(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ એકાઉન્ટ રીકવરી ઓપ્શન્સ

તમારી ગૂગલ એકાઉન્ટ તમારી જ માલિકીનો છે, એવું સાબિત કરવાનો સમય આવે તો? જાણો કેટલાંક અગમચેતીનાં પગલાં.

તમારા માટે તમારો ગૂગલ એકાઉન્ટ કેટલો મહત્ત્વનો છે? તમારા જીમેઇલને એક વાર ઓપન કરો, શાંતિથી તેમાં રહેલા તમારા બધા ઈ-મેઇલ પર એક નજર ફેરવો અને તમને આ સવાલનો જવાબ મળી જશે. હજી તો આપણે ફક્ત જીમેઇલનું ખાતું જોયું છે, બીજી ગૂગલ એપ્સમાં બીજી કેટલીય મહત્ત્વની માહિતી ધરબાયેલી પડી હશે. હવે બે ઘડી માટે ધારી લો કે તમે તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા, તો? અથવા કોઈએ તમારું એકાઉન્ટ હેક કર્યું પાસવર્ડ બદલી નાખ્યો અને હવે ગૂગલની અદાલતમાં સાબિત કરવાનું છે કે તમારા એકાઉન્ટના તમે જ માલિક છો, પેલો હેકર નહીં, તો એ કેવી રીતે કરશો?


ગૂગલ તરફથી અવારનવાર આ વિશે માર્ગદર્શન અપાતું રહે છે, પણ મોટા ભાગે ઘણી મહત્ત્વની પણ નાની નાની વાતો આપણા ‘કામકાજના રડાર’ની બહાર રહી જતી હોય છે. સામાન્ય રીતે, માત્ર ગૂગલ નહીં, ઇન્ટરનેટ પરની બધી જ સર્વિસમાં, આપણે પાસવર્ડ ભૂલી ગયા હોઈએ તો કેટલીક માહિતી પૂરી પાડીને નવો પાસવર્ડ મેળવી શકતા હોઈએ છીએ. સૌથી સરળ રસ્તો, આપણા ઈ-મેઇલ એકાઉન્ટમાં પાસવર્ડ રીસેટ કરવાની લિંક મેળવવાનો છે.

બેન્કિંગ કે મ્યુચ્યુઅલ ફંડના એકાઉન્ટની વાત હોય તો તેમાં જરા વધુ ટાઇટ સિક્યોરિટી હોય એટલે આપણે અગાઉથી બેન્કને આપેલી માહિતી પૂછવામાં આવે અને આપણે તેના સાચા જવાબ આપવાના હોય છે. જેના જવાબ માત્ર આપણને જ ખબર હોય એવા સિક્યુરિટી ક્વેશ્ર્નનના જવાબ આપવાનો એક રસ્તો પણ હોય છે.
ગૂગલ કહે છે કે આપણે આપણો પાસવર્ડ ભૂલી જઈએ એટલે આપણા પોતાના ઘરને તાળું માર્યા પછી ચાવી ખોઈ નાખવા જેવી વાત થઈ. જો ચાવી (એટલે કે પાસવર્ડ) આપણે પોતે ખોઈએ નહીં, પણ કોઈ ચોરી જાય અને પછી એ આપણું તાળું ખોલી, પોતાનું તાળું લગાવી દે તો? તો પણ આપણે પોતાના ઘરમાં દાખલ થઈ શકીએ નહીં. આવી સ્થિતિમાં, આપણે ગૂગલને સહેલાઈથી કહી શકીએ છીએ કે જે તે ઘરના સાચા માલિક આપણે પોતે જ છીએ, શરત એટલી કે ચાવી ખોવાય કે ચોરાય તે પહેલાં આપણે કેટલાંક સાવચેતીનાં પગલાં લેવાં પડે.બિલકુલ સરળ એવાં આ પગલાં અહીં સમજી લઈએ.

રીકવરી ઈ-મેઇલ એડ્રેસ આપો

ગૂગલના એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને (જુઓ સાથેનું બોક્સ) આપણે આપણું પોતાનું એક બીજું ઈ-મેઇલ એડ્રેસ જણાવી શકીએ છીએ. આપણે પાસવર્ડ ભૂલી ગયા હોઈએ કે બીજા કોઈએ આપણો પાસવર્ડ બદલી નાખ્યો હોય તો આપણે ગૂગલને પાસવર્ડ રીસેટ કરવાની વિનંતી કરી શકીએ છીએ.

