આપણી આસપાસ એવું ઘણું બધું બનતું રહે છે, જે જીવનભરની શીખ આપે એવું હોય છે. સચીનની નિવૃત્તિ સમયની અદભુત સ્પીચ એવી એક બાબત હતી. ‘ધ ફાઇનાન્શિયલ લિટરેટ્સ’ નામનો લોકપ્રિય બ્લોગ લખતા હેમંત બેનીવાલે આ સ્પીચમાંથી જીવનોપયોગી મુદ્દાઓ તારવ્યા છે. તેમની મંજૂરી અને ઋણસ્વીકાર સાથે, તેમના લેખનો ભાવાનુવાદ…
આગળ શું વાંચશો?
- નિવૃત્તિ અનિવાર્ય છે
- ટૂંકો માર્ગ ન અપનાવો
- કોચ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે
- દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે
- જીવન સંતુલિત રાખો
- સ્વસ્થ રહેવું
- લક્ષ્ય ઊંચું રાખો
“ડાઈ હાર્ડ એ “એક્સ્પાન્ડેબલ ચાહકો પણ એ સમયે પોતાના આંસુ રોકી શક્યા નહીં હોય જ્યારે વાનખેડે સ્ટેડિયમની વચ્ચોવચ્ચ માસ્ટરબ્લાસ્ટરે પોતાની આખરી રમત પછી સૌનો આભાર માન્યો. સૌના આશ્ચર્ય વચ્ચે તે પોતાની સાથેના કાગળના ટુકડામાં નોધ ટપકાવી લાવ્યો હતો કે જેની આ સમયે તે કોઈને ભૂલી જાય. જો તમે ધ્યાનથી જોયું હોય તો તેણે પોતાના સ્વર્ગીય પિતાથી શરુઆત કરી અને જે પ્રશંસકો ‘સચીન… સચીન’ એવી બૂમો પાડી રહ્યા હતા તેમનો પણ આભાર માન્યો. પોતાના માતાપિતાથી લઈને પરિવારજનો, શ્વસુરપક્ષના લોકો, મિત્રો, ગુરુઓ, મેદાન પરના લોકો, મેદાનની બહારના લોકો, તેમાંથી કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે કે ‘સચીને સૌનો આભાર માન્યો પણ મે ભૂલી ગયો.’ પરફેક્શીસ્ટ, ફિનીશર અને દંતકથા સમાન સચીને હવે ફરી મેદાનમાં પરત નહીં આવે પણ તેની વિદાય વખતના વક્તવ્યમાંથી પણ તેણે આપણે ઘણું શીખવા જેવું આપ્યું છે. હું અહીં તેા વિદાય વખતના વક્તવ્યમાંથી કેટલીક શીખવા જેવી બાબતો રજૂ કરવા કોશિશ કરું છું.
૧. નિવૃત્તિ અનિવાર્ય છે
સચીને કહ્યું, “મારું ૨૪ વર્ષનું જીવન ૨૨ યાર્ડસની વચ્ચે વીત્યું, એ માની શકાતું નથી કે આ અદભુત સફરનો અંત આવ્યો છે…
અહીં સંદેશો એ છે કે નિવૃત્તિ અનિવાર્ય છે – જિમ્નાસ્ટ ૧૮ વર્ષની વયે, એથ્લેટ ૨૫ વર્ષે, અન્ય ખેલાડીઓ ૩૫ વર્ષે અને તમે કદાચ ૫૫ કે ૬૦ વર્ષની વયે નિવૃત્ત થશો. માત્ર રાજકારણીઓ ક્યારેય નિવૃત્ત થતા નથી તેથી તેઓને નિવૃત્તિ પછી પૈસાની જરુર હોતી નથી પણ તમે એવા ભાગ્યશાળી નથી તમારે તો હમેશાં એ યાદ રાખવાનું છે કે તમારે તમારા સોનેરી વર્ષો માટે બચત અને રોકાણ કરવાનું છે.
