(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લેપટોપમાં અલગથી કી-બોર્ડ લગાવી શકાય?

બિલકુલ લગાવી શકાય. સવાલ સાદો છે, પણ ઘણા લોકોને સતાવતો હોય છે. પહેલી દૃષ્ટિએ, લેપટોપમાં કી-બોર્ડ તો હોય જ છે, પછી બીજું કી-બોર્ડ લગાવવાની શી જરુર એવો વિચાર પણ આવી શકે. પરંતુ, ઘણાં કારણોસર આવી જરુર ઊભી થઈ શકે છે. એક તો, લાંબા સમય સુધી પીસી પર મોટી કીવાળા કી-બોર્ડ પર કામ કરવાની આદત પડી ગઈ હોય તો પછી લેપટોપના નાના કી-બોર્ડ પર કામ કરવું ઘણા લોકોને મુશ્કેલ લાગે છે.


કેટલાક લોકોને મોટા કી-બોર્ડ પરની ડાબી તરફ આંકડાઓવાળી કીની અલગથી જે સગવડ મળે છે એની લેપટોપમાં ખોટ સાલે છે (જોકે હવે ન્યૂમરિક કીની અલગ પેનલવાળાં લેપટોપ પણ મળે છે). કેટલીક વાર લેપટોપની ડિઝાઇનમાં વેન્ટિલેશનની પૂરતી સગવડ ન હોય તો કી-બોર્ડવાળો ભાગ બહુ ગરમ થઈ જતો હોય છે, એ કારણે તેના પર કામ કરવું મુશ્કેલ બને છે.


ટૂંકમાં, મુસાફરી દરમિયાન લેપટોપના કી-બોર્ડથી કામ ચલાવી લઈ શકાય, પણ સામાન્ય સંજોગોમાં ઓફિસમાં કે ઘરે ટેબલ પર લેપટોપ રાખીને તેનો જ મુખ્ય કમ્પ્યુટર તરીકે ઉપયોગ કરવો હોય તો તેના માટે તેમાં અલગ કી-બોર્ડ અને માઉસ બંને એટેચ કરી લેવાં સલાહભર્યું છે. અલબત્ત, એ માટે બંને સાધન યુએસબી પ્લગવાળાં હોવાં જરુરી છે. તમારા લેપટોપમાં વધુ યુએસબી પોર્ટ ન હોય તો એક સાથે મલ્ટિપલ યુએસબી કનેક્ટ કરી શકાય એવાં હબ પણ બજારમાં સહેલાઈથી મળે છે. લેપટોપમાં બ્લુ ટૂથની સગવડ હોય તો વાયરલેસ કી-બોર્ડ અને માઉસનો લાભ લઈ શકાય. આખું કી-બોર્ડ કનેક્ટ ન કરવું હોય તો ફક્ત ન્યુમરિક કી-પેડ પણ અલગથી મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!