(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝ એક્સપી, ૭ અને ૮માં હીડન ફાઇલ કેવી રીતે શોધી શકાય?

સવાલ મોકલનારઃ મહેશ સોલંકી, ધ્રાંગધ્રા


વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં બાય ડિફોલ્ટ મહત્ત્વની ફાઇલ્સ હીડન રાખવામાં આવે છે, જેથી ભૂલથી એ ડિલીટ કે મૂવ ન થાય.

સિસ્ટમ ફાઇલ્સ ઉપરાંત, આપણે આપણા કામનું કોઈ ફોલ્ડર કે ફાઇલ બીજા લોકોથી છુપાવવા માગતા હોઈએ તો તે વિન્ડોઝ એક્સપ્લોરરમાં તે ફોલ્ડર કે  ફાઇલ પર રાઇટ ક્લિક કરીને, અંતે આપેલા પ્રોપર્ટીઝના વિકલ્પમાં જાઓ. તેમાં જનરલ ટેબમાં, છેક નીચે એટ્રીબ્યુટ્સના વિકલ્પ આપેલા છે, તેની મદદથી ફાઇલને હાઇડ કરી શકાય છે.

હવે આખી સિસ્ટમમાંની તમામ હીડન ફાઇલ આપણે જોવી હોય તો તે ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન અનુસાર, સરળ પગલાંમાં થઈ શકે છે. આ આપણે ફોલ્ડર્સ ઓપ્શનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહે છે.

વિન્ડોઝ એક્સપીમાં

  • વિન્ડોઝ એક્સપીમાં માય કમ્પ્યુટર ઓપન કરો.
  • ટૂલ્સ મેનુમાંથી ફોલ્ડર ઓપ્શન્સ પસંદ કરો. તેમાં વ્યૂ ટેબમાં જાઓ.
  • અહીં એડવાન્સ્ડ સેટિંગ્સમાં હીડન ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ કેટેગરી શોધો અને તેમાં ‘શો હીડન ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ’ વિકલ્પ પસંદ કરી લો.

વિન્ડોઝ ૭માં

  • કોઈ પણ ફોલ્ડરમાં હો ત્યારે ઓર્ગેનાઇઝ ડ્રોપ ડાઉન મેનુ ઓપન કરો.
  • તેમાં ફોલ્ડર એન્ડ સર્ચ ઓપ્શન્સ જુઓ.
  • તેમાં વિન્ડોઝ એક્સપીની જેમ જ હીડન ફાઇલ્સ અને ફોલ્ડર્સ બતાવવાનો વિકલ્પ મળશે.

વિન્ડોઝ ૮માં

ઉપલી રીબનમાંથી જ ઓપ્શન્સમાં જઈ શકાય છે અને તેમાં હીડન ફાઇલ્સ અને ફોલ્ડર્સ બતાવવાનો વિકલ્પ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!