(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કામ બનાવો સહેલું, ક્રોમમાં

સર્ફિંગ કરવા માટે મોટા ભાગે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હશો. આમ તો બધી રીતે આ બ્રાઉઝર સ્માર્ટ છે, પણ તેની એક તકલીફ એ છે કે તે કમ્પ્યુટરની મેમરીનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે.

એક રીતે ક્રોમની આ ખાસિયત છે કે આપણે ઓપન કરેલી દરેક ટેબને તે અલગ અલગ પ્રોસેસ તરીકે ટ્રીટ કરે છે, પરિણામે કોઈ એક ટેબમાં પ્રોબ્લેમ થાય તો પણ આખું બ્રાઉઝર એક સાથે ધબાય નમ: થતું નથી. પરંતુ આ જ કારણે કમ્પ્યુટર થોડું ધીમું થતું જાય એવું બને છે.

જો ક્રોમ તમારા કમ્પ્યુટરમાં ઓપન હોય તો કેટલાક સમય પછી ટાસ્ક મેનેજર ઓપન કરીને જોશો તો ક્રોમ જે પ્રમાણમાં મેમરીનો ઉપયોગ કરતું હશે એ જોઈને નવાઈ લાગશે.

આનો એક સરળ ઉપાય ક્રોમમાં જ ઉપલબ્ધ છે. ક્રોમ વેબ સ્ટોરમાં જઈને One Tab નામનું એક એક્સટેન્શન ક્રોમમાં ઉમેરી દો. આમ તો ક્રોમમાં કે કોઈ પણ બ્રાઉઝરમાં ઘણાં બધાં પ્લગ-ઇન્સ કે એક્સટેન્શન્સ નાખવાથી પણ બ્રાઉઝર ધીમું થાય છે, પણ આ વનટેબ આપણને ખરેખર ઉપયોગી છે.

ક્રોમમાં ઘણી બધી ટેબ ઓપન કર્યા પછી ક્રોમનો રિસ્પોન્સ ધીમો થતો લાગે તો વનટેબના આઇકન પર ક્લિક કરી દો. વનટેબ આપણી બધી બધી ઓપન ટેબને એક લિસ્ટમાં ફેરવી નાખશે. આખી દરેક ટેબ માટે જુદી જુદી પ્રોસેસ પાછળ મેમરી વપરાવાનું બંધ થઈ જશે.

હવે જ્યારે જરુર પડે ત્યારે આપણે વનટેબનું લિસ્ટ ઓપન કરી, જે તે ટેબની લિંક પર ક્લિક કરી ફરી તેને ઓપન કરી શકીએ છીએ. એક લિસ્ટમાં ટેબ્સ જોવા મળશે એટલે કામ કરવું પણ સહેલું થશે. બધી ટેબ એક સાથે ફરી ઓપન કરી નાખવી હોય તો એ પણ થઈ શકશે. વનટેબમાં વધારાની સગવડો પણ છે!

આ અંકનાં ઘણાં ખરાં પેજ પર આવી અલગ અલગ યુટિલિટીનાં નામ આપ્યાં છે, ક્રોમના વેબસ્ટોરમાં શોધીને ટ્રાય કરી જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!