(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન કન્ટેન્ટ જુઓ ટીવી પર

ટીવી અને કમ્પ્યુટરના સ્ક્રીન વચ્ચેનું અંતર ધીમે ધીમે ઓગળી રહ્યું છે અને આ કામ કરી રહ્યા છે સ્માર્ટફોન અને ટેબલેટ!

આગળ શું વાંચશો?

  • પૃથ્વી પરના પહેલા વર્ષની સફર

જુલાઈ મહિનાના અંતમાં ગૂગલે ક્રોમકાસ્ટ નામના એક નવા સાધનની જાહેરાત કરી છે. જેમ આપણે પોતાના પીસી કે લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્શન મેળવવા માટે ટેલિકોમ કંપનીઓનાં ડોંગલનો ઉપયોગ કરીએ છીએ, જેનો યુએસબી ડ્રાઈવમાં નાખીને ઉપયોગ કરી શકાય છે, એ જ રીતે આ ક્રોમકાસ્ટ સાધન પણ યુએસબી પેનડ્રાઇવ જેવું જ સાધન છે. આ સાધન આપણા હાઇ-ડેફિનિશન ટીવીના સોકેટમાં નાખીને ટીવીને સ્માર્ટફોન, ટેબલેટ કે લેપટોપ સાથે કનેક્ટ કરી શકીએ છીએ.

પરિણામે, યુટ્યૂબ પરનો કોઈ વીડિયો કે ગૂગલ પ્લેમાંથી કોઈ મૂવીઝ ખરીદીને આપણે તેને ટીવી સ્માર્ટફોન, ટેબલેટ કે લેપટોપના નાના સ્ક્રીન પર જોઈએ તેને બદલે ક્રોમકાસ્ટની મદદથી ટીવીના મોટા પડદા પર જોઈ શકીએ છીએ.

યુએસબી પેનડ્રાઇવ કનેક્ટ કરવાની સગવડ ધરાવતું ટીવી આપણી પાસે હોય તો અત્યારે પણ આપણે આ લાભ લઈ શકીએ, પણ એ માટે પહેલાં ઓનલાઇન ક્ધટેન્ટ પીસી કે લેપટોપમાં ડાઉનલોડ કરવું પડે, પછી પેનડ્રાઇવમાં લેવું પડે અને પછી ટીવીમાં કનેક્ટ કરીને ત્યાં જોઈ શકાય. ક્રોમકાસ્ટ આ બધી જ વિધિની બાદબાકી કરી નાખે છે.

ક્રોમકાસ્ટમાં આપણા ફોન, ટેબલેટ કે લેપટોપને રીમોટ કંટ્રોલ તરીકે પણ વાપરી શકીએ છીએ. તે મલ્ટિટાસ્કિંગની પણ સગવડ આપે છે, એટલે કે આપણા સ્માર્ટફોન પરથી યુટ્યૂબનો વીડિયો ટીવી પર ચાલી રહ્યો હોય, એ જ સમયે આપણે ફોનમાંથી કોઈને ઇમેઇલ મોકલી શકીએ છીએ.

અમેરિકામાં નેટફ્લિક્સ નામની એક સર્વિસ ચાલે છે, જેમાં માસિક ફી આપીને લોકો પોતાના પ્લેસ્ટેશન, પીસી, મોબાઇલ, ટેબલેટ વગેરે પર ટીવી શો કે મૂવીઝ જોઈ શકે છે. ગૂગલે ક્રોમકાસ્ટના લોન્ચિંગ સાથે નેટફ્લિક્સના ટાઇઅપની જાહેરાત કરી હતી, પણ તેને સખ્ખત પ્રતિસાદ મળતાં આ ઓફર પાછી ખેંચી લીધી. ક્રોમકાસ્ટ માત્ર ૩૫ ડોલર (લગભગ રુ. ૨૧૦૦)માં ઉપલબ્ધ છે, પરંતુ માત્ર અમેરિકામાં! આપણે જાદુઈ જીન માટે રાહ જોવી પડશે.

પૃથ્વી પરના પહેલા વર્ષની સફર

૦૯ જુલાઈ, ૨૦૧૨. આ દિવસે દુનિયાભરમાં અસંખ્ય બાળકો જન્મ્યાં હશે, પણ યુનાઇટેડ કિંગડમમાં જન્મેલું એક બાળક, નામ છે ઇન્ડિગો – આ બધામાં કંઈક અનોખું છે. ઇન્ડિગોએ હોસ્પિટલમાં જન્મ લીધો અને પહેલી વાર ઉવાં ઉવાં કર્યું ત્યારથી એનાં મમ્મી-પપ્પાએ રોજેરોજે, રીપીટ, રોજેરોજ પોતાના દીકરાની વિવિધ પ્રવૃત્તિઓના નાના-નાના વીડિયો લેવાનું શરુ કર્યું ગઈ નવમી જુલાઈએ ઇન્ડિગો એક વર્ષનો થયો એ અવસરે મમ્મી-પપ્પાએ થોડી વધુ જહેમત લીધી અને આગલા ૩૬૫ દિવસના વીડિયોમાંથી નાની નાની ક્લિપ્સ લઈને એક સળંગ વીડિયો તૈયાર કર્યો, જેમાં આખા વર્ષના બધા દિવસના વીડિયોની ક્લિપ્સ આવરી લીધી. પરિણામે સાતેક મિનિટના આ એક વીડિયોમાં ઇન્ડિગોને એક-એક દિવસે મોટો થતો જોઈ શકાય છે!

ઇન્ડિગોના પપ્પા સેમ ક્રિસ્ટોફર કોર્નવેલ પોતે ફોટોગ્રાફીના ગ્રેજ્યુએટ છે. દીકરાને આપેલી મજાની ભેટ જેવો આ વીડિયો તમે યુટ્યુબ (http://youtu.be/ZtgzTr8iopk) પર અથવા વીડિયો (http://vimeo.com/69986655) પર જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!