આ અંકમાં આગળના પાને એક ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડરે લખ્યું છે કે ફેસબુક યોગ્ય રીતે ઉપયોગ કરો તો એ નોલેજનો સરસ સોર્સ છે. એનાથી તદ્દન ઊંધી તમને આ લેખમાં વાંચવા મળશે. બંને મુદ્દા સાચા છે કે કેમ કે સૌથી મહત્વની વાત છે યોગ્ય રીતે ઉપયોગ લેખ વિશે તમારા મંતવ્ય જરુર આપશો.
-સંપાદક
સીન ૧ : ઘરના પહેલા માળે, કમ્પ્યુટર પર એક ૧૫-૧૭ વર્ષનો છોકરો બેઠેલો છે. સામે ફેસબુક પર મેસેજ ડિસ્પ્લે થાય છે.
Papa: How are you ?
Son replies: m fine dad…!!
Papa: Didn’t See you for Long time… Hope m not Disturb you…!!
Son: No no dad.. !!! Its ok..!! Any Urgent …!!!
Papa: Yes Dear… If you can… Please Logout from Facebook Come Down for Dinner… Me Ur Mother are waiting..!!! Just Come fast…!!! Bye…
સીન ૨ : કલાસરુમ
એક છોકરાએ સ્ટેટ્સ કર્યું : ‘I am online during economic lecture hahaha:)”
પ્રોફેસરે કમેન્ટ કરી : “Get out from my Class” પ્રિન્સિપાલે લાઈક કરી.
ફ્રેન્ડે કમેન્ટ કરી : “કેન્ટીનમાં આવી જા… પાર્ટી ચાલે છે.
મમ્મીએ કમેન્ટ કરી : “નાલાયક… ક્લાસ ન ભરવા હોય તો શાકભાજી લઈને સીધો ઘરે આવી જા.
પપ્પાની કમેન્ટ આવી : “જો તારા પુત્રના પરાક્રમ
ગર્લફ્રેન્ડની કમેન્ટ : “આઈ હેટ યુ… મને એમ કીધું કે દાદી હોસ્પિટલમાં છે. હું નહિ આવી શકું.
દાદીની કમેન્ટ : “હરામખોર, ઘરે આવ… તારી વાત છે…!!!
સીન ૩ : લગ્નપ્રસંગ
છોકરીના પપ્પા આશ્ર્ચર્યથી : અરે જાનમાં માત્ર ૫-૭ માણસો?? તમે તો કીધેલું કે તમારા તો હજારથી વધુ મિત્રો છે….???
વરરાજો : હા એ વાત સાચી છે પણ એ તો ખાલી ફેસબુકમાં…!!!
મિત્રો, ફેસબુક એ દુનિયાની બીજા નંબરની પોપ્યુલર વેબસાઇટ છે (પહેલાં નંબરે ગૂગલ છે). તેને બનાવનાર દુનિયાના યંગેસ્ટ બિલિયોનર માર્ક ઝકરબર્ગેે વિચાર્યું પણ નહીં હોય કે તે આટલી ઝડપથી પોપ્યુલર થઈ જશે અને આમ પણ જમાનો પણ એવો છે કે જો તમે ફેસબુક પર નથી તો બધા તમને પરગ્રહવાસી હો એવી ભાવનાથી જોશે, “લે… ફેસબુક પર નથી? કેમ જીવો છો ભાઈ??
ફેસબુકની લોકપ્રિયતાના આ આંકડા રસપ્રદ છે :
- ૭૦% થી પણ વધુ ફેસબુક યુઝર્સ યુ.એસ.ની બહારના છે.
- એક ફેસબુક યુઝર સરેરાશ ૨૦૦ જેટલા ફેસબુક ફ્રેન્ડસ ધરાવે છે.
- ૨૦૦૯માં ફેસબુકના યુઝર્સની સંખ્યા ૧૫૦ મિલિયન પહોંચી તે સમયે વિકસિત દેશોમાં દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ ફેસબુક એકાઉન્ટ ધરાવતો હતો.
