(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ વધીએ નિત નૂતન આનંદયાત્રામાં!

નૂતન વર્ષ આપના જીવનમાં આનંદનો નવો ઉજાસ લાવે એવી હાર્દિક શુભેચ્છાઓ!

‘સાયબરસફર’ના લેખો લખતાં મને એક વાતની હંમેશા મૂંઝવણ રહે છે, કયા સ્તરના વાચકોને ધ્યાનમાં રાખીને લખવું? આ અંકની કવરસ્ટોરીની જ વાત કરીએ. કવરસ્ટોરીનાં બીજ ‘કંઈકઅલગ પ્રકારના કમ્પ્યુટર’ જેવી ક્રોમબુકની ભારતમાં રજૂઆત, પણ ક્રોમબુક બીજાથી અલગ કેમ છે, ક્રોમબુક પછી હવે આવશે એ ક્રોમબુક પિક્સેલ કેવી હશે એ બધી વાતની સાથે, આવી કોઈ બુકની જરુર કેમ ઊભી થઈ, અત્યારે એ આપણને ઉપયોગી છે કે નહીં એ મુદ્દો પણ સમજવો જરુરી છે.

ગુજરાતના ગામડે ગામડે શાળાઓમાં સરકારે કમ્પ્યુટર આપ્યાં છે તેમાં ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝને તો આપણે જાણીએ જ છીએ, પણ આ નવી ક્રોમ ઓએસ, મેક ઓએસ, એન્ડ્રોઇડ, ઉબુન્ટુ વગેરે ઓપરેટિંગ સિસ્ટમ અને તેના પર ચાલતાં વિવિધ પ્રકારનાં સાધનો એકબીજાથી ક્યાં જુદાં છે અને કોણ આપણા માટે ઉપયોગી છે એ સમજવા માટે, છેક પાયાથી વાત કરવી યોગ્ય સમજી છે. ‘સાયબરસફર’નું ધ્યેય માત્ર નવી માહિતી આપવાના બદલે સૌને એક સ્તર પર લાવીને પછી આગળની વાત કરવાનું છે, એટલે ઘણા વાચકોને કેટલીક વાત તદ્દન પ્રાથમિક લાગે તો માફ કરશો.

એ સાથે એટલું ચોક્કસ કહીશ કે બીજા અંકોની જેમ આ અંકમાંના ઘણા લેખ કમ્પ્યુટરની સારી એવી જાણકારી ધરાવતા લોકોને પણ નવી માહિતી આપે તેવા છે અને એ સ્તર પણ જળવાઈ રહેશે.

આપ સૌની લાગણી સ્વીકારીને, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ઉપરાંત, ઇન્ટરનેટ પરથી મળતી વિવિધ વિષયની રસપ્રદ જાણકારીને પ્રમાણસર રીતે આવરી લેવાનું પણ જાળવી રાખ્યું છે.

સૂચનો મોકલતા રહેશે!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!