(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક પર સક્રિય સ્વજનની વિદાય પછી…

પરિવારના કોઈ સ્વજનનું આકસ્મિક મૃત્યુ આમેય આંચકાજનક અને દુ:ખદ હોય, તેમાં તેમના વિવિધ ઓનલાઇન એકાઉન્ટને સંભાળવાની જવાબદારી કુટુંબીઓ માટે બહુ મુશ્કેલ બની જાય. ફેસબુક પર આ કામ થોડું સહેલું બનશે.


 જીવન અનિશ્ચિત છે, ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ સાથે કંઈ પણ થઈ શકે છે. કોઈ વ્યક્તિનું અણધાર્યું અવસાન થાય ત્યારે પરિવારના સ્વજનો માટે તે વ્યક્તિની ડિજિટલ લાઇફ મેનેજ કરવી મુશ્કેલ બની જાય છે. એ વ્યક્તિના એકાઉન્ટના પાસવર્ડ જ ખબર ન હોય તો કરવું શું?

ફેસબુકે આ સમસ્યાનો એક ઉપાય આપ્યો છે. જે મુજબ ફેસબુક યુઝર પોતાની હયાતિમાં જ, કોઈ મિત્ર કે સ્વજનને પોતાના લેગસી કોન્ટેક્ટ તરીકે નીમી શકે છે. અલબત્ત, આ સગવડ અત્યારે ફક્ત યુએસના ફેસબુક યુઝર્સને મળી છે. ભારતમાં થોડા સમયમાં તે મળવા લાગે તેવી શક્યતા છે.

અત્યાર સુધી, ફેસબુક પર સક્રિય કોઈ વ્યક્તિનું અવસાન થાય તો તેમના મિત્ર કે પરિવારજન ફેસબુકનો સંપર્ક સાધીને તેમના એકાઉન્ટને બંધ કરવાની કે યાદગીરી રુપે સાચવી રાખવાની વિનંતી કરી શકતા હતા (report a deceased person or anaccount that needs to be memorizlized on facebook) જેવું કંઈક સર્ચ કરી, ફેસબુકને આવી વિનંતી મોકલવાના પેજ સુધી પહોંચી શકાય છે, વિનંતી મોકલવા માટે આપણે ફેસબુકમાં લોગઇન થવું જરુરી છે).

જો મૃતક વ્યક્તિના એકાઉન્ટને યાદગીરી સ્વરૂપે સાચવવામાં આવે તો…

  • એ વ્યક્તિના પ્રોફાઇલ પેજ પર, તેમના નામ આગળ Remembering શબ્દ ઉમેરવામાં આવે છે.
  • એ એકાઉન્ટના પ્રાઇવસી સેટિંગ્સ અનુકૂળ હોય તો મૃત વ્યક્તિના મિત્રો પોતાની યાદો મેમોરિયલાઇઝ્ડ ટાઇમલાઇન પર મૂકી શકે છે.
  • મૃત વ્યક્તિએ જે ક્ધટેન્ટ, એટલે કે ફોટો, પોસ્ટ વગેરે મિત્રો સાથે શેર કર્યું હોય તે યથાવત રહે છે.
  • મૃત વ્યકિતના પરિવારજનોની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે ફેસબુક ‘પીપલ યુ મે નો’, બર્થ ડે રીમાન્ઇન્ડર કે જાહેરાતોમાં મૃત વ્યક્તિનો ઉલ્લેખ કરતી નથી.
  • મૃત વ્યક્તિ કોઈ ફેસબુક પેજના એકમાત્ર એડમિન હોય તો એ પેજ દૂર કરવાની વિનંતી મળતાં ફેસબુક તે દૂર કરી શકે છે.
  • પરિવારજનો ઇચ્છે તો દિવંગત વ્યકિતનું એકાઉન્ટ ફેસબુક પરથી દૂર કરી શકે છે.

હવે નવી સગવડ

દિવંગત વ્યક્તિના ફેસબુક એકાઉન્ટને યાદગીરી સ્વરૂપે સાચવી લેવાની સુવિધા ઉપરાંત, ફેસબુક પર હવે એવી સગવડ ઉમેરવામાં આવી છે કે ફેસબુક પર એકાઉન્ટ ધરાવતી કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારના સભ્ય કે કોઈ મિત્રને લેગસી કોન્ટેક્ટ તરીકે નીમી શકે છે. આ લેગસી કોન્ટેક્ટ એ વ્યક્તિની અણધારી વિદાય પછી તેમના મૃત્યુના સમાચાર તેમના કોન્ટેક્ટસને આપી શકે છે તેમ જ બીજાં કેટલાંક પગલાં લઈ શકે છે.

આપણે પીસી પર આવી રીતે

 લેગસી કોન્ટેક્ટ પસંદ કરવાની પદ્ધતિ સમજી લઈએ. મોબાઇલમાં ફેસબુકની લેટેસ્ટ એપમાં લગભગ આ જ પ્રકારની પદ્ધતિ છે.

