(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવાના, ખાસ કરીને સહેલાઈથી અંગ્રેજી બોલતાં શીખવાના અનેક રસ્તા હોઈ શકે, પણ એમાંનો એક છે અંગ્રેજી ભાષામાં વધુ ને વધુ સાંભળવું, વાંચવું અને પછી જાતે બોલવાનો પ્રયાસ કરવો.

અંગ્રેજી ભાષા સાંભળવા માટે સૌથી સહેલો રસ્તો ટીવી ઇંગ્લિશ મૂવીઝ અને ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ જોવાનો છે! પરંતુ ઘણી ખરી ઇંગ્લિશ ફિલ્મોમાં ઉચ્ચાર ભલભલાને માથા પરથી જાય એવા હોય છે, ભારતીય ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ જોવાનો ફાયદો એ કે બોલનાર ભારતીય જ હોવાથી તેના ઉચ્ચારો આપણે બરાબર પકડી શકીએ. પરંતુ આ ફાયદો વધારીને, આપણને જેના ઉચ્ચાર સમજાય એવી વ્યક્તિ પાસેથી અંગ્રેજી ભાષા જ શીખી શકાય તો?

આ અંકમાં ક્રિકેટર શ્રીકાંતની આવી એક વેબસાઇટ વિશેનો લેખ છે, તેમાં અમુક ભાગ ફ્રી છે, જેનો આપણે લાભ લઈ શકીએ છીએ. એવી અન્ય એક, તદ્દન ફ્રી વેબસાઇટ છે http://www.engvid.com

ઇંગ્લિશ જેમની માતૃભાષા નથી એવા (જેના માટે ઇએસએલ શબ્દ વપરાય છે, ઇંગ્લિશ એઝ સેકન્ડ લેન્ગ્વેજ) એવા લોકો માટે આ સાઇટ પર ૫૯૩ જેટલા વીડિયો લેસન્સ મૂકવામાં આવ્યા છે. સાઇટના મેનુમાં ટોપિક્સમાં જોશો તેમ, અહીં બિઝનેસ, ગ્રામર, પ્રોનાઉન્શિએશન, વોકેબ્યુલરી, રાઇટિંગ વગેરેમાં મદદરૂપ થાય એવા વીડિયોઝ છે. જેમ કે બિઝનેસ માટે ફોર્મલ કે ઇનફોર્મલ લેટર્સ લખવા હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, બેઝિક ઇંગ્લિશને બિઝનેસ ઇંગ્લિશમાં કેવી રીતે ફેરવવું વગેરે સમજાવતા સંખ્યાબંધ વીડિયોઝ અહીં જોવા મળશે.

ડિક્શનરીનો ઉપયોગ કરીને આપણઉં શબ્દભંડોળ કેવી રીતે વધારવું, વધુ ને વધુ નવા શબ્દો અને તેના અર્થ કેવી રીતે યાદ રાખવા વગેરે સમજાવતા વીડિયો પણ અહીં મળશે.

એ જ સાઇટ પરથી, ઇંગ્લિશમાં લખતી વખતે કે બોલતી વખતે લોકો સામાન્ય રીતે જે ભૂલો કરતા હોય છે તે દશર્વિતાં સંખ્યાબંધ વાક્યો અહીં આપવામાં આવ્યાં છે. ખોટાં વાક્યો અને સાચાં વાક્યો બરાબર તપાસશો તો તમે પણ ભૂલોની એક ચોક્કસ પેટર્ન પકડી શકશો. http://engvid.com/english-resource/50-common-grammer-mistakes-in-english/ પરથી તમે આ વાક્યો પ્રિન્ટ કરી શકશો અને ત્યાર પરથી તેની સાથે આપેલી ક્વિઝનો લાભ લેશો તો તમે હજી ક્યાં ભૂલ કરો છો એ પણ સમજી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!