તમે લાંબા સમયથી ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ફાયરફોક્સનો ઉપયોગ કરતા હો, તેમાં તમારી ફેવરિટ વિવિધ સાઇટ્સનાં એડ્રેસ બુકમાર્ક તરીકે સેવ કરી રાખ્યાં હો અને હવે અત્યારના સૌથી ચઢિયાતા ગણાતા બ્રાઉઝર ગૂગલ ક્રોમનો ઉપયોગ શરુ કર્યો હોય તો સ્વાભાવિક રીતે, તમારા જૂના બ્રાઉઝરમાંના બુકમાર્ક ક્રોમમાં ઇમ્પોર્ટ કરી લેવાની ઇચ્છા થાય. આ માટેની વિધિ બહુ સરળ છે.
- ક્રોમ ઓપન કરીને, ક્રોમના મેનુ પર ક્લિક કરો.
- બુકમાર્કસનો વિકલ્પ પસંદ કરો.
- ઇમ્પોર્ટ બુકમાર્કસ એન્ડ સેટિંગ્સ પર ક્લિક કરો.
- તમે જે બ્રાઉઝરમાંના બુકમાર્કસ ઇમ્પોટ કરવા માગતા હો તે પસંદ કરો.
- ઇમ્પોર્ટ પર ક્લિક કરો.
જો તમે ક્રોમમાં અગાઉ કોઈ બુકમાર્ક બનાવ્યા નહીં હોય તો એડ્રેસ બાર નીચે દેખાતા બુકમાર્કસ બારમાં જૂના બ્રાઉઝરમાંથી આયાત કરેલા બુકમાર્કસ જોવા મળશે. જો તમે ક્રોમમાં પહેલાં બીજા બુકમાર્ક સેવ કર્યા હશે, તો ‘ઇમ્પોર્ટેડ ફ્રોમ ફાયરફોક્સ’ કે ‘ઇમ્પોર્ટેડ ફ્રોમ આઇ’ જેવું એક નવું ફોલ્ડર બનશે અને બુકમાર્કસ બારમાં છેલ્લે આ ફોલ્ડર દેખાશે. ક્રોમમાંથી બીજા બ્રાઉઝરમાં બુકમાર્ક લઈ જવા માટેના વિકલ્પો પણ ક્રોમના મેનુમાં બુકમાર્ક વિકલ્પમાં જતાં મળશે.
