઝ – ફક્ત વાંચી નહીં – સાંભળી પણ શકો છો.

એ માટે, ફોનમાં હોમ સ્ક્રીન પર સર્ચ બોક્સમાં ડાબે ગૂગલ લોગો પર ક્લિક કરી, ગૂગલ એકાઉન્ટમાં આસિસ્ટન્ટના સેટિંગ્સમાં જાઓ. તેમાં સર્વિસીઝમાં ન્યૂઝનું સેક્શન મળશે. તેમાં ભારત માટે ઇગ્લિંશ અને હિન્દીમાં પણ વિવિધ ન્યૂઝ સાઇટ્સ પસંદ કરી શકો છો. પછી ઇચ્છો ત્યારે કારમાં હો ત્યારે કે ગમે ત્યાં ‘હેય ગૂગલ, પ્લે ન્યૂઝ’ જેવો કંઈક કમાન્ડ આપશો એટલે તમે પસંદ કરેલી સાઇટ્સ પરથી સમાચારો વાંચી સંભળાવવામાં આવશે.

આ આખી વાતમાં હજી એક નવા સમાચાર પણ છે!

ગૂગલે આસિસ્ટન્ટમાં ન્યૂઝમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરી છે. અત્યારે આપણને ફક્ત સાઇટ્સ પરના નિશ્ચિત સમાચાર વાંચી સંભાળાવવામાં આવે છે, પણ હવે ટૂંક સમયમાં, આપણને જે સમાચાર જાણવામાં વધુ રસ હોય એ જ સમાચાર સંભળાવવામાં આવશે! આ સર્વિસ યુએસમાં શરૂ થઈ છે અને આવતા વર્ષ સુધીમાં આપણને પણ મળશે.

ગૂગલ ન્યૂઝ એપનો તમે ભરપૂર ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે બે જુદી જુદી વ્યક્તિને આ એપમાં બિલકુલ જુદા જુદા પ્રકારના સમાચાર વાંચવા મળી શકે છે. કેમ કે તેમાં પણ, ગૂગલ ઇન્ટરનેટ પરની આપણી બધી ગતિવિધિઓના તાલમેલ બેસાડીને, આપણને શું જાણવું હશે તેનો અંદાજ મેળવીને એ જ પ્રકારના સમાચાર વધુ પ્રમાણમાં આપણને બતાવે છે.

લિખિત સ્વરૂપના સમાચારમાં આમ કરવું સહેલું છે કેમ કે ગૂગલનાં સર્ચ એન્જિન વર્ષોથી વેબપેજીસ ફંફોસીને તેમાંનું કન્ટેન્ટ ‘સમજતાં’ આવ્યાં છે. હવે આ ટેક્નોલોજી વિસ્તારીને ઓડિયોમાં પણ લાગુ કરવામાં આવી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!