(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જરૂરી છે એટલું તો જરૂર જાણો

આપણા જ્ઞાન કરતાં અજ્ઞાનનું પ્રમાણ ઘણું વધુ હોય એ તો સ્વાભાવિક છે, પણ જે નથી જાણતા, અને નથી જાણતા એવી ખબર પણ નથી, એવું તો અસીમ છે. આ વખતની કવરસ્ટોરી કંઈક એવી છે. ગૂગલનો ખૂબ ઉપયોગ કરતા હોવા છતાં, પોતાના ઉપયોગ વિશે અને ગૂગલ આપણા વિશે કેટલું જાણે છે એની પણ આપણને ખબર હોતી નથી.

સદનસીબે, ગૂગલ, આપણે જ્યાં જ્યાં ગૂગલ એકાઉન્ટની મદદથી ઇન્ટરનેટ પર જે કંઈ કરીએ છીએ એ બધાની બહુ વિગતવાર નોંધ રાખે છે. આ બધું જાણવું આપણા માટે બહુ અગત્યનું છે કેમ કે એ બધું આપણા જ વિશેનું છે! આપણે નહીં જાણીએ અને બીજું કોઈ જાણી જશે તો તકલીફ થશે!

એ સિવાય, આ અંકમાં નાની ઉંમરથી બાળકોની જ્ઞાનખોજને કઈ રીતે વિસ્તારી શકાય એની પણ વાત કરી છે. આપણાં મ્યુઝિયમ્સ કે સાયન્સ સિટી જેવા પ્રોજેક્ટ પરદેશનાં કેટલાંક મ્યુઝિયમ્સ કે સંસ્થાઓ જેટલાં લોકાભિમુખ થયાં નથી પણ ઇન્ટરનેટને કારણે હવે પાસસોર્ટ-વિઝા વિના પણ આપણે ગમે ત્યાં પહોંચી, ત્યાના સારાં પાસાનો લાભ લઈ શકીએ છીએ. આપના પરિવારમાં કે શાળામાં આવી કોઈ પ્રવૃત્તિ કરતા હો તો તેની જાણકારી જરુર ‘સાયબરસફર’ને આપશો.

બીજી એક વાત, ‘સાયબરસફર’માં ઘણા લેખોમાં લખવામાં આવે છે કે આ વિશે વધુ માહિતી આપણે અગાઉના ફલાણા અંકમાં જાણી ગયા છીએ. એ જૂો અંક હાથવગો હોય તો? આ ઉણપ દૂર કરવાનો પ્રયાસ શરુ કર્યો છે. ‘સાયબરસફર’ની વેબસાઇટ પર તમામ અંક ફ્લિબુક સ્વરુપે તો છે, પણ હવે બધા અંકા લેખ સામાન્ય વેબપેજ તરીકે પણ મૂકવાનું શરુ કર્યું છે, જેથી તેમને વિવિધ રીતે ઇન્ટરલિંક્ડ કરી શકાય. અલબત્ત, આખા લેખ વાંચવા માટે યુઝરનેમ-પાસવર્ડ જોઈશે.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!