(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘સાયબરસફર’ને સાત વર્ષ પૂરાં થયાં! મેગેઝિનનો આ ૩૬મો અંક છે, એટલે મેગેઝિન સ્વરૂપને ત્રણ વર્ષ થયાં, પણ ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાંની સફરને સાત વર્ષ થઈ ગયાં. ‘સફરની સાચી મજા મંજિલે પહોંચી જવામાં નથી, સફરમાં જ છે’ – આ શબ્દોનો સાચો મર્મ આટલાં વર્ષ પછી બરાબર સમજાય છે!

કોઈ અખબારની નાનકડી કોલમ એ એક જ વિષયના આખેઆખા મેગેઝિન સુધી વિસ્તરી હોય એવું બીજી કોઈ ભાષામાં થયું હોવાની જાણ નથી. આપણી ભાષામાં આવું શક્ય બન્યું એનું પૂરેપૂરું શ્રેય ત્રણ બાબતોને ફાળે છે –

  1. આ વિષયની આજના સમયની જરૂરિયાત
  2. આ વિષયની અફાટ વિશાળતા અને અસીમ શક્યતાઓ
  3. આપ સૌનો અનન્ય પ્રેમ અને મિત્રોનો સાથ!

‘સાયબરસફર’ના બિલકુલ પહેલા અંકમાં જે લખ્યું હતું એ ફરી લખું છું… તમે જો ‘સાયબરસફર’ના નિયમિત સહયાત્રી હશો તો કદાચ નોંધ્યું હશે કે તેમાં વાત ભલે ઇન્ટરનેટની થતી હોય, પણ તેના મૂળમાં શિક્ષણને શાળાની બહાર વિસ્તારવા પર ભાર આપવામાં આવે છે – હળવાશથી!

ઇન્ટરનેટ એટલું વિશાળ અને વ્યાપક માધ્યમ છે કે એમાં સૌને માટે કંઈક તો છે જ. શાળા-કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું અને એેની બહાર, દરેક વયના સાચા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું ખૂબ બધું છે ઇન્ટરનેટ પર. પહેલાંના સમયમાં માહિતી જ આટલી હાથવગી નહોતી, હવે માહિતી તો છે, આપણે માહિતીથી જ્ઞાન સુધીની અને જ્ઞાનથી વ્યાપક-વિસ્તૃત સમજ સુધીની સફર આરંભવાની છે.

આશા છે, આપણી સહિયારી સફર સતત આનંદદાયી રહેશે!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!