(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

“સફળતા માટે ક્રિયેટિવ થિંકિંગ બહુ અગત્યનું છે’’

બોની પ્રજાપતિ (એલડીઆરપી ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ ગાંધીનગર)

હું લગભગ બીજા ધોરણમાં હતો ત્યારે મારા પપ્પા બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરવાળું કમ્પ્યુટર લાવેલા. કમાન્ડ પ્રોમ્પ્ટથી જ ચાલે. જેમની પાસેથી લીધું હતું એમણે થોડાક કમાન્ડ લખી આપેલા. ત્યારથી હું કમ્પ્યુટર મચડતો થયો!

મારા પપ્પા પહેલેથી સ્પષ્ટ મતના હતા કે પાયાનું ભણતર માતૃભાષામાં જ મળવું જોઈએ, એટલે એકથી ચાર ધોરણ હું મહેસાણાના પટેલ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યો. પછી ગણપત વિદ્યાનગરની શાળામાં ઇંગ્લિશ મીડિયમમાં દાખલ થયો. અમારી શાળામાં પાંચમા ધોરણથી કમ્પ્યુટરનો વિષય ભણવાનો હતો અને અમારા શિક્ષક પરેશભાઈ પટેલ એકદમ ઉત્સાહી. પુસ્તકોના આશરે રહેવાને બદલે એ પ્રેક્ટિકલ પર બહુ ભાર મૂકતા. એ બોર્ડ પર કોઈ વેબસાઇટનું ચિત્ર બનાવીને અમને પૂછતા અને સમજાવતા એ કેવી રીતે તૈયાર થઈ હશે, એનું કોડિંગ કેવી રીતે થયું હશે? સતત નવું નવું શીખવતા. સાતમા ધોરણથી અમે કમ્પ્યુટરનું ફોર્મેટિંગ કરતાં શીખી ગયા હતા. એ ક્લાસમાં સીપીયુ લાવે અને પછી આખું ખોલી નાખીને હાર્ડવેરનાં જુદાં જુદાં પાસાં સમજાવે.

એ અરસામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અને સુરતની સત્યશોધક સભાએ જુદી જુદી શાળાઓમાં વિજ્ઞાનના પ્રયોગો કરાવ્યા હતા. શાળામાં આવી અનેક જાતની પ્રવૃત્તિઓ થતી અને હું દરેકમાં ઉત્સાહથી ભાગ લેતો.

હું દસમા ધોરણમાં હતો ત્યારે મારા મામા કમ્પ્યુટર લઈ આવેલા. એમને કમ્પ્યુટરના ઉપયોગમાં રસ ખરો, પણ આવડે નહીં. એમને જે કોઈ પ્રોબ્લેમ આવે એનો ઉપાય મને પૂછે. એમના દરેક પ્રશ્ન મારા માટે ચેલેન્જ થઈ પડે. પછી તો એમને જવાબ ખબર હોય તોય મને સવાલ પૂછે અને હું ગૂગલિંગ કરવા લાગું. એમણે મારું નામ ‘ગૂગલબોય’ પાડી દીધું હતું!

કમ્પ્યુટર પ્રત્યેના આ લગાવને કારણે છેવટે હું કમ્પ્યુટર એન્જિનીયરિંગ તરફ વળ્યો! મેં કોલેજમાં આવીને પહેલા જ દિવસે પૂછ્યું હતું કે અહીં ભણવા ઉપરાંત બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? ‘સર્વનેતૃત્વ’ નામે ચાલતા એક કાર્યક્રમના ભાગરૂપે અમારે પાંચ દિવસે નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનું થયું, એ અનુભવમાંથી ઘણું શીખ્યો.

અમારી કોલેજમાં આઇઇઇઇ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયર્સ)નું ચેપ્ટર ચાલે છે, તેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હું ટેક હેડ તરીકે સેવા આપું છું. કોલેજમાં કોઈ ઇવેન્ટ થાય તો લેબ સેટઅપ કરવાની, સ્ટુડન્ટને ગાઇડ કરવા વગેરે જવાબદારી અમારે સંભાળવાની હોય. એ ઉપરાંત, કોલેજના પ્લેસમેન્ટ ઓફિસર શ્રી કેતન ચૌધરી સાથે રહીને પ્લેસમેન્ટનાં અનેક પાસાં જાણવા મળ્યાં. અમારી કોલેજમાં ટેકફેસ્ટ થાય, ત્યારે અમારે બીજી કોલેજોમાં જઈને અમારી કોલેજના ટેકફેસ્ટ માટે પાર્ટિસિપન્ટ શોધી લાવવા પડે. મેં એ કામ પણ ઉત્સાહભેર કર્યું આ રીતે ઇવેન્ટ મેનેજમેન્ટ અને ઇવેન્ટ હેન્ડલિંગની સ્કિલ્સ ડેવલપ થતી ગઈ.

આ બધા અનુભવોના કારણે જીએસએ માટે કોલેજમાં શોર્ટલિસ્ટ થયેલા વિદ્યાર્થીઓમાં મારું નામ પણ હતું. ગૂગલનું પહેલું ફોર્મ ભરવાનું થયું ત્યારે મેં એટલો જ વિચાર કર્યો કે મારી જેમ અસંખ્ય વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરશે, જેમાં બહુ થોડા જીએસએ તરીકે સિલેક્ટ થશે. એમાં મારું નામ જોવું હોય તો આ ફોર્મથી જ પૂરી તૈયાર કરવી પડશે. મેં એકદમ વિગતવાર માહિતી આપીને ફોર્મ ભર્યું. એકાદ મહિના પછી ગૂગલમાંથી ફોન આવ્યો અને ઇન્ટરવ્યૂ માટે મને અનુકૂળ સમય નક્કી થયો. ઇન્ટરવ્યૂ એકદમ હળવાશથી શરુ થયો. થોડા પ્રશ્નો પછી મને પૂછવામાં આવ્યું કે “માની લો કે તમે જીએસએ બની ગયા છો, તમારી કોલેજેમાં ગૂગલે એક ઇવેન્ટ યોજી છે, જેમાં ગૂગલના સીઇઓ આવવાના છે. ઇવેન્ટ માટે ૨૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. સીઈઓ આવી ગયા છે અને ઇવેન્ટ શરૂ થવાને માંડ ૫-૧૦ મિનિટ બાકી છે ત્યારે ખબર પડે છે કે ૨૦૦માંથી માંડ પાંચ લોકો આવ્યા છે. તમે શું કરશો? મેં કહ્યું કે કોલેજની હોસ્ટેલમાંથી બીજા વિદ્યાર્થીઓ બોલાવી લઉં. ઇન્ટરવ્યૂ લેનાર મેડમે હસીને કહ્યું કે બીજું શું કરી શકાય? મેં કહ્યું કે ગૂગલ હેન્ગઆઉટની મદદથી મારા મિત્રોને ઇન્વાઇટ કરું અને ઇવેન્ટને ઓનલાઇન બનાવી દઉં. ફરી પૂછાયું, બીજું શું કરી શકાય? મેં આઠ-નવ જવાબ આપ્યા, પછી મેડમે કહ્યું કે મને તમારા જવાબ કરતાં તમે કેટલા ક્રિયેટિવ ઉપાયો વિચારી શકો છો એ જાણવામાં જ રસ હતો!

મને લાગે છે કે ગૂગલ આ જ કારણે બીજા કરતાં અલગ કંપની છે, જે મને પણ બીજાથી કંઈક અલગ બનવાની તક આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!