૨. ટૂંકો માર્ગ અપનાવો
સચીને કહ્યું, “મારા પિતાએ મે હું ૧૧ વર્ષનો થયો ત્યારે સ્વતંત્રતા આપી અને મને કહ્યું કે “તારાં સપનાં સાકાર કર પણ એ માટે કોઈ ટૂંકો માર્ગ અપનાવતો નહીં. માર્ગ કદાચ મુશ્કેલ હશે પણ તે ક્યારેય છોડીશ નહીં…
અહીં શીખવાનું એ છે કે સફળતા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી તમારે ખરેખર આકરી મહેનત તમારા સપના સાકાર કરવા માટે કરવી પડે છે. ઝડપી અમીર બનવાની યોજનાઓથી દૂર રહો, જ્યારે તમે રોકાણમાં શોર્ટ કટ અપનાવવા વિચારો ત્યારે સાપસીડીની રમતે જરુર યાદ કરો.
૩. કોચ મહત્ત્વી ભૂમિકા ભજવી શકે
સચીને કહ્યું, “એ બધું ૧૧ વર્ષની વયે શરુ થયું જ્યારે અજિત (ભાઈ) મને આચરેકર સર પાસે લઈ ગયા, તેઓ મારા કોચ બન્યા એ બસ ત્યારથી મારું જીવન બદલાયું. સરને ક્યારેય મને એમ કહ્યું નથી કે તું સારું રમ્યો કેમ કે તેઓ વિચારતા કે તેનાથી હું સંતોષ માની લઈશ એ વધુ મહેનત કરવાનું બંધ કરી દઈશ. સચીને અન્ય કોચનો પણ આભાર માન્યો હતો…
અહીં શીખ એ છે કે ક્રિકેટના ભગવાનને પણ કોચની કેમ જરુર પડે છે? તે પ્રતિભાશાળી હતો અને ઈજાઓ થતી ત્યારે પણ ભાગ્ય તેની તરફેણમાં હતું, તોય તેને સલાહકારની કેમ જરુર હતી? કોચ/સલાહકાર એવી વ્યક્તિ હોય છે જે તેના અનુભવના આધારે સલાહ આપે છે, તમારા દીમાગને ઠંડું રાખે છે એ લાગણી બાજુએ રાખીને નિર્ણય લઈ શકે છે.
૪. દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે
સચીને કહ્યું, “અંજલીએ મને કહ્યું કે તમે ક્રિકેટ ચાલુ રાખો ને હું પરિવારની જવાબદારી નિભાવીશ. તેના વગર હું મુક્ત મને એ તણાવ વિના ક્રિકેટ રમવાનું ક્યારેય વિચારી જ ન શક્યો હોત…
અહીં સંદેશો એ છે કે જો તમારી જીવસંગીની ગૃહિણી છે તો તેનો અર્થ એ નહીં કે તે તમારી આર્થિક સફળતામાં યોગદાન નથી આપતી. તે આપે છે અને એ માટે તેની ખૂબ પ્રશંસા પણ થવી જોઈએ. કદાચ આર્થિક બાબતોમાં એ રસ પણ લે, છતાં આર્થિક લક્ષ્યો નક્કી કરવામાં તેેને સાથે રાખો એ તેનાં લક્ષ્યોને તમારાં લક્ષ્યો કરતાં પણ આગળ રાખો.
૫. જીવ સંતુલિત રાખો
તેણે કહ્યું, “સમય હાથમાં નથી રહેવાનો. હું ઘણો બધો સમય બાળકો સાથે કેટલાક ખાસ પ્રસંગો જેમ કે તેમના જન્મદિન, તેમના વાર્ષિક દિન, સ્પોર્ટસ ડે, રજાઓમાં સાથે રહેવા ઈચ્છતો હતો. જે બધું મેં ગુમાવ્યું છે…
અહીં સંદેશ એ છે કે આ વ્યથા છે. આપણે આપણા ક્લાયન્ટસ માટે કામ શરુ કરીએ અને પહેલાં એક-બે લાઈફ પ્લાનિંગ એક્સરસાઈઝ કરી લઈએ. તમામના કિસ્સામાં જે બાબત સામાન્ય હોય છે તે એ કે તેઓ તેમના પરિવારે પૂરતો સમય આપી શકતા નથી. સમય સરતો રહે છે…
૬. સ્વસ્થ રહેવું
સચીને કહ્યું, “હું જો એ તમામ ડોક્ટર્સ, ફિઝિયો, ટ્રેઇનર્સ કે જેમણે આ અટપટાં શરીરને મેદાનમાં રમવા માટે સક્ષમ બનાવી આપ્યું, તેમનો આભાર માનું તો હું મારી ફરજ ચુક્યો કહેવાશે. એટલે મારા શરીરને સુવ્યવસ્થિત રાખવા બદલ એ તમામનો ખૂબ આભાર માનું છું…
અહીં શીખવાનું એ છે કે તણાવમુક્ત જીવનનો અર્થ એ નથી કે સારું રોકાણ કરવું કે મેડિક્લેમ કે ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવા. તમારે તમારી જાતને દરરોજ સાથ આપવાનો છે. આરોગ્યપ્રદ ભોજન, કસરત, તણાવમુક્ત કાર્યશૈલી, નિયમિત મેડિકલ ચેકઅપ્સ જેવી કેટલીક બાબતો વ્યક્તિએ જાળવવી જોઈએ. જીવન કંઈ ૧૦૦ મીટરની રેસ નથી કે જેમાં શરુઆતના ૨૫ મીટરમાં જ તમારે તમારી ઉત્કૃષ્ટતા સાબિત કરી દેવાની હોય. આ તો એક મેરેથોન છે જેમાં એક ચડાવઉતાર અને તેમાં તમારે જાતને જીતાડવાની છે.
