ભારતમાં રૂપે કાર્ડનો ઉપયોગ વધારવા માટે સરકાર તરફથી સતત વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશમાં ડિજિટલ પેમેન્ટ્સની વ્યવસ્થા સંભાળતા નેશનલ પેેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ રૂપે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેકશન પર વેપારીઓ પાસેથે લેવામાં આવતો ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે.
અત્યાર સુધી આપણે કરિયાણાની દુકાને કે અન્ય કોઈ પણ જગ્યાએ રૂ. ૨૦૦૦થી વધુનું ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરીએ તો વેપારીને રકમના ૦.૯૦ ટકાનો ચાર્જ લાગતો હતો. હવે તે ઘટાડીને ૦.૬૦ ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે ભારત ક્યૂઆર કોડ સ્કેન કરીને કાર્ડથી કરવામાં આવતા પેમેન્ટ પર લાગતો ચાર્જ રકમના ૦.૫૦ કરવામાં આવ્યો છે.
આ કારણે હવે કદાચ વેપારીઓ રૂપે કાર્ડથી પેમેન્ટ સ્વીકારતાં ખચકાશે નહીં.
