(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામમાં ‘રિસ્ટ્રિક્ટ’નો લાભ લો

લગભગ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટ્રોલિંગ’ એક મોટું દૂષણ છે. 

કોઈ વ્યક્તિ કોઈ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે એ પછી તેને ઉતારી પાડતી અનેક કમેન્ટસનો મારો શરૂ થઈ જાય એવું ટ્રોલિંગ ઘણા લોકોને સોશિયલ મીડિયાથી દૂર લઈ જતું હોય છે. 

ઇન્સ્ટાગ્રામમાં આ દૂષણનો સામનો કરવાનો એક નવો રસ્તો મળ્યો છે. તેમાં ‘રિસ્ટ્રિક્ટ’ નામનું એક નવું ટૂલ લોન્ચ થયું છે જેની મદદથી, તમે નક્કી કરી શકો છો કે કઈ વ્યક્તિ તમારી સાથે કેવી રીતે એંગેજ થઇ શકે. 

આ ટૂલનો મોટો લાભ એ છે કે તમે તેની મદદ લઇને કોઈ વ્યક્તિને રિસ્ટ્રિક્ટ કરો તો એ વ્યક્તિને તેની ખબર પણ પડતી નથી. 

જ્યારે કોઈ વ્યક્તિ તમને ન ગમતી કમેન્ટસ મોકલી રહી હોય ત્યારે રિસ્ટ્રિક્ટ ટૂલનો લાભ લેવા માટે એ કમેન્ટ પર ડાબી તરફ સ્વાઇપ કરો.

આથી એ વ્યક્તિને રિસ્ટ્રિક્ટ કરવાનો વિકલ્પ મળશે. તેને ક્લિક કરવાથી એ વ્યક્તિ તમારી પોસ્ટસ પર જે કંઈ કમેન્ટ મોકલશે તે માત્ર તેમને જ દેખાશે! 

અલબત્ત તમે પોતે કઈ કમેન્ટ જોવી તે નક્કી કરી શકશો અને પછી તેને એપ્રૂવ કરવી, ડિલીટ કરવી કે ઇગ્નોર કરવી તે નક્કી કરી શકશો.

તમે જે એકાઉન્ટસ રિસ્ટ્રિક્ટ કર્યા હશે તેમના તરફથી આવતી કમેન્ટ્સ કે ડાયરેક્ટ મેસેજિસનાં તમને નોટિફિકેશન્સ મળશે નહીં. 

આવા ડાયરેક્ટ મેસેજિસ મેસેજ રિકવેસ્ટ સેક્શનમાં પહોંચી જશે, અહીં તમે પોતે એ મેસેજ તમે વાંચી શકશો પણ મેસેજ મોકલનારને ખબર નહીં પડે કે તમે મેસેજ વાંચ્યો છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!