(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટવીટરમાં ફોટોશેરિંગ

નવી મેસેજિંગ એપ્સ સામે ટકી રહેવા ટવીટરે ફોટોશેરિંગ સહેલું બનાવ્યું

સંખ્યાબંધ વિવાદો પછી પણ સોશિયલ મીડિયામાં ફેસબુક સદાબહાર છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ટિકટોકના જમાનામાં ટકી રહેવા માટે ટવીટરે સતત મહેનત કરવી પડે છે! તમે ટવીટર પર ખાસ્સા સક્રિય હો કે ન હો, સોશિયલ મીડિયાનું ચિત્ર કેવું બદલાઈ રહ્યું છે એ જાણવામાં તમને રસ હોય તો તમને આજનો વિષય ગમશે.

ફેસબુક કે ટવીટર જેવા ‘જૂના જમાના’ના સોશિયલ મીડિયામાં ‘મન કી બાત’ લખીને કહેવાનો મહિમા હતો અને હજી પણ છે. ટવીટર પર અગાઉ ફક્ત ૧૪૦ કેરેક્ટર્સમાં જે કહેવું હોય તે કહી દેવાનું હતું, હવે આ મર્યાદા ૨૪૦ કેરેક્ટરની થઈ છે. તેની સરખામણીમાં ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ટિકટોકમાં મલ્ટિમીડિયાનો મહિમા છે. 

આ સર્વિસીઝ ફટાફટ ઇમેજીસ કે વીડિયો શેર કરવાના યુએસપીના આધારે નવી પેઢીના દિલોદિમાગ પર છવાઈ રહી છે. ફેસબુક કે ટવીટરમાં મીડિયા શેરિંગ નથી થતું એવું નથી, પણ આ બીજી એપ્સનો તમે ઉપયોગ કરો તો સમજાય કે તેમનું ફોકસ જ જુદું છે. આ સ્થિતિ બદલવા માટે હમણાં ટવીટરે તેના ઇન-એપ કેમેરામાં મોટો ફેરફાર કર્યો છે.

જો તમે ટવીટર એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હો, તો હવે તમે આ એપ ઓપન કરી, સ્ક્રીન પર જમણેથી ડાબી તરફ સ્વાઇપ કરો તો એપમાંની કેમેરા સર્વિસ એક્ટિવેટ થશે (આ સુવિધા હજી રોલ-આઉટ થાય છે, એટલે કદાચ તમારે તોડી રાહ જોવી પડે). હવે તમારી પાસે બે વિકલ્પ છે, કેપ્ચર અને લાઇવ. કેપ્ચર વિકલ્પથી, તમે શટર બટન ક્લિક કરીને ફોટો લઈ શકશો, અથવા જરા લાંબો સમય પ્રેસ કરીને રાખીને વીડિયો શૂટ કરી શકશો. જ્યારે લાઇવ વિકલ્પથી, તમે ટવીટર પર લાઇવ બ્રોડકાસ્ટિંગ કરી શકશો. તમે ઇચ્છો તો ફોનની ફ્લેશ ઓન-ઓફ કરી શકો અને બેક કે ફ્રન્ટ કેમેરામાં સ્વિચ થઈ શકો.

ફોટો લીધા પછી તમે તેમાં કોઈ ટેક્સ્ટ, લોકેશન વગેરે ઉમેરવું હોય તો એ ઉમેરીને તરત તેને ટવીટ તરીકે વહેતો મૂકી શકો. ટવીટરના જીવ સમાન હેશટેગ્સ પણ ઉમેરી શકાશે. આ રીતે, ફટાફટ નવી ઇમેજ કેપ્ચર કરીને ટવીટ ન કરવી હોય, તો તમારા ફોન ગેલેરીમાંનો કોઈ ફોટો શેર કરવાનો વિકલ્પ તો છે જ.

અત્યાર સુધી, દુનિયામાં આ ક્ષણે શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ટવીટર એક ખરેખર જીવંત સ્રોત હતું, પણ મોટા ભાગે તેમાં શબ્દોનો દબદબો હતો. ટવીટરે તેની ટાઇમલાઇનમાં પણ ફેરફાર કર્યા છે, જેને કારણે આપણે ઇચ્છીએ તો આપણને સંબંધિત ટોપ ટવીટ્સ જોઈ શકાય અથવા ક્ષણે ક્ષણની લેટેસ્ટ ટવીટ્સ જોઈ શકીએ છીએ. ટવીટર પર જુદા ટ્રેન્ડ્સ પર પણ તમે નજર રાખી શકો.

પરંતુ નવી જનરેશનને શબ્દો કરતાં ઇમેજીસમાં વધુ રસ પડે છે એ ધ્યાનમાં રાખીને ટવીટરે ઇન્સ્ટન્ટ કે લાઇવ ઇમેજ શેરિંગને ખાસ્સું સહેલું બનાવી દીધું છે. ચૂંટણીના માહોલમાં આવું લાઇવ શેરિંગ કદાચ ટ્રેન્ડિંગ થશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!