આ સ્થિતિમાં, ગૂગલ આપણે આપેલા બીજા રીકવરી ઈ-મેઇલ એડ્રેસ પર પાસવર્ડ રીસેટ કરવાની લિંક મોકલશે. જો ગૂગલને લાગે કે એકાઉન્ટમાં કંઈક શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી છે (જેમ કે આપણે નિયમિત રીતે ભારતમાંથી લોગ-ઇન થતા હોઈએ અને અચાનક કોઈ બીજા દેશમાંથી લોગ-ઈન થાય) તો ગૂગલ આપણને સચેત કરતો સંદેશ મોકલી શકે છે – આપણે આપેલા આ બીજા ઈ-મેઇલ એડ્રેસ પર.

તમારા ગૂગલ એકાઉન્ટમાં તમારો ફોન નંબર ઉમેરો

આ એક બહુ મહત્ત્વનું પગલું છે. ગૂગલ કહે છે કે આપણે આપણા એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જઈએ તો તેની ફરી એક્સેસ મેળવવાનો સૌથી સચોટ રસ્તો આપણો મોબાઇલ નંબર ગૂગલને આપવાનો છે. આપણે પાસવર્ડ રીસેટ કરવાની વિનંતી ગૂગલને કરીએ એટલે ગૂગલ આપણે અગાઉથી આપેલા મોબાઇલ નંબર પર એક ચોક્કસ કોડ મોકલે છે, જે ગૂગલને જણાવીને આપણે પાસવર્ડ રીસેટ કરી શકીએ.

રીકવરી ઈ-મેઇલ કે સિક્યુરિટી ક્વેશ્ર્નન કરતાં આ વધુ અસરકારક ઉપાય છે કેમ કે રીકવરી એકાઉન્ટ પણ હેક થઈ શકે અથવા સિક્યુરિટી ક્વેશ્ચન (આપણી પહેલી શાળા કે મમ્મીનું નામ કે જન્મસ્થળ વગેરે)ના જવાબો બીજી કોઈ વ્યક્તિ જાણતી હોય એવું પણ બની શકે. જ્યારે મોબાઇલ આપણા પોતાના હાથમાં હોય, જેમાં આવેલો કોડ બીજી કોઈ વ્યક્તિ જાણી શકે નહીં. ગૂગલ કહે છે કે તે આપણા ફોન નંબરનો આપણા હિત સિવાય બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરશે નહીં.

રીકવરી ઓપ્શન્સને અપ ટુ ડે રાખો

આ પણ બહુ મહત્ત્વની વાત છે. તમે તમારો મોબાઇલ નંબર બદલો તો ગૂગલને જાણ કરવાનું ભૂલશો નહીં. ગૂગલ સામેથી થોડા થોડા વખતે આપણને આપણા રીકવરી ઓપ્શન્સ તપાસી લેવાનું યાદ પણ આપે છે.

આ પગલાં તદ્દન સરળ છે, બહુ જ ઓછા સમયમાં એ સેટ કરી શકાય છે અને સૌથી અગત્યનું, એનો લાભ લેવો જરૂરી છે!


તમારા ગૂગલ એકાઉન્ટ માટે રીકવરી ઓપ્શન્સ સેટ કરવા આટલું કરો


http://accounts.google.com/UpdateAccountRecoveryOptions પેજ પર જાઓ. અહીં નીચે મુજબની માહિતી આપો.

  1. તમારો મોબાઇલ નંબર ગૂગલને જણાવો.
  2. રીકવરી ઇમેઇલ એડ્રેસ ગૂગલને જણાવો.
  3. ઓલ્ટરનેટ ઇમેઇલ એડ્રેસ ગૂગલને જણાવો. તમે જીમેઇલ સિવાયનું બીજું કોઈ પણ ઈ-મેઇલ આઇડી ગૂગલને આપીને તેનાથી તમારા એકાઉન્ટમાં સાઇન-ઇન થઈ શકો છો. બીજા કોઈના ગૂગલ એકાઉન્ટમાં ઓલ્ટરનેટ ઈ-મેઇલ તરીકે વાપરેલ આઇડીનો તમે અહીં ઉપયોગ કરી શકશો નહીં. આ વધુ પડતું ગૂંચવાડાભર્યું લાગતું હોય તો આ પગલું તમે જતું કરી શકો છો.
  4. સિક્યુરિટી ક્વેશ્ચન અને તેનો જવાબ. ગૂગલે પહેલેથી નક્કી કરેલા કેટલાક સવાલમાંથી કોઈ પસંદ કરી તેનો જવાબ ગૂગલને જણાવી રાખો અથવા બીજા કોઈને જેનો જવાબ ખબર ન હોય એવો કોઈ સવાલ નક્કી કરી, તેનો જવાબ આપી રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!