૭. લક્ષ્ય ઊચું રાખો
સચીને કહ્યું, “ટીમ માટેનો ટૂંકો સંદેશો મારી પાસે છે. હું ફરીને તેનું પુનરાવર્તન કરું છું. હું માનું છું કે તમે ખૂબ, ખૂબ ભાગ્યશાળી છો અને રાષ્ટ્રની સેવા માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થવાની તક મેળવી ગૌરવશાળી બન્યા છો…
શીખ એ છે કે એક મોટું લક્ષ્ય રાખો એ તમારે પાસે સૌથી ઉત્તમ શું છે તેે બહાર લાવવાની કોશિશ કરો. તમે જ્યાં સંકળાયેલા છો તેેને અનુભવો અને તેમની પ્રશંસા કરો. આર્થિક બાબતોમાં તમારા પરિવારજનોની સુખાકારી તમારા માટે એક માત્ર હેતુ બની જાય એવું બને એટલે કોઈ તણાવ વિના તેને પામવાની કોશિશ કરો. તેનાથી સફળતાો માર્ગ જ સુનિશ્ચિત નહીં થાય પણ સાથે મુશ્કેલ જણાતો સંતોષ પણ મળશે જે આપણે બેધ્યાનણે પણ ઈચ્છતા હોઈએ છીએ એ જ્યારે એકવાર તમે તમારા લક્ષ્યને પામશો ત્યારે તમે સમાજ માટે પણ કંઈક કરવા ઈચ્છા રાખો.
પોતાના આ વક્તવ્ય ઉપરાંતની મુલાકાતોમાં પણ સચીને એક વાત વારંવાર કહી છે કે આપણે જીવનમાં કોઈ આદર્શ રાખીએ એ અગત્યનું છે પણ આપણી વ્યક્તિગતતા જળવાઈ રહે એ માટેના પ્રયાસો પણ થતા રહેવા જોઈએ. તે ગાવસ્કર અને વિવિયન રિચાર્ડસનો મોટો પ્રશંસક છે, પણ તેણે તેમનું અનુકરણ કર્યું નથી. તેની પાસે ગાવસ્કર જેવી સ્થિરતા અને રિચાર્ડસ જેવી આક્રમકતા હતી. જ્યારે ક્રિકેટમાં નવા સ્વરુપે વનડે અને ટી-૨૦નો યુગ ચાલ્યો ત્યારે તે ક્રિકેટમાં પ્રવેશ્યો હતો. તેણે એ બધી સ્ટાઈલ્સ આવી એ એવા કેટલાય શોટ્સ પણ આપ્યા જે પ્રશંસકો જીવનભર ભૂલી નહીં શકે. સચીન આપણને પ્રેરણા જરુર આપે છે, પણ આખરે આપણેય સમય આવ્યે આપણા પોતાના નિર્ણયો લેવાના છે, આપણા જીવન માટે. તેની વાત રોકાણની હોય કે નોકરીની હોય, આપણે આપણી શક્તિઓને, તકોને અને સંજોગને પારખીને આપણા માટે જે વધુ યોગ્ય હોય એ કરવાનું હોય છે.


