(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રમત રમતમાં ઝડપી ટાઇપિંગ શીખો

 પણ પ્રકારના શિક્ષણની જેમ, ટાઇપિંગ શીખવાનું કામ પણ ભારરુપ ન હોવું જોઈએ. અહીં એવી કેટલીક સાઇટ્સની યાદી આપી છે, જ્યાં પહોંચીને તમને ગેમ રમતાં રમતાં કે ફેસબુક પરના મિત્રો સાથે હરીફાઇ કરીને ટાઇપિંગની ઝડપ વધારી શકો છો અને ચોક્સાઈ કેળવી શકો છો.

ટાઇપિંગ સ્ટડી (http://www.typingstudy.com)

એક-બે આંગળીને બદલે બધી આંગળીના – યોગ્ય – ઉપયોગથી ટાઇપિંગ શીખવું હોય તો પહેલા પગથિયા જેવી આ સાઇટ છે. સાઇટ પર જઈને પહેલા જ લેસનથી શરુઆત કરો, બહુ જ સુંદર રીતે ડિઝાઇન થયેલી એપ્લિકેશન છે (સાઇટના દેખાવની વાત નથી, ઉપયોગીતાની રીતે સુંદર!).

લર્નટાઇપિંગ (http://www.learntyping.org)

ટાઇપિંગ સ્ટડી જેવી જ, પણ જરા જુદી રીતે ટાઇપિંગની પ્રેક્ટિસ કરવામાં મદદ કરતી સાઇટ.

ટાઈપ મેનિઆક (http://www.mindjolt.com/typing-maniac.html)

આ ગેમ તમે બ્રાઉઝરમાં આ એડ્રેસ ટાઇપ કરીને એકલા રમી શકો છો અથવા ફેસબુકમાં લોગ-ઈન થઈ, આ ગેમને એપ તરીકે ઉમેરીને તમારા અન્ય મિત્રો સાથે પણ સ્પર્ધા કરી શકો છો. રમત સાદી છે, સ્ક્રીન પર શબ્દો ઉપરથી નીચે વરસતા રહેશે, એ ગાયબ થાય તે પહેલાં તમારે તેને ટાઇપ કરીને ગૂમ કરવાના છે – મજા પડશે અને ટાઇપિંગ ઝડપી પણ બનશે!

ટાઈપરેસર http://play.typeracer.com

ટાઈપરેસર એક સાદી પણ મજાની ગેમ છે. જેમાં દરેક પ્લેયર એક કાર તરીકે હોય છે. આપણી સાથે બીજા ઓનલાઇન લોકો પણ આ રેસમાં જોડાયેલા હોય. સૌને એક પુસ્તકમાંથી એક ફકરો આપવામાં આવે, જેને ભૂલો વગર ઝડપથી ટાઇપ કરીને પોતાની કારને બીજાથી આગળ લઈ જવાની. સ્પધર્નિા અંતે, પ્રતિ મિનિટ આપણે કેટલા શબ્દો ટાઇપ કરી શક્યા અને એક્યુરસી કેટલી હતી એ પણ જાણવા મળે છે.

કીબર.કોમ (http://keybr.com)


કીબર પણ સીધી જ બ્રાઉઝરમાં રમી શકાય એવી ગેમ છે, કશું જ ઇન્સ્ટોલ કરવાનું નથી. ફક્ત, તેમાં જે શબ્દો આપ્યા હોય તે આપણે આપણા કી-બોર્ડમાં ટાઇપ કરવાના છે. આ ગેમ પણ આપણી ટાઇપિંગની ઝડપ વધે અને ભૂલો ઘટે એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે.

લર્ન ટાઈપિંગ

આ એક વેબસાઈટ છે જેમાં ટાઇપિંગ શીખનારા લોકોને ટાઇપિંગ બાબતે અનેક ટીપ્સ આપે છે. જેની મૂળભૂત ટીપ્સમાંથી પસાર થઈ જાવ તે પછી તમને વધુ મથામણ કરાવતી એક્સરસાઈઝ આપે છે.

ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હો તો ક્રોમ વેબ સ્ટોરમાં ટાઇપિંગ શીખવતી ઘણી બધી એપ્લિકેશન શોધી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!