(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પેટમાં પહોંચીને સ્ટેટસ અપડેટ કરતી દવા!

ઇન્ફર્મેશન ટેક્નોલોજી આપણી આસપાસ તો વિસ્તરી જ રહી છે, હવે તે આપણા પેટની અંદર પણ પહોંચવા લાગી છે!

દવા લેવાનું ભૂલી જતા દર્દીઓ માટે ઉપયોગી એવી, હજી વિકસી રહેલી આ ટેક્નોલોજી જાણવા જેવી છે.

લગ્નની ચોરીમાંથી, સ્મશાનગૃહમાંથી કે છેવટે ટોઇલેટમાંથી લોકો ટ્વીટર કે ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરતા હોવાની વાતો તો આપણે સાંભળી છે, પણ પેટની અંદરથી સ્ટેટસ અપટેડ કરવામાં આવશે અને એ પણ નિર્જીવ દવા દ્વારા એમ કોઈ કહે તો કહેવાનું મન થાય કે ‘યે બાત કુછ હજમ નહીં હુઈ!’

પરંતુ, બીબીસીના એક અહેવાલ મુજબ, તબીબો આ જ દિશામાં પ્રયાસો કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અભ્યાસ મુજબ, લગભગ ૫૦ ટકા લોકો પોતાની દવા નિયમિત રીતે લેતા નથી (તમે પણ એમાંના એક હશો તો આ આંકડો નવાઇજનક નહીં લાગે) અને જેટલી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે કે દર્દીને આપવા/વેચવામાં આવે છે એમાંથી ૫૦ ટકા દવાઓ યોગ્ય હોતી નથી (આ આંકડો ચોક્કસ આંચકાજનક લાગશે).

આ બંને કારણે, દર્દીને તો નુકસાન થાય જ છે, આરોગ્યઉદ્યોગને પણ વર્ષે ગજબનું નુકસાન થાય છે. જેમ કે તમારા પરિવારમાં કોઈને ડાયાબિટિસ કે હાઇ બીપીની દવા નિયમિત લેવાની હોય, પણ રોજની વાત થઈ હોવાને કારણે ધીમે ધીમે દવા લેવામાં નિયમિતતા ન જળવાય તો વાત ગંભીર વળાંક લઈ શકે છે. ઘણી બધી દવાઓનો નિયમિત રીતે, આખેઆખો ડોઝ પૂરો કરવો જરૂરી હોય છે, એક વાર દવા લેવાનું ચૂક્યા તો આખો ડોઝ ફરી લેવો પડે. તો આ દવા નિયમિત રીતે લેવાય છે કે નહીં એની ખાતરી કઈ રીતે કરી શકાય? એના ઉપાય માટે ટેક્નોલોજી તરફ નજર દોડાવવામાં આવી રહી છે.

કેલિફોર્નિયાની પ્રોટિયસ ડિજિટલ હેલ્થ નામની એક કંપનીના કહેવા પ્રમાણે, દર્દીના પેટમાં કોઈ ટેબલેટ પહોંચે એ સાથે એ લાગતાવળગતા લોકો જોગ પોતાનું સ્ટેટસ અપડેડ કરી દે કે ‘પોતે દર્દીના પેટમાં પહોંચી ગઈ છે’ તો દવા લેવામાં નિયમિતતા જળવાઈ શકે!

આખી વાત સાયન્સફિક્શન જેવી લાગે છે, પણ આ દિશામાં પ્રયોગો કરતા તબીબ વિજ્ઞાનીઓ કહે છે કે આવી ટેબલેટ પેલી ‘પોટેટો બેટરી’ના સિદ્ધાંત પર કામ કરે છે. હમણાં હમણાં આપણે ટીવી પર વારંવાર બાળકના જિનિયસ આઇડિયા બતાવતી બિસ્કિટની એડ્સ જોઈએ છીએ. તેમાંની એક એડમાં, એક બાળક બટાકા સાથે વાયરિંગ કરીને બલ્બ ઝગમગતો કરે છે, એ એડ યાદ છે? પ્રોટિયસ કંપનીના સીઈઓ કહે છે કે જો આપણે બટાકામાં કોપરનો તાર અને થોડું મેગ્નેશિયમ નાખીએ તો કેમિસ્ટ્રીના સાદા સિદ્ધાંત મુજબ, આયોનિક સોલ્યુશનમાં રહેલ બે અસમાન ધાતુને કારણે ઇલેક્ટ્રિકલ ચાર્જ પેદા થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે.

બરાબર આ જ સિદ્ધાંત પર, વૈજ્ઞાનિકો એક ચોરસ મિલિમીટર કરતાંય નાના કણમાં કોપર અને મેગ્નેશિયમ (આ બંને આહારમાં જ‚રી મિનરલ્સ છે) ઉમેરે છે અને એ કણને દવામાં સામેલ કરે છે. આ દવા આપણા પેટમાં જાય ત્યારે આપણે બટાકા જેવું કામ કરી છીએ કેમ કે પેટમાંના એસિડ્સ આયોનિક સોલ્યુશન પૂરું પાડે છે. પરિણામે ટેબલેટ ઓગળતાં તેમાંનું સેન્સર ચાર્જ થાય છે, જે દર્દીના શરીર પર લગાવેલી એક પટ્ટીને સિગ્નલ્સ મોકલે છે (એ પટ્ટી પાછી દર્દીની બીજી નોંધપાત્ર બાબતો, હલનચલન, ઊંઘ વગેરેની નોંધ રાખે છે). આ પટ્ટી છેવટે બધો જ ડેટા ક્લાઉડ સર્વિસમાં મોકલે છે, જેને સ્માર્ટફોન, ટેબલેટ કે પીસીની મદદથી એક્સેસ કરી શકાય છે! આ માહિતી દર્દીના કુટુંબીજન કે ડોક્ટરને એલર્ટ સ્વરુપે પહોંચી જાય એવી ગોઠવણ પણ કરી શકાય છે. આથી, જો નિશ્ર્ચિત સમયે આવો એલર્ટ ન આવે તો કુટુંબીજન કે ડોક્ટરને તરત જાણ થાય છે કે દર્દીએ દવા લેવામાં ગુલ્લી મારી છે!

પ્રોટિયસ કંપનીના સીઈઓ કહે છે કે આવી ડિજિટલ દવા દર્દીના પેટમાં પહોંચ્યા પછી કંઈક આ પ્રકારનો મેસેજ મોકલી શકે છે “હેલ્લો, હું પેટમાં પહોંચી ગઈ છું, હું નોવાર્ટિસની ડાયોવન, ૧.૨ એમજીની ટેબલેટ છું, હું પ્લાન્ટ નંબર ૭૬માં બની છું, મારો બેચ નંબર ૧૨ અને પિલ નંબર ૨ છે. તેમના કહેવા મુજબ, ટેબલેટનો યોગ્ય ડોઝ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે કે નહીં અને દવા અસર કરી રહી છે કે નહીં એ પણ ટેબલેટ પોતે કહી શકશે.

આ આખી કસરત કરવા પાછળનું મૂળ કારણ માનવીય અને આર્થિક છે. ઘણા રોગમાં દર્દીને યોગ્ય કે નિયમિત દવા ન મળે તો જીવનું જોખમ ઊભું થઈ શકે છે અને બીજું, દવા પોતે પ્રમાણમાં સસ્તી હોય છે, પણ તેના અભાવથી જે સ્થિતિ ઊભી થાય છે તેની સારવાર અત્યંત મોંધી સાબિત થાય છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!