(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્ડ્રોઇડ ફોનમાં વાઇ-ફાઇની સુવિધાનો ફાયદો કઈ રીતે લઈ શકાય?

ઇન્ટરનેટ કનેક્શન વગર વાઇ-ફાઇનો ઉપયોગ કરી શકાય ખરો?

સવાલ મોકલનારઃ કૌમિલ ભટ્ટ, ભાવનગર

એન્ડ્રોઇડ કે બીજા કોઈ પણ પ્રકારના સ્માર્ટફોન કે ટેબલેટમાં આપણે મુખ્યત્વે બે રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકીએ :

એક, આપણે જે બીએસએનએલ, આઇડિયા, એરટેલ કે વોડાફોન જેવી જે ફોન કંપનીનું સિમકાર્ડ ફોનમાં નાખ્યું હોય તેમાં આપણા પ્લાનની સાથોસાથ ઇન્ટરનેટ માટેનો ડેટા પ્લાન પણ ખરીદીએ અને તેની મદદથી સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા મેળવીએ.

બીજો રસ્તો વાઇ-ફાઇ દ્વારા સ્માર્ટફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવાનો છે. હવે ઘણાં બધાં ઘરોમાં કમ્પ્યુટર માટે કેબલ કે લેન્ડલાઇન ફોનની સાથે ઇન્ટરનેટ કનેક્શન મેળવ્યું હોય તો તેમાં વાઇ-ફાઇ રાઉટર પણ ફિટ કરવામાં આવે છે. આપણે પીસીને કેબલ દ્વારા આ રાઉટર સાથે કનેક્ટ કરીને નેટ કનેક્શન મેળવી શકીએ અને રાઉટરના એન્ટેનામાંથી નીકળતાં વાઇ-ફાઇ સિગ્નલ આપણા સ્માર્ટફોનમાં ઝીલીને તેની મદદથી પણ સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન મેળવી શકીએ છીએ. ઘણા મોલ, એરપોર્ટ, રેસ્ટોરાં વગેરે જગ્યાએ પણ આ રીતે ફ્રી વાઇ-ફાઇની સુવિધા મળતી હોય છે.

સ્માર્ટફોનમાં સિમ કાર્ડમાંના ડેટા પ્લાનથી ઇન્ટરનેટ કનેક્શન મેળવીએ કે વાઇ-ફાઇ સિગ્નલ દ્વારા, ઇન્ટરનેટનો લાભ બંનેમાં સરખો જ મળે છે. ફક્ત, સિમ કાર્ડમાંના ડેટા પ્લાન માટે આપણે પ્લાન મુજબ રુપિયા ચુકવવા પડે છે.

આનો અર્થ થયો કે આપણા સ્માર્ટફોનમાં કોઈ કંપનીનું સિમ કાર્ડ જ ન હોય તો પણ આપણે વાઇ-ફાઇ દ્વારા ફોનમાં ઇન્ટરનેટ કનેક્શનનો લાભ લઈ શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!