  1. ફેસબુકમાં
    લોગ-ઈન થાઓ અને સેટિંગ્સ પર ક્લિક કરી સિક્યોરિટી પર ક્લિક કરો.
  2. લેગસી કોન્ટેક્ટ વિકલ્પ પસંદ કરો. પછી ‘ચૂઝ એ ફ્રેન્ડ’ પર ક્લિક કરો અને તમે જે વ્યક્તિને નીમવા માંગતા હો તેમનું નામ ટાઇપ કરવાનું શરૂ કરો. ફેસબુકમાં સૌ કોઈ મિત્ર તરીકે જ ઓળખાય છે પણ આપણે પરિવારના કોઈ સભ્યને પણ પસંદ કરી શકીએ છીએ.
  3. એ વ્યક્તિનું નામ પસંદ કરીને તેને ક્લિક કરવાથી એ વ્યક્તિને જે નોટિફકેશન મળવાનું હોય તે આપણે વાંચીને તેમાં જરૂરી ફેરફાર કરી શકીએ છીએ. એ વ્યક્તિ સાથે ‚બધી વાતચીત કર્યા પછી આ મેસેજ મોકલવાના હો તો ફેસબુકનો ઔપચારિક મેસેજ પણ ચાલી જશે.
  4. ત્યાર પછી, જે તે વ્યક્તિના નિધન બાદ એ વ્યક્તિએ લેગસી કોન્ટેક્ટ તરીકે નીમેલ વ્યક્તિ દિવંગત વ્યક્તિના એકાઉન્ટની ટાઇમલાઇન પર કોઈ પોસ્ટ પિન કરી શકે છે, નવી ફ્રેન્ડ રિક્વેસ્ટના જવાબ આપી શકે છે અને પ્રોફાઇલ પિક્ચર બદલી શકે છે. અલબત્ત, લેગસી કોન્ટેક્ટ દિવંગત વ્યક્તિ તરીકે તેમના એકાઉન્ટમાં લોગઇન થઈ શક્તા નથી કે તેમના તરીકે સ્ટેટસ પોસ્ટ કરી શકતા નથી.

આવી રીતે જે વ્યક્તિએ લેગસી કોન્ટેકટ નીમેલ હોય તે વ્યક્તિના અવસાન પછી લેગસી કોન્ટેક્ટે ફેસબુકને જે તે વ્યક્તિના નિધનની જાણ કરવાની રહે છે અને તેમની યાદગીરી સાચવી લેવા માટે એકાઉન્ટ મેમોરીયલાઇઝેશનની વિનંતી મોકલી શકે છે તેમ જ દિવંગત વ્યક્તિની ટાઇમલાઇન પર પોસ્ટ પિન કરી શકે છે, નવા ફ્રેન્ડની રીકવેસ્ટના જવાબ પાઠવી શકે છે અને પ્રોફાઇલ પિકચર કે કવર ફોટો બદલી શકે છે.

અત્યારે ફેસબુકના યુઝર્સની સંખ્યા લગભગ ૧.૪ અબજના આંકડે પહોંચી છે અને તેમાંથી કેટલા એકાઉન્ટ મૃત વ્યક્તિઓના છે તે વિશે ફેસબુક કોઈ ફોડ પાડતી નથી.
આપણે આશા રાખીએ કે આપણા કોઈ ફ્રેન્ડને ફેસબુકની આ સુવિધાનો લાભ લેવાની જરૂર ન પડે.


કોઈ મિત્ર આત્મહત્યા કરે એવું લાગે છે?

ફેસબુક પર કોઈ મિત્ર અત્યંત હતાશામાં ગરકાવ હોય અને એ આત્મહત્યા કરે તેવી શક્યતા સૂચવતી કોઈ પોસ્ટ તમને જોવા મળે તો?

એ વ્યક્તિ વાસ્તવિક જીવનમાં પણ આપણી મિત્ર હોય તો તો આપણે તરત મદદ કરવા દોડીએ કે તેના પરિવારનો સંપર્ક કરીએ, પણ એટલો પરિચય કે એટલો સમય ન હોય તો?

ફેસબુક પર વર્ષ ૨૦૧૧થી, આત્મહત્યાનું સૂચન કરતી પોસ્ટ રિપોર્ટ કરવાની સગવડ હતી, પણ અત્યાર સુધી કોઈ વ્યક્તિએ આવી પોસ્ટ અંકે ફેસબુક કે સત્તાવાળાઓનું ધ્યાન દોરવું હોય તો લાંબી પ્રક્રિયા રહેતી હતી. ફેસબુકે એ પ્રક્રિયા આસાન બનાવી છે. હવે જે તે પોસ્ટને ફક્ત એક ક્લિકથી રિપોર્ટ કરી શકાય અને જે તે વ્યક્તિને મદદ પહોંચાડી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અત્યારે આ સુવિધા યુએસમાં અમલી થઈ રહી છે, થોડા સમયમાં આખા વિશ્વમાં તેનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!