- ૨૦૧૦માં આ સંખ્યા બમણી થઈ ગઈ અને ૩૫૦ મિલિયને પહોંચી ગઈ જેમાંથી ૧૭૫ મિલિયન લોકો રોજેરોજ ફેસબુક વાપરનારા હતા.
- ત્યાર બાદ તેમાં સતત વધારો નોંધાયો છે અને મોબાઇલ ફેસબુક યુઝર્સની સંખ્યા પણ એન્ડ્રોઇડનાં આગમનથી વધવા લાગી છે. આ માટે નીચે દશર્વિેલ ગ્રાફમાં નજર કરશો તો ખ્યાલ આવશે કે ત્રણ વર્ષોમાં ફેસબુક ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે.
હવે વિચારવાની વાત એ છે કે તમે ફેસબુકના કેવા યુઝર છો? તમે તેનો ઓવરયુઝ કરો છો? તમે ધીમે ધીમે એફબી એડિકટેડ તો નથી બની રહ્યા?
ફેસબુકનો માત્ર યુઝ કરવો એટલે એકાદ કલાક જેટલો સમય ફેસબુક પર વિતાવવો અને ઓવરયુઝ એટલે એક કલાક કરતાં વધારે. યુઝ કરવો એટલે એવું નહિ કે તમે કમ્પ્યુટર કે સ્માર્ટફોન પર ફેસબુક પર લોગઇન રહો. જો તમે ફેસબુક વિશે વિચાયર્િ જ કરો તો પણ એ પણ ફેસબુકનો યુઝ જ ગણાય કેમ કે તેટલો સમય તે તમારા મગજની સ્પેસ તો રોકશે જ… ખરું ને?!
જો તમને વિચાર આવતો હોય કે ક્યાંક હું ફેસબુક એડિકટેડ તો નથીને તો નીચે જણાવેલ મુદ્દાઓ તપાસો. કદાચ તમને જવાબ મળી રહેશે.
- તમારા દિમાગમાં સતત એ જ વિચારો આવ્યા રાખે છે કે તમે મુકેલી પોસ્ટ પર કોઈની લાઈક કે કમેન્ટ આવી હશે કે નહિ…??
- કારણ વગર, વારે વારે કંઈક નવી પોસ્ટ મૂકાઈ કે નહિ તે જોવા ફેસબુકની સ્ક્રીનને રીફ્રેશ કરો છો?
- એક દિવસ પણ જો તમારું ઇન્ટરનેટ બંધ હોય તો તમે ટેન્શનમાં આવી જાવ છો? મિત્રોને ફોન કરીને અપડેટ્સ મેળવો છો?
- રેગ્યુલર સાયબરકાફેમાં કલાકો વિતાવો છો?
- ઓફિસ અવર્સમાં ફેસબુક પર ચોંટી રહો છો?
- ટોઇલેટમાં પણ આપ મોબાઇલ કે લેપટોપ લઈને જાવ છો? (હસો નહીં… કેટલાક લોકો લઈ જતા હોય છે).
- રાત્રે સૂતી વખતે ગૂડનાઇટનો મેસેજ મૂકીને અને સવારે ઉઠતાવેંત મોબાઇલમાં તેનો રિસ્પોન્સ જુઓ છો…??
જો આમાંથી અમૂક બાબત તમને લાગુ પડે છે તો સાવધાન…!!! આ બધાં ફેસબુક એડિકશનનાં લક્ષણો છે.
જો આપ દિવસના એક કલાક કરતા પણ વધારે સમય સુધી ફેસબુક પર રહો છો તો એવું કહી શકાય કે તમે સમય વેડફી રહ્યા છો. જો તમે તેના પર બિઝનેસ પ્રમોટ કરતા હો કે કોઈ સામાજિક સંસ્થાનું કેમ્પેઇન ચલાવતા હોય કે એવું બીજું કોઈ અર્થપૂર્ણ કે મહત્ત્વનું કામ કરતા હોય તો તેટલો સમય તમે ફેસબુકનો સદુપયોગ કરો છો.
તો એ જોઈએ કે ક્યા પ્રકારના લોકો ફેસબુકનો જરૂર કરતાં પણ વધુ ઉપયોગ કરે છે? એક સર્વે પ્રમાણે,
- જે લોકોના જીવનમાં કોઈ લક્ષ્યનો અભાવ છે. – The Wanderers
- જે સતત લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માંગતા હોય. The Attention Seekers
- જે પોતાના કરતાં બીજાની લાઇફમાં વધુ રસ ધરાવતા હોય – The Peepers
ફેસબુકના ઓવરયુઝથી શું શું નુકસાન થઈ શકે છે?
ઘણા પોઇન્ટ્સ છે પણ આપણે તેમાંથી થોડાક જોઈએ.
(૧) અજાણતા જ તમે તમારી ખુશીઓની ચાવી બીજાના હાથમાં સોંપી દો છો :
કઈ રીતે? એફબી પર તમારી ખુશી એના આધારિત રહેલી હોય છે કે તમારી મુકેલી પોસ્ટ કે ફોટો પર કેટલી લાઇક અને કમેન્ટસ આવે છે. કેટલાક લોકોને જો પોતે ધારેલી લાઇક કે કમેન્ટ ના મળે તો બેચેન થઈ જતા હોય છે.
દા.ત. તમે નવી ફિલ્મ જોઈ અને તમને તે ખૂબ ગમી, પણ જ્યારે તમે એની પોસ્ટ મૂકો છો ત્યારે જરૂરી નથી કે બધાને ગમે. એટલે તમને જોઈતી લાઇક્સ નથી મળતી અથવા તો કોઈ મજાક ઉડાવે છે ત્યારે તમે દુ:ખી થઈ જાવ છો.
કોઈ વાર આનાથી ઉલટું પણ બને છે કે તમને ના ગમતી ચીજ કોઈ પોસ્ટ કરે ત્યારે ભલે બધા વખાણ કરે પણ તમને એ પોસ્ટ ના ગમવાથી ચિડાઈ જાવ છો.
હું એમ નથી કહેતો કે આવું બધા સાથે થાય પરંતુ મોટા ભાગના લોકોને થોડી ઘણી અસર તો કરે જ છે.
(૨) તમને બીજામાં પ્લસ અને પોતાનામાં માઇનસ પોઇન્ટ દેખાશેે :
સામાન્ય રીતે બધા લોકો ફેસબુક પર પોતાની સારી સારી વિગતો જ પોસ્ટ કરતા હોય છે. દા.ત. કોઈએ પોસ્ટ મૂકી : “Just Got my New I-Phone… Its Amazing” કે પછી “Going for Trip of Goa… m so Hppy…” ત્યારે માનવસહજ સ્વભાવને લીધે કોઈને તેની ઈર્ષા થઈ શકે. કારણ કે ત્યારે વિચારો આવશે કે પેલો ગોઆમાં જલસા કરશે ને આપણે ઓફિસમાં ઊંધે માથે કામ કરવાનું…!! પેલા પાસે નવો આઈફોન આવી ગયો અને આપણી પાસે સાદો મોબાઇલ.
જોકે એમની જગ્યાએ તમે હો તો પણ એ જ કરતા હોય છો અને અસલિયત તમે પણ જાણતા હોય છો. તમે એ જ જુઓ છો જે સામેવાળો તમને બતાવવા માગે છે. તમને ફ્રેન્ડે લીધેલી નવીનકોર કાર દેખાશે પણ તેની પાછળના હપ્તા નહીં દેખાય. ફ્રેન્ડની સુંદર મજાની ઓફિસ દેખાશે પણ તેની સાથે આવનાર ટેન્શન નહિ દેખાય અને આ કારણે તમે તેની ખુશીઓ અને તમારા ટેન્શન વચ્ચે સરખામણી કરશા.
આ રીતેે ધીમે ધીમે લોકો લઘુતાગ્રંથી પીડાવા લાગે છે. ફેસબુકના લીધે ડિપ્રેશનમાં આવતા લોકોની સંખ્યા વધતી જાય છે. જો જો… ક્યાંક તમે પણ તેના શિકારના બની જાવ!
(૩) સાચી ફ્રેન્ડશીપ, ફેમિલી લાઇફ અને રિલેશનશીપ પર અસર પડી શકે :
મારો એક મિત્ર છે. ઘણી વાર ગર્વથી કહેતો હોય છે “જોયું… તારા ભાઈના (એટલે કે પોતાના) એકાઉન્ટમાં ૯૦૦ ફ્રેન્ડસ… હું ખાતરીપૂર્વક કહી શકું કે એમાંના અડધા પણ સામે આવે તો એને આ ભાઈ ઓળખી શકવાના નથી. હકીકતમાં ફેસબુક પર આપણા મિત્રો કરતાં પરિચિતો વધુ હોય છે. જોકે એમાં કંઈ ખોટું તો નથી, પરંતુ જો આપણે આવા અધકચરા સંબંધીઓને વધારે પડતો સમય આપીશું તો ક્યાંક ને ક્યાંક આપણા પરિવાર અને સાચા મિત્રોને જે સમય આપવો જોઈએ તેમાં બાંધછોડ કરવી પડે.
જોકે એ વાત સાચી છે કે તેમાં તમારા ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડસ પણ હોય જ છે પરંતુ મિત્રો, ફેસબુક તો એક ભીડ જેવું છે અને ભીડનો કોઈ ચહેરો હોતો નથી. જે સામે આવે છે તેને લાઇક કર્યું, કમેન્ટ કરી અને આગળ વધી ગયા. કોઈ એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ફેસબુકના સ્વભાવમાં જ નથી.
(૪) તમે પોતે એડિક્ટ લોકોની સાથે સંકળાઈ જાવ છો.
કદાચ કોઈએ Pareto Principle વિષે સાંભળ્યું હશે. આ સિદ્ધાંત પ્રમાણે ૮૦% બાબત બનવા પાછળ ૨૦% બાબત જવાબદાર હોય છે. દા.ત. કોઈ કંપનીની ૮૦% સેલ્સ તેના ૨૦% ગ્રાહકોના લીધે જ હોય છે. આવું જ કંઈક FB પર પણ થતું હોય છે. ૮૦% અપડેટ્સ ૨૦% લોકો દ્વરા જ થતા હોય છે અને તમે વારે વારે એના જ સંપર્કમાં આવતા જાવ છો. સામાન્ય રીતે આ એ જ એડિક્ટ વ્યક્તિ હોય છે જે નવરાધૂપ આખો દિવસ ફેસબુક પર ચોંટી રહે છે. આવા લોકો સાથેના ફાલતુ વાર્તાલાપથી માત્ર તમારો સમય જ વેડફાય છે.
(૫) તમને સોશિયલી એક્ટિવ હોવાનો ભ્રમ છે… પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
ફેસબુક પર લોકો પોતાના ફ્રેન્ડસને Hi-Bye કહીને પોતાનો રોલ પૂરો સમજે છે. ધીમે ધીમે આવા રિલેશન યંત્રવત બનતા જાય છે અને રૂબરૂ મળતી વખતે જે લાગણી હોય છે એ અહીં નથી રહેતી. તમારી જોડે ચેટિંગ ના કરતા ફ્રેન્ડ પ્રત્યે અનાયાસે તમને અણગમો થઈ જાય એવું પણ બની શકે અને વર્ચ્યુઅલી ટચમાં રહેવાની ટેવને લીધે વાસ્તવિક સંબંધોથી દૂર રહી જાઓ છો.
(૬) સ્વાસ્થ્ય પર અસર પડી શકે.
FBના અતિરેકને લીધે તમને શારીરિક અને માનસિક નુકસાન થઈ શકે છે. સતત કમ્પ્યુટર પર બેસી રહેવાથી તમારી આંખો નબળી પડે છે અને સતત બેસી રહેવાથી સ્પોન્ડિલાઈટિસ થઈ શકે છે અને સતત ઉજાગરા, અપૂરતી ઊંઘને લીધે ડિપ્રેશનમાં આવવાની શક્યતાઓ વધી જાય છે.
(૭) જીવનના સૌથી ઊર્જાસભર તબક્કાને તમે ફાલતુ મનોરંજનમાં વેડફી નાખો છો.
ફેસબુક વાપરનારાઓમાં મોટા ભાગના ટિનેજર્સ તથા યુવાનોનો જ સમાવેશ થાય છે. જો તમે આ Age-group માં નથી આવતા તો કદાચ તમારા માટે આ પોઇન્ટ લાગુ પડતો નથી.
યુવાવસ્થા એવો સમય છે જેમાં આપણામાં એનર્જીની કોઈ કમી નથી હોતી. ક્યારેય વિચાર્યું છે કે જીવનના આ તબક્કામાં જ ભગવાને આપણને આટલી શક્તિ અને જોશ કેમ આપ્યા છે? કારણ કે આ વર્ષો આપણા Life Making Years હોય છે. આ સમયે તમારી પાસે કરવા માટે ઘણું બધું હોય છે. જેમ કે ઉચ્ચ અભ્યાસ, કારકિર્દી નિર્માણ ઘરની જવાબદારીઓ વગેરે… આ સમય છે તમારા દિલનો અવાજ સાંભળીને તમારા જીવનનો રસ્તો પસંદ કરવાનો, ગળાકાપ સ્પર્ધાના યુગમાં તમારી જાતને સાબિત કરી બતાવવાનો.
માતા-પિતા પાસે હાથ ફેલાવવાના બદલે હાથમાં હાથ રાખીને તેમને ભરોસો આપવાનો અને આ બધા માટે તમને પોઝિટિવ ઊર્જાની જરુર છે. જે ફેસબુક પર વળગી રહેવાથી નથી આવવાની! કારણ કે ત્યાં તમારા કિંમતી સમય અને શક્તિનો વ્યય થાય છે.
તો મિત્રો, તમારા જીવનના બહુમૂલ્ય અને એનર્જેટિક દિવસોને એકદમ unproductive ચીજ પાછળ વેડફાતા રોકો.
મિત્રો, અંતે એટલું જ કહીશ કે ફેસબુક એક શોર-બકોર ધરાવતા શોપિંગ મોલ જેવું છે. નવરાશનો થોડોક સમય વીતાવશું તો મજા આવશે. ઘણા પરિચિતો સાથે મુલાકાત થશે અને આનંદ મળશે, પણ અહીં જ જો ઘર બનાવી લેશો તો બીજાઓના શોર-બકોરમાં તમારી જિંદગી જ બહેરી બની જશે.
જીવનને બહેરું ન થવા દો. તમારો સમય, તમારી શક્તિ, તમારી ઊર્જાને કંઈક મોટા… કંઈક મૂલ્યવાન અને કંઈક શાનદાર કામમાં લગાવો અને જ્યારે આપ આવું કરશો ત્યારે માત્ર તમારા ફ્રેન્ડસ જ નહિ તમારા માતા-પિતા અને દુનિયા Like કરશે અને ઉપરવાળો પણ Comment આપશે “Great Job My Son..!!!”
મિત્રો, મારા આ આર્ટિકલથી જો આપને ફેસબુકનું વળગણ છૂટે તો ફોન કે મેઇલ દ્વારા ચોક્કસ જણાવશો. જેથી આ લેખ કેટલો સાર્થક થયો છે તે ખબર